Home ગુજરાત અમદાવાદમાં 41 ડિગ્રી તાપમાન રહેવાથી સંભાવના સાથે કચ્છમાં યલો એલર્ટ બે દિવસ...

અમદાવાદમાં 41 ડિગ્રી તાપમાન રહેવાથી સંભાવના સાથે કચ્છમાં યલો એલર્ટ બે દિવસ માટે લગાવાયુ

84
0

(જી.એન.એસ),તા.૧૧
અમદાવાદ
કચ્છમાં ગરમીના પ્રકોપને પગલે બે દિવસ માટે હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. વળી, રાજ્યભરમાં આગામી ત્રણથી ચાર દિવસ તાપમાનમાં સ્થિરતા રહેવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. રવિવારે રાજકોટ, અમરેલી, જૂનાગઢમાં પણ મહત્તમ તાપમાન 41 ડિગ્રીથી વધુ નોંધાયુ હતુ. ખેડામાં 45 ડિગ્રી સાથે રેકૉર્ડબ્રેક ગરમી નોંધાઈ હતી. જો કે, રાજ્યમાં વડોદરા, ભૂજ, ડીસા, ગાંધીનગર, ભાવનગરમાં છેલ્લા બે દિવસની તુલનામાં તાપમાનમાં ઘટાડો નોંધવામાં આવ્યો હતો. જ્યાં સમગ્ર રાજ્યમાં હાલમાં આગ ઝરતી ગરમી પડી રહી છે. લોકો કાળઝાળ ગરમીમાં શેકાઈ રહ્યા છે. જો કે, અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં સતત બીજા દિવસે તાપમાનમાં સામાન્ય ઘટાડો નોંધવામાં આવ્યો છે. રવિવારે ખેડામાં 45 ડિગ્રી સાથે સૌથી વધુ ગરમી નોંધાઈ હતી. વળી, કંડલા એરપોર્ટમાં 43, અમદાવાદમાં 41.2 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધવામાં આવ્યુ હતુ. હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદમાં બેથી ત્રણ દિવસ તાપમાન 41 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે. રવિવારે દિવસ દરમિયાન 41.2 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાન સામાન્ય કરતા બે ડિગ્રી વધુ નોંધાયુ હતુ. આગામી ત્રણ દિવસ સુધી અમદાવાદનુ તાપમાન 41 ડિગ્રી આસપાસ રહેવાની સંભાવના છે પરંતુ 21 એપ્રિલ સુધી ફરથી અમદાવાદમાં તાપમાન 42 ડિગ્રી વધી શકે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગાઝિયાબાદની એક સ્કૂલના બે બાળકો કોરોના સંક્રમિત થતા સ્કુલ બંધ કરવામાં આવી
Next articleપંજાબ કોંગ્રેસનુ અધિકૃતે હેકરે ટ્વિટર હેન્ડલ હેક કર્યુ અને શેર આ ટ્વિટ