Home દેશ - NATIONAL જમ્મુ કાશ્મીરમાં સિધરામાં ટ્રકમાં છુપાયેલા 3 આતંકીઓને જવાનોએ ઠાર કર્યા

જમ્મુ કાશ્મીરમાં સિધરામાં ટ્રકમાં છુપાયેલા 3 આતંકીઓને જવાનોએ ઠાર કર્યા

49
0

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓએ ફરી એકવાર તેમના નાપાક ષડયંત્રને અંજામ આપવાની હિંમત કરી છે. જમ્મુના સિધરા વિસ્તારમાં આતંકવાદીઓએ હુમલો કર્યો છે, જેનો ભારતીય સેનાના જવાનો જડબાતોડ જવાબ આપી રહ્યા છે. જમ્મુના સિધરા વિસ્તારમાં બંને તરફથી ગોળીબાર ચાલુ છે અને માનવામાં આવી રહ્યું છે કે બેથી ત્રણ આતંકીઓ હોઈ શકે છે. 20 ડિસેમ્બરે જમ્મુ અને કાશ્મીરના શોપિયાં જિલ્લામાં સુરક્ષા દળોએ લશ્કર-એ-તૈયબાના ત્રણ આતંકવાદીઓને એન્કાઉન્ટરમાં ઠાર કર્યા હતા. કાશ્મીર ઝોનના અધિક પોલીસ મહાનિર્દેશક વિજય કુમારે જણાવ્યું હતું કે ત્રણ આતંકવાદીઓમાંથી બેની ઓળખ થઈ ગઈ છે અને તેઓ નાગરિકોની હત્યામાં સામેલ હતા.

આતંકવાદીઓમાંથી એકની ઓળખ લતીફ લોન તરીકે થઈ છે, જે કથિત રીતે કાશ્મીરી પંડિત પૂરણ કૃષ્ણ ભટ્ટની હત્યામાં સામેલ હતો. બીજી તરફ, અન્ય આતંકવાદીની ઓળખ ઉમર નઝીર તરીકે થઈ છે, જે કથિત રીતે નેપાળના તિલ બહાદુર થાપાની હત્યામાં સામેલ હતો. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આતંકવાદીઓની હાજરીની બાતમી મળ્યા પછી, સુરક્ષા દળોએ શોપિયાના ઝૈનપુરા વિસ્તારના મુંઝ માર્ગમાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું, જે બાદમાં એન્કાઉન્ટરમાં ફેરવાઈ ગયું. પોલીસ પ્રવક્તાએ કહ્યું કે, એન્કાઉન્ટરમાં લશ્કર-એ-તૈયબાના ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા. સ્થળ પરથી એક AK47 રાઈફલ અને બે પિસ્તોલ મળી આવી હતી.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકેન્દ્રના “ખ્રિસ્તી કે ઈસ્લામ ધર્મ અપનાવનારાઓને કેમ ન મળ્યો SCનો દરજ્જો?..”ના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો
Next articleTTPએ પાકિસ્તાનમાં મચાવી તબાહી, ઈસ્લામાબાદની કિલ્લેબંધીની તૈયારી, અમેરિકા-સાઉદીમાં ડર