Home ગુજરાત સૌ કોઇ કોરોનામાંથી ગુજરાત-દેશને બચાવવા સહયોગ આપે, સ્માર્ટ બને…!

સૌ કોઇ કોરોનામાંથી ગુજરાત-દેશને બચાવવા સહયોગ આપે, સ્માર્ટ બને…!

604
0

કોરોના મહામારીના આ ત્રીજા તબક્કામાંથી હેમખેમ કે ખૂબ ઓછી જાનહાનિ સાથે પસાર થઇ ગયા તો તે લોકોની જ જીત હશે

(જી.એન.એસ.) ગાંધીનગર, તા.24
ગુજરાતમાં કોરોના વાયરસ ખૂબ ઝડપથી ફેલાઇ રહ્યાંના અહેવાલો મળી રહ્યાં છે ત્યારે જાણીતી ન્યૂઝ એજન્સસી જીએનએસસ-GNS દ્વારા પણ જાહેર હિતમાં એક અપીલ છે કે ગુજરાતને અને દેશને તેમાંથી બચાવવા માટે નાગરિકો સાવચેત-સજાગ અને સતર્ક રહે તે અનિવાર્ય છે. ગુજરાત સરકાર અને કેન્દ્રમાં મોદી સરકાર પણ ચિંતિત થઇને દેશને તેમાંથી બચાવવા લોકડાઉન સહિતના જે પગલા લઇ રહી છે તેમાં નાગરિકોનો સહયોગ અતિ જરૂરી છે. સરકાર જે કાંઇ પગલા લઇ રહી છે અને લોકોને ઘરની અંદર જ રહેવા ભાર મૂકી રહી છે તે આપણાં સૌના હિતમાં છે. ગુજરાત અને દેશ પર આવી પડેલી સંકટની આ ઘડીએ તમામ નાગરિકોએ સરકારના આદેશોનું પાલન કરીને પોતપોતાના ઘરોમાં સરકાર કહે ત્યાં સુધી રહે. બિન જરૂરી રીતે માત્ર મોજમસ્તી માટે બહાર નિકળીને તંત્રને કડક પગલા લેવા મજબૂર ન કરે, તે આજના સમયનો તકાજો છે. કહેવત છે ને કે સર સલામત તો પઘડિયા બહોત….જી હૈ તો જહાન હૈ….જીવતાં રહીશું તો દુનિયા જોઇશું….તે ધ્યાને રાખે.
અમદાવાદમાં 13 પોઝિટીવ કેસો સામે આવ્યા છે. ગુજરાતમાં તમામ લોકોને ચિંતા ઉપજાવે તેવા એક અહેવાલ બીજા શહેરોમાંથી પણ મળી રહ્યા છે. અમદાવાદમાં કોટ વિસ્તાર માટે હાલ એક ચિંતાનો વિષય સામે આવી રહ્યો છે. અમદાવાદમાં હાલ 13 પોઝિટીવ કેસોમાંથી છેલ્લા 5 પોઝિટિવ કેસ કોટ વિસ્તારમાં સામે આવતા હાહાકાર મચી ગયો છે. બીજા શહેરામાં પણ નવા નવા કેસો જે મળી રહ્યાં છે ચિંતાજનક છે.
ગુજરાતમાં કોરોનાના હાલ કુલ 33 પોઝિટિવ કેસો સામે આવ્યા છે, જ્યારે 1નું મોત નિપજ્યું છે. ગુજરાતના સૌથી મોટા શહેર અમદાવાદમાં કોરોનાના 13 કેસ પોઝિટિવ નોંધાતા મોટો ખળભળાટ મચી જવા પામ્યો છે. આ સિવાય સુરતમાં કોરોના 4 પોઝિટિવ કેસ, 1નું મોત, વડોદરામાં 6 અને ગાંધીનગરમાં 4 કેસ, કચ્છ અને રાજકોટમાં કોરોનાના 1-1 કેસ પોઝિટિવ કેસો નોંધાયા છે. કોરોનાથી બચવાનો એક માત્ર ઉપાય પ્રથમ રીતે લોકોના હાથમાં જ છે. અને તે એ છે કે તૌ કોઇ એકબીજાથી સામાજિક દૂરી બનાવી રાખે. સરકાર કહે તે સુચનાઓનું પાલન કરે. પોલીસ અને અન્ય વહીવટી તંત્રને સહયોગ આપે. જો આપણો દેશ કોરોના મહામારીના આ ત્રીજા તબક્કામાંથી હેમખેમ કે ખૂબ ઓછી જાનહાનિ સાથે પસાર થઇ ગયા તો તે લોકોની જ જીત હશે. જીએનએસ દ્વારા જાહેર અપીલ છે કે હજુ સંકટ ટળ્યો નથી. હજુ તો શરૂ થયો હોય તેવો નિર્ણયાક તબક્કો ચાલી રહ્યો છે. સૌ પોતપાતોને પોતાની જાતને ઘરમાં કેદ કરીને પોતાને અને બીજાને પણ બચાવવા સ્માર્ટ સીટીઝન બને તે જરૂરી છે.

Previous articleકોરોના ઇફેક્ટ-ગુજરાતના 4 મોટા શહેરોમાં 25મી સુધી ઐતિહાસિક લોકડાઉન….
Next articleઅખબારથી વાઇરસ ફેલાતો હોવાની વાતો વાહિયાત અને અફવા માત્ર છેઃ વિશ્વ આરોગ્ય સંસ્થા(WHO)