Home Video અનદેખા” નહીં દેખી તો કુછ નહીં દેખા…..!! 58 સેકન્ડમાં બતાવ્યું કે કોરોનામાં...

અનદેખા” નહીં દેખી તો કુછ નહીં દેખા…..!! 58 સેકન્ડમાં બતાવ્યું કે કોરોનામાં દુનિયા કોણે ચલાવે છે

814
0

(જી.એન.એસ..કાર્તિક જાની).તા.13/20

સલામએ કોરોના વોરિયર્સને……આ સંદેશો છે દેખવા જેવી શોર્ટ ફિલ્મ “અનદેખા”નો….!

કોરોના. આ એક શબ્દે દુનિયા બદલી નાંખી છે. કોરોના લોકડાઉન ખુલશે ત્યારે તેની સાથે જીવવાના નવા નિયમોનું પાલન કરવુ પડશે. કોરોના લોકડાઉનમાં તમામ લોકો સુરક્ષિત રહેવા માટે પોતાના ઘરોમાં એક રીતે જોઇએ તો કેદમાં છે. પણ ઘરની બહાર એવા પણ છે કે જેઓ આપણને સુરક્ષિત રાખવા માટે કોરોના સામે લડી રહ્યાં છે. જેમને કોરોના વોરિયર્સ અથવા કોરોના યોધ્ધા કહી શકાય.

કોરોના લોકડાઉનમાં મુકેશ અંબાણીથી લઇને કોઇ ગામના મુકેશ આંબલિયાણી પોતાના ઘરમાં છે ત્યારે આ યોધ્ધાઓ કોણ છે…? આ યોધ્ધાઓ છે ડોક્ટરો. આ યોધ્ધાઓ છે નર્સો. આ યોધ્ધાઓ છે પોલીસકર્મી. આ યોધ્ધાઓ છે સફાઇ કામદારો. આ યોધ્ધાઓ છે પેરામેડિકલ સ્ટાફ.

58 સોકન્ડ. જીહાં. 58 સોકન્ડની એક નાકડી ફિલ્મમાં  નીરવ બ્રહ્મભટે સમજાવ્યું છે કે કોરોના લોકડાઉનમાં દુનિયા અમારા થકી ચાલે છે…. એમ  કહેનારાઓ દ્વારા  નહીં પણ આ યોધ્ધાઓ થકી દુનિયા ચાલી છે. જેઓ ખડે પગે ફરજ બજાવી રહ્યાં છે તેવા યોધ્ધાઓ ઉપર આ ટૂંકી ફિલ્મ બખૂબી રીતે તૈયાર કરવામાં આવી છે. જેનું નામ છે અનદેખા.

નીરવ બ્રહ્મભટ્ટ ગુજરાતના મહેસુલ વિભાગમાં તલાટી તરીકે ફરજ બજાવતા ગૌતમ બ્રહમભટ્ટના સુપુત્ર છે. 58 સેકન્ડમાં તેમણે દ્રશ્યોના માધ્યમથી દુનિયાને એ સંદેશો આપવાનો પ્રયાસ કર્યો છે કે લોકડાઉનમાં દુનિયાને આ યોધ્ધાઓએ જ ચલાવી છે. વિમાનોમાં સતત ઉડતા અમીરો ઘરમાં છે. પરંતુ જેઓ ક્યારેય વિમાનમાં બેઠા નથી એવા હજારો સફાઇ કામદારો કોરોનામાં મેદાનમાં છે. સલામ એ કોરોના વોરિયર્સને……આ સંદેશો છે દેખવા જેવી શોર્ટ ફિલ્મ “અનદેખા”નો….!

આ શોર્ટ ફિલ્મ ઘણું બધું સમજાઈ જાય છે…./

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઆરોગ્ય વિભાગને અર્પણ…!! 43 ડીગ્રી ગરમીમાં વીજળી વગર ચાલે છે રાધેજાનુ PHC કેન્દ્ર…!
Next articleમુંગેરીલાલને આવ્યું વી…સ…..લા…ખ કરો….ડનું સપનું…!!