Home મધ્ય ગુજરાત અમદાવાદ અમદાવાદના એક દંપતીની કાર માં થયી ચોરી તેમાં રહેલ 2 લાખ રોકડ...

અમદાવાદના એક દંપતીની કાર માં થયી ચોરી તેમાં રહેલ 2 લાખ રોકડ અને બેન્ક લોકરની ચાવી લઈ તસ્કર ફરાર

40
0

(GNS NEWS)

અમદાવાદમાં ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે એસ. જી. હાઇવે પર પતિ-પત્ની મિટિંગ કરવા ગયા હતા. ત્યારે અજાણ્યો વ્યક્તિ આવીને ગાડીનો કાચ તોડીને પાકીટમાંથી 2 લાખ રોકડ અને બેન્ક લોકરની ચાવી ચોરી ફરાર થઈ ગયો હતો. આ અંગે પતિને જાણ થતાં સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

નારણપુરામાં રહેતા તુષાર રાણા તેમની પત્ની સાથે XUV ગાડીમાં એસ. જી. હાઇવે પર આવેલી મોન્ડલ હાઈટસની બાજુમાં આવેલ ગોયલ એન્ડ કંપનીના ગેટ બહાર કાર પાર્ક કરીને કંપનીમાં મિટિંગ કરવા ગયા હતા. દંપતી મિટિંગ કરીને આવ્યું ત્યારે ડ્રાઇવર સીટની પાછળના દરવાજાનો કાચ તૂટેલો હતો. જે બાદ કારની અંદર તપાસ કરતા કારમાં પડેલ પત્નીના પાકીટમાંથી 2 લાખ રૂપિયા રોકડ તથા બેન્ક લોકરની ચાવીની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. આ મામલે તુષાર રાણાએ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

(GNS NEWS)

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleતુર્કિએ-સીરિયામાં ભૂકંપથી 2.3 કરોડ લોકો પ્રભાવિત થયા હોવાનો WHOનો મોટો દાવો
Next articleઅમદાવાદ માં રસ્તા વચ્ચે જોવા મળ્યું નશા માં ધૂત બાળક નો ફોટો વાઈરલ થયો