Home દુનિયા - WORLD અગાઉના વડાપ્રધાનો કરતાં મોદી છે નોખી માટીનાઃ ચીન

અગાઉના વડાપ્રધાનો કરતાં મોદી છે નોખી માટીનાઃ ચીન

498
0

(જી.એન.એસ), તા.૫
ચીનના સત્તાવાર મીડિયાએ જણાવ્યું છે કે નરેન્દ્ર મોદી અગાઉના વડાપ્રધાનો જેવા નથી. મોદીએ દલાઈ લામા મુદ્દે અલગ જ વલણ અપનાવ્યું હોય તેમ લાગે છે. મોદીએ દલાઈ લામા સાથે સંબંધ વધાર્યા છે, જે ચીન માટે પડકાર છે. બીજીબાજુ દલાઈ લામાએ ચોખ્ખેચોખ્ખું જણાવ્યું છે કે ભારતે ક્યારેય તેમનો ચીનની વિરૂદ્ધમાં ઉપયોગ કર્યો નથી.
ચીન સતત અરુણાચર પ્રદેશ પર પોતાનો દાવો કરે છે અને આ પ્રદેશને દક્ષિણ તિબેટ ગણાવે છે. જોકે ભારતે મંગળવારે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે દલાઈ લામાની એક અઠવાડિયા લાંબી અરુણાચલ પ્રદેશની મુલાકાત અંગે ચીન ભારત સાથે કૃત્રિમ વિવાદ સર્જી રહ્યું છે. આ સાથે કેન્દ્રના રાજ્યકક્ષાના ગૃહપ્રધાન કિરણ રિજિજુએ પણ કહ્યું હતું કે અરુણાચલ પ્રદેશ ભારતનો અવિભાજ્ય અંગ છે. ચીને દલાઈ લામાની મુલાકાત તથા ભારતની આંતરિક બાબતોમાં ચંચૂપાત કરવો જોઈએ નહીં.
બીજીબાજુ ભારતે જણાવ્યું હતું કે ચીનના અરુણાચલ પ્રદેશ મુલાકાત રાજકીય નહીં પણ ધાર્મિક છે. ચીન દલાઈ લામાને ભયંકર વિદ્રોહી માને છે, જે તિબેટને ચીનથી અલગ કરવા માગે છે. જોકે દલાઈ લામાએ કહ્યું હતું કે તિબેટ ચીનનો જ ભાગ છે, પરંતુ ત્યાં વિકાસની જરૂર છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleચમત્કાર: 9 ગોળીઓ ખાધા બાદ પણ જાબાંઝ CRPF ઓફિસરે જીતી જીંદગીની જંગ
Next articleરાજકોટ: જાહેરમાં મહિલાના વાળ પકડી દોડાવી ઢોર માર માર્યો, Video વાયરલ