Home દેશ - NATIONAL ઉત્તરપ્રદેશ બિહારના છાપરામાં સગીરાનું અપહરણ કરી ચાર આરોપીઓએ ગેંગરેપ કર્યો, એકની ધરપકડ

બિહારના છાપરામાં સગીરાનું અપહરણ કરી ચાર આરોપીઓએ ગેંગરેપ કર્યો, એકની ધરપકડ

66
0

બિહારમાં સગીરા સાથે ગેંગરેપનો મામલો સામે આવ્યો છે. છોકરીની સાથે ગામના જ ચાર છોકરાઓએ ગેંગરેપની ઘટનાને અંજામ આપ્યો અને સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ કર્યો હતો. આ ઘટના 28 જાન્યુઆરીએ ત્યારે બની જ્યારે પીડિતા સરસ્વતી પૂજા કરીને પરત ફરી રહી હતી. આ ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપીએ યુવતીને જાનથી મારી નાખવાની અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને ચૂપ કરી દીધી હતી, પરંતુ આ વીડિયો વાયરલ થયો હતો. ત્યારબાદ મામલો લોકોના ધ્યાને આવ્યો હતો.

આ મામલો પ્રકાશમાં આવતાં જ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી અને એક આરોપીની ધરપકડ કરી હતી. ઘટના કોપા પોલીસ સ્ટેશન વિસ્તારની છે. સગીર છોકરીને બુધવારે સદર હોસ્પિટલમાં લાવવામાં આવી હતી અને તબીબી તપાસ પણ કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, 28 જાન્યુઆરીના રોજ છોકરી સરસ્વતી પૂજાનો સાંસ્કૃતિક કાર્યક્રમ જોવા માટે ઘરેથી નીકળી હતી અને ત્યાંથી પરત ફરતી વખતે આરોપીએ એક નિર્જન જગ્યા પાસે બાળકીનું અપહરણ કર્યું હતું.

સગીરાને ઘરની બાજુના ખેતરમાં લઈ જઈને ગામના 4 યુવકોએ તેના પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. પોલીસે સમહૌતા ચંદા ટોલા ગામના એક આરોપી રવિન્દર યાદવની ધરપકડ કરી છે, જ્યારે અન્ય ત્રણ આરોપી સમહૌતા ગામમાંથી હોવાનું જણાવાયું છે. પોલીસે તેની ધરપકડ કરવા માટે દરોડા પાડી રહ્યા છે. એસપી ગૌરવ મંગલાએ જણાવ્યુ હતુ કે, ‘પોલીસે આ મામલાને ગંભીરતાથી લીધો છે અને ટૂંક સમયમાં તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવશે.

આરોપીઓની ઓળખ થઈ ગઈ છે અને આરોપીઓ એક જ ગામના રહેવાસી છે. એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને જે મોબાઈલમાંથી વીડિયો શૂટ કરવામાં આવ્યો છે તેની પણ શોધ કરવામાં આવી રહી છે. આ પહેલાં પણ છપરામાં આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો, જ્યારે દહીંવા વિસ્તારમાં બે યુવકોએ સગીર યુવતી પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. જેમાં એક આરોપી હજુ ફરાર છે.’

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકર્ણાટકના બેંગલુરુમાં એક વ્યક્તિએ તેના સાથીદાર પર હુમલો કર્યો, કારણ નજીવી બાબત જેવું!
Next articleશ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત દૈનિક 11 હજાર બાંધકામ શ્રમિકો માત્ર ₹5માં ભોજન મેળવે છે