Home દેશ - NATIONAL રાજસ્થાનમાં માતા-પિતાએ સરકારી નોકરી માટે 5 મહિનાની પુત્રીનો જીવ લઇ લીધો, પોલીસે...

રાજસ્થાનમાં માતા-પિતાએ સરકારી નોકરી માટે 5 મહિનાની પુત્રીનો જીવ લઇ લીધો, પોલીસે દંપત્તિની ધરપકડ કરી

70
0

રાજસ્થાન સરકારમાં કામ કરતા એક વ્યક્તિએ પોતાની 5 મહિનાની પુત્રીને નહેરમાં ફેંકી દીધી. પોલીસના જણાવ્યાં મુજબ કર્મચારીએ પોતાની પુત્રીને ઈન્દિરા ગાંધી નહેરમાં એટલા માટે ફેંકી દીધી કારણ કે સ્થાયી નોકરી મેળવવા માટે કોઈ મુશ્કેલી ન નડે. આ અપરાધમાં તેની પત્નીએ પણ તેના પતિને સાથ આપ્યો. આ ઘટના બીકાનેર જિલ્લાના છતરગઢ પોલીસ મથકની છે. રવિવારની સાંજે દંપત્તિએ પુત્રીને નહેરમાં ફેંકી દીધી હતી. બીકાનેર એસપી યોગેશ યાદવે કહ્યું કે દીકરીની હત્યાના આરોપમાં દંપત્તિની આજે ધરપકડ કરાઈ છે.

વ્યક્તિએ પત્ની સાથે કરાર પર સરકારી નોકરી મેળવવા માટે આ પગલું ભર્યું હતું. પોલીસના જણાવ્યાં મુજબ 36 વર્ષના ઝવરલાલ મેઘવાલ હાલ એક હંગામી કર્મચારી છે અને સ્થાયી સેવા મેળવવા માટે પ્રયત્નશીલ છે. દંપત્તિને પહેલેથી બે બાળકો હતા. ત્રીજા બાળકના જન્મ સાથે જ વ્યક્તિ રાજ્ય સરકારની બે બાળકોની નીતિના કારણે સ્થાયી નોકરી અંગે આશંકિત થઈ ગયો હતો. જેના કારણે તેણે તેની પત્ની સાથે મળીને આ પગલું ભર્યું અને બાળકીને નહેરમાં ફેંકી દીધી. બીકાનેર પોલીસ અધીક્ષક યોગેશ યાદવે કહ્યું કે દંપત્તિની પુત્રીની હત્યાના આરોપમાં સોમવારે ધરપકડ કરવામાં આવી. તેમણે જણાવ્યું કે ઝવરલાલ મેઘવાલ અને તેમની પત્ની ગીતા દેવી વિરુદ્ધ છતરગઢ પોલીસ મથકમાં આઈપીસીની કલમ 302 અને 120બી હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસ્પાઈસજેટની ફ્લાઈટના એક મુસાફરે બેફામ અને અયોગ્ય વર્તન કર્યું, તેને પ્લેનમાંથી ઉતારી દીધો
Next articleસોશિયલ મીડિયામાં વાઈરલ વિડીયોમાં ઝૂલા પર ઝૂલતા લોકોનો અચાનક પોતાનો જીવ મુકાયો જોખમમાં..