Home ગુજરાત અમદાવાદના વટવા કેનાલ વિસ્તારમાંથી કફ સીરપની બોટલનો જથ્થો ઝડપાયો

અમદાવાદના વટવા કેનાલ વિસ્તારમાંથી કફ સીરપની બોટલનો જથ્થો ઝડપાયો

15
0

SOGની ટીમે 92 જેટલી કફ સીપરની બોટલો કબજે કરી

(જી.એન.એસ),તા.૦૭

અમદાવાદ,

રાજ્યમાં કફસીરપ મળવાનો સિલસિલો યથાવત છે. તેના અંતર્ગત અમદાવાદ SOG પોલીસની મોટી કાર્યવાહી સામે આવી છે. અમદાવાદના વટવા કેનાલ વિસ્તારમાંથી કફ સીરપની બોટલનો જથ્થો ઝડપાયો છે. અમદાવાદની કુખ્યાત મહિલા સુરૈયા બાનુના મકાનમાંથી કફસીરપની બોટલો મળી આવી છે. તો SOGની ટીમે 92 જેટલી કફ સીપરની બોટલો કબજે કરી છે. તો પોલીસે સુરૈયા બાનુ અને અબ્દુલ સલામની ધરપકડ કરી છે. સુરૈયાબાનુ વિરૂદ્ધ અગાઉ પણ વટવા પોલીસ સ્ટેશનમાં દારૂનો કેસ નોંધાયો હતો. Sog પોલીસની કાર્યવાહીને સ્થાનિક રહીશોએ બિરદાવી છે. બીજી તરફ દાહોદમાં એક ખાનગી ફાર્મ હાઉસમાં પોલીસના દરોડા પડ્યા હતા. ત્યાંથી દારુની મહેફીલ કરતા લોકો ઝડપાયા હતા. ક્રાઈમબ્રાંચે બાતમીના આધારે ખાનગી ફાર્મ હાઉસમાં દરોડા પાડીને 22 નબિરાઓને ઝડપ્યા હતા.

અબ્દુલ સલામ પણ અગાઉ મોબાઇલ ચોરી ના કેસમાં પકડાઈ ચૂક્યો છે. અગાઉ પણ એસઓજી પોલીસ દ્વારા જુહાપુરા, દાણીલીમડા, વટવા સહિતના વિસ્તારોમાંથી ગેરકાયદેસર રીતે કફ સીરપ વેચાણ કરતા લોકોને પકડી પાડ્યા હતા તેમજ મોટી માત્રામાં કફ સીરપ નો જથ્થો પણ કબજે કરવામાં આવ્યો હતો,. ત્યારે સ્લમ વિસ્તારોમાં નશો કરવા માટે કફ સીરપનો ઉપયોગ કરવાના કિસ્સાઓ વધી રહ્યા છે જેને લઈને સ્થાનિક પોલીસોએ પણ જાગૃત થઈને આ પ્રમાણે ગેરકાયદેસર કફ સીરપ વેચતા લોકોને પકડી પાડે તેવી પણ લોકમાનગણી ઉઠી રહી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવડોદરામાં એશિયાની સૌથી વિશાળ મેરેથોન યોજાઈ
Next articleભારતના પ્રવાસે આવનારી ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ પોતાની સાથે શેફ લઈને આવશે