Home ગુજરાત અખબારથી વાઇરસ ફેલાતો હોવાની વાતો વાહિયાત અને અફવા માત્ર છેઃ વિશ્વ આરોગ્ય...

અખબારથી વાઇરસ ફેલાતો હોવાની વાતો વાહિયાત અને અફવા માત્ર છેઃ વિશ્વ આરોગ્ય સંસ્થા(WHO)

657
0

ખુદ મોદી સરકારે પ્રિન્ટ અને અને અન્ય માધ્યમો વિના અવરોધે કામ કરે તેની કાળજી લેવા સત્તાવાળાઓને કરી છે તાકીદ

(જી.એન.એસ.) ગાંધીનગર, તા.24
આજના કોરોના યુગ સમયગાળામાં સોશ્યલ મિડિયા દ્વારા રોગચાળાને લઇને વિવિધ બનાવટી અને ખોટી માહિતી ફેલાવવામાં આવી રહ્યું હોવાનું સરકારના ધ્યાને આવતાં તેની સામે સાવચેત રહેવા અપીલ કરી છે તો અખબારો દ્વારા કોરોનાનો રોગ ફેલાતો હોવાની ગેરસમજને કારણે ફેરિયાઓ દ્વારા વિતરણ નહીં કરવાના નિર્ણયની સામે વિશ્વ આરોગ્ય સંસ્થા(હુ) દ્વારા એવો ખુલાસો કરવામાં આવ્યો છે કે આ માત્રને માત્ર એક અફવા જ છે. આજના સમયમાં અખબારોનું પ્રિન્ટીંગ અતિઆધુનિક ટેકનોલોજી દ્વારા થઇ રહ્યો છે ત્યારે તેનાથી માત્ર કોરોના જ નહીં પરંતુ કોઇપણ પ્રકારનો રોગ કે ચેપીરોગ ફેલાતો નથી. ફેરિયાઓએ તેને ધ્યાનમાં રાખીને અખબારોનું વિતરણ સલામત એટલા માટે પણ છે કેમ કે તેઓ ડોર ટુ ડોર જાય છે પરંતુ કોઇના સંપર્કમાં આવ્યા વગર બહારથી જ અખબારો નાખીને નિકળી જાય છે. તેથી ફેરિયાઓએ પોતાના નિર્ણય અંગે ફેરવિચારણા કરવાની જરૂર છે. કેમ કે ખુદ મોદી સરકારે પણ દરેર સત્તાવાળાઓને સુચના આપી છે કે પ્રિન્ટ માધ્યમ સહિત સમાચારોના તમામ માધ્યમો વિના અવરોધે પોતાની ફરજ નિભાવી શકે તેની કાળજી લેવા તાકીદ કરી છે.
કોરોના વાઈરસનો પ્રકોપ દેશમાં એટલો વધી ચૂક્યો છે કે, કરોડો લોકો જાતે જ સાવધાની રાખી રહ્યા છે. દેશના 23 રાજ્યમાં લૉકડાઉન ચાલુ છે. એટલે લોકો પોતાના ઘરોમાં કેદ છે. તેમની પાસે જાણકારી મેળવવા અને સમય વીતાવવા ટીવી અને અખબારોના વિકલ્પો છે. આ દરમિયાન એવી અફવા ફેલાઈ કે, અખબારો થકી પણ કોરોના સહેલાઈથી ફેલાઈ રહ્યો છે, પરંતુ આ દાવો ખોટો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેન(હુ)એ પણ તેને અફવા ગણાવી છે.
ઘેર આવતું અખબાર એકદમ સુરક્ષિત છે એમ કહીને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને તેના નિવેદનમાં કહ્યું છે કે, અખબારોના કારણે કોરોના ફેલાતો નથી. અખબારથી કોઈને ચેપ લાગવાની શક્યતા ઘણી ઓછી છે. તેનું કારણ એ છે કે, અખબાર જુદા જુદા તાપમાન અને પ્રક્રિયામાંથી પસાર થાય છે. એટલે તેમાંથી વાઈરસ ફેલાવવાની શક્યતા બહુ ઓછી છે. બીજી તરફ, અમેરિકાની પણ એક મેડિકલ સંસ્થાએ કહ્યું છે કે, અખબારથી કોરોના ફેલાય એવી શક્યતા ના બરાબર છે. અખબારની સપાટી પર કોરોના વાઈરસનું ટકવું સરળ નથી. જો કે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને સલાહ આપી છે કે, સાર્વજનિક સ્થળોએ અખબારોની નકલો વાંચવાથી બચો. લાઈબ્રેરી કે સોસાયટીમાં બહુ બધા લોકો દ્વારા વંચાઈ હોય તેવી નકલોથી બચો. એવું કર્યું હોય તો હાથ જરૂર ધુઓ, પરંતુ તમારા ઘરે આવતું અખબાર બિલકુલ સુરક્ષિત છે. અખબાર છાપવાની પ્રક્રિયા દરમિયાન પણ કર્મચારીઓ સાવધાની રાખી રહ્યા છે. અખબારને સેનેટાઈઝ કરીને જ ડિલિવર કરાય છે. તમને જણાવી દઈએ કે, આજકાલ આધુનિક મશીનોથી જ અખબારો છપાય છે, જે સંપૂર્ણપણે ઓટોમેટિક છે. આ ઉપરાંત ડબલ્યુએચઓએ કહ્યું છે કે, આમ પણ લોકો પોતાના હાથ સતત ધુએ છે. લગભગ 20 સેકન્ડ હાથ ધોવાની સલાહ અપાઈ છે. આ ઉપરાંત લોકોને ઘરમાં રહેવાની પણ અપીલ કરાઈ છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસૌ કોઇ કોરોનામાંથી ગુજરાત-દેશને બચાવવા સહયોગ આપે, સ્માર્ટ બને…!
Next articleથેંક્યુ અમદાવાદ પોલીસઃ પેઈંગ ગેસ્ટમાં રહેતી યુવતીને પોલીસએ તેના સગાને ત્યાં પહોંચાડી