Home ગુજરાત અમદાવાદમાં ટ્રાફિકથી ધમધમતાં પ્રહલાદનગર રોડ પરથી ધોળા દિવસે બાઈકની ચોરી

અમદાવાદમાં ટ્રાફિકથી ધમધમતાં પ્રહલાદનગર રોડ પરથી ધોળા દિવસે બાઈકની ચોરી

28
0

તસ્કરો પકડાર ફેંકે છે, પોલીસ પેટ્રોલિંગની વાતો માત્ર નામની જ છે?

(જી.એન.એસ),તા.૧૦

અમદાવાદના પોશ વિસ્તારોમાં તસ્કરોનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. આનંદનગર જેવા વિસ્તારમાં થોડા દિવસોથી ધોળા દિવસે વાહન ચોરીના બનાવો વધવા લાગ્યા છે. હાલ જે તમે CCTV જોઈ રહ્યા છો તે આનંદનગર વિસ્તારના છે. જ્યાં પ્રહલાદનગર ગાર્ડન પાસે ટ્રાફિકથી ધમધમતાં રસ્તાથી તસ્કરો બિન્દાસ્ત રીતે બાઈકની ઉઠાંતરી કરે છે. CCTVમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે પહેલાં એક વ્યક્તિ બાઈક પર આવીને બેસે છે અને પોતાના પાસે રહેલી ચાલી બાઈકમાં લગાવી હેન્ડલ લોક ખોલી નાંખે છે. બાદમાં બીજો વ્યક્તિ આવે છે અને બાઈકને ચાલુ કરીને સરળતાથી નીકળી જાય છે. જે રીતે બાઈકની ચોરી થાય છે તે પરથી તો લાગે છે કે બાઈક ચોર ટોળકીને ચોરીને અંજામ આપવામાં કોઈ તકલીફ પડી જ નથી. બસ આરામથી આવે છે, બાઈક ચાલુ કરે છે અને નીકળી જાય છે. 

ત્યારે આ સમગ્ર બનાવ પરથી તો એ સવાલ થાય છે કે તસ્કરોને આટલો છુટ્ટોદોર કઈ રીતે મળ્યો?, શું ચોર ટોળકીને પોલીસનો ખૌફ જ નથી? શું પોલીસ પેટ્રોલિંગની વાતો માત્ર નામની જ છે? તસ્કરો પકડાર ફેંકે છે, પોલીસ શું કરે છે? આવા તસ્કરો ક્યારે જેલના સળિયા પાછળ હશે? શું આ જ આપણું સુરક્ષિત ગુજરાત છે? જે રીતે પોશ વિસ્તારોમાંથી ચોરીની ઘટનો વધી રહી છે, તે પરથી તો લાગે છે કે આ બાઈક ચોર ટોળકી પોલીસને સીધો પડકાર જ ફેંકી રહી છે. જાણે તેઓ પોલીસને કહે છે, અમે તો ચોરી કરીશું, તમે રોકી શકો તો રોકી લો… જો આવી જ રીતે આ તસ્કરો બાઈક ઉઠાવીને ચોરીને અંજામ આપતા રહ્યા તો સામાન્ય જનતાનો પણ પોલીસ પરથી વિશ્વાસ ઓછો થવા લાગશે. ત્યારે હવે પોલીસે આવા ચોર તત્વોને પકડીને બરાબરનો પાઠ ભણાવવાની જરૂર છે… તસ્કરોને આટલો છુટ્ટોદોર કઈ રીતે મળ્યો? શું ચોર ટોળકીને પોલીસનો ખૌફ જ નથી? શું પોલીસ પેટ્રોલિંગની વાતો માત્ર નામની જ છે? તસ્કરો સીધો પકડાર ફેંકે છે, પોલીસ કરે છે શું? આવા તસ્કરો ક્યારે જેલના સળિયા પાછળ ધકેલાશે?

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅંબાલાલ પટેલે ગુજરાતમાં માવઠાની સાથે વધુ બે વાવાઝોડાની આગાહી કરી
Next articleગાંધીનગરમાં મહિલા મેડિકલ હેલ્થ ઓફિસરે પ્રેમનો સ્વીકાર કરવાની ના પાડતા જાનથી મારી નાખવાની ધમકી