Home ગુજરાત ગાંધીનગર મનપા કંગાળ..? ખુલ્લી ગટરો મોતના કૂવા, ઢાંકણાના પણ પૈસા નથી..?

ગાંધીનગર મનપા કંગાળ..? ખુલ્લી ગટરો મોતના કૂવા, ઢાંકણાના પણ પૈસા નથી..?

391
0

(જી.એન.એસ રવિન્દ્ર ભદોરિયા), તા.03/12

ગાંધીનગર મહાનગરપાલિકામાં તમામ યોજનાઓ માટે બજેટની ફાળવણી રાજ્ય સરકાર દ્વારા કરી દેવામાં આવી છે. ત્યારે ગાંધીનગર મહાનગર પાલિકાના મેયર રીટા પટેલે પણ આ બજેટો ઉપર મોહર લગાવી ગાંધીનગરને ગ્રીન સીટી તરફ આગળ ધપાવી રહ્યા છે. પરંતુ વિકાસના નામે કરોડો રૂપિયા ક્યાં વપરાઈ રહ્યા છે તેને સાબિત કરતા ગટરના ઢાંકણા છે..! ગાંધીનગર મહાનગરપાલિકા પાછળના રામકથા મેદાનમાં કેટલીક ગટર છે જેના ઢાંકણા નથી. ગટરના ઢાંકણા ન હોવાથી ગાંધીનગરની આમ પ્રજાને હાલાંકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આ મેદાનમાં કેટલાક સમયથી ગટરો ઢાંકણા વિના જોવા મળી રહી છે. હવે સવાલ એ છે કે ગટર બનાવી તો નવા ઢાંકણા નાખ્યા જ નથી..? કે પછી ગમ થઈ ગયા…? ગાંધીનગર મહાનગરપાલિકાના પાછળ રામકથા મેદાનમાં ગટર ઉપર ઢાંકણા નથી. ઢાંકડા ન હોવાથી કાર જેવી મોટી ગાડીના ટાયરો અંદર જતા રહે છે. પરંતુ આ તો કાર છે રાત્રિ દરમિયાન જો કોઈ વ્યક્તિ રોડ ઉપર જતો હોય અને વ્યક્તિની નજર ગટર ઉપર ન પડે અને ગટરમાં ઘૂસી જશે તો તેની જવાબદારી મહાનગર પાલિકા લેશે…? શુ ગાંધીનગર મહાનગર પાલિકા પણ હવે અમદાવાદ મહાનગરપાલિકાની જેમ કોઈ મોટી ઘટના બને તેની રાહ જોઈ રહી છે..?જો આ ગટરના ઢાંકણું નહી નંખાય તો ભવિષ્યમાં ચોકસ પણે આ ગટર થી મોટી દુર્ઘટના સર્જાશે.
આ કેવી ગ્રીન સીટી, આ કેવી ક્લીન સીટી જેમાં ગટરના ઢાંકણા જ નથી..? ગઈ રાત્રે જ્યારે રામકથા મેદાન પાસે એક કાર પાર્કિંગ થઈ ત્યારે તેમની ગાડીનું ટાયર ગટરમાં જતું રહ્યું ઘણી જહેમત બાદ ગાડીના ટાયરને બહાર કાઢી લેવામાં આવ્યુ, પરંતુ જો કોઈ વ્યક્તિ પડ્યો હોય તો એ વ્યક્તિ મર્યા વગર ગટરથી બહાર ન આવે…!! રીટા પટેલ ગાંધીનગરના વિકાસની વાતો કરે છે પણ આ વિકાસને ખોટો સાબિત કરતું રામકથા મેદાનનો આ ગટર છે જેના ઉપર ઢાંકણા જ નથી.

Previous articleઅર્થકિડ્સ હ્યુમનિટી ફાઉન્ડેશન સ્વચ્છતા અને લીલા રાષ્ટ્ર માટે જાગૃતિ લાવવાનું કાર્ય કરી રહી છે
Next articleઅમદાવાદ કમિશ્નરની નાના વેપારીઓ ઉપર દંબગાઈ..! મોટા વેપારીઓને ઘી કેળા