Home દેશ - NATIONAL ઉત્તરપ્રદેશ લખનઉની જેલમાંથી બહાર આવ્યા કેરલના પત્રકાર, 28 મહિનાથી જેલમાં બંધ હતા

લખનઉની જેલમાંથી બહાર આવ્યા કેરલના પત્રકાર, 28 મહિનાથી જેલમાં બંધ હતા

60
0

લગભગ 28 મહિના બાદ જેલમાં બંધ કેરલના પત્રકાર સિદ્દીકી કપ્પન ગુરુવારે જેલમાંથી બહાર આવ્યા છે. કેરલના પત્રકાર સિદ્દીકી કપ્પનને જામીન માટે કોર્ટમાં શ્યોરિટી રજૂ કરવા માટે એક દિવસ આપ્યા બાદ ગુરુવારે જેલમાંથી છુટા કરવામાં આવ્યા છે. એક અધિકારીએ જણાવ્યું છે કે, સિદ્દીકી કપ્પન અને ત્રણ અન્યને ઓક્ટોબર 2020માં ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે તેઓ હાથરસ જઈ રહ્યા હતા. જ્યાં એક દલિત મહિલાની કથિત રીતે બળાત્કાર બાદ મોત થઈ ગયું હતું.

હકીકતમાં જોઈએ તો, કેરલના પત્રખાર સિદ્દીકી કપ્પન જામીન પર જેલમાંથી બહાર આવ્યા છે. કપ્પન આજે સવારે લગભગ 9.15 મીનિટ પર જેલમાંથી બહાર આવ્યા છે. જેલમાંથી બહાર આવતા કપ્પન કહ્યું કે, હું 28 મહિના બાદ જેલમાંથી બહાર આવ્યો છું. મને સપોર્ટ કરનારા મીડિયાનો આભાર વ્યક્ત કરુ છું. મારા પર ખોટા આરોપ લગાવામાં આવ્યો છે, હું બહાર આવીને ખુશ છું. કપ્પનની જામીન સંબંધી બે બંધ પત્ર બુધવારે લખનઉની કોર્ટમાં જમા કરી દેવામાં આવ્યું છે, જેનાથી તેમને જેલમાંથી છુટકારો મળ્યો છે. મંગળવારે વિશેષ કોર્ટમાં જજ નહીં હોવાના કારણે એક એક લાખના બે બંધ પત્ર જમા કરી શક્યા નહોતા.

GNSNEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleબોમ્બે હાઈકોર્ટમાં કાયદામંત્રી કિરેન રિજિજૂ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ વિરુદ્ધ અરજી!
Next articleકર્ણાટકના બેંગલુરુમાં એક વ્યક્તિએ તેના સાથીદાર પર હુમલો કર્યો, કારણ નજીવી બાબત જેવું!