Home મધ્ય ગુજરાત અમદાવાદ છેલ્લા એક વર્ષમાં રાજ્યમાં HMPV વાયરસના નોંધાયેલ કુલ 10 કેસમાંથી એક પણ...

છેલ્લા એક વર્ષમાં રાજ્યમાં HMPV વાયરસના નોંધાયેલ કુલ 10 કેસમાંથી એક પણ દર્દીનું મૃત્યુ થયુ નથી :- આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ

44
0

રાજ્ય સરકારના પ્રો-એક્ટિવ પગલાઓના પરિણામે લોકોને  આ વાયરસથી સંક્રમિત થતા બચાવી શકાયા

(જી.એન.એસ) તા. 26

ગાંધીનગર,

આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લા એક વર્ષમાં હ્યુમન મેટાન્યુમોવાઈરસ (HMPV)ના નોંધાયેલ કેસમાં એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી.

HMPV ના છેલ્લા એક વર્ષમાં ૧૦ કેસ નોંધાયા હતા. આ વાયરસને ફેલાતો અટકાવવા સરકાર દ્વારા સમયાંતરે ગાઈડ લાઈન જાહેર કરવામાં આવી હતી. આ ઉપરાંત તમામ હોસ્પિટલોમાં બેડ, ઓક્સીજન, પી.પી.ઈ. કીટ, N-95 માસ્ક, ડ્રગ્સ અને લોજીસ્ટીક પૂરતા પ્રમાણમાં તેમજ વેન્ટીલેટર, PSA (PRESSURE SWING ADSORPTION) પ્લાન્ટ ફન્કશનલ કરાયા છે.

સરકાર દ્વારા આ રોગને અટકાવવા માટે વિવિધ પગલાં લેવામાં આવ્યા છે જેમાં, HMPV રોગ ન ફેલાય તે માટે ILI (INFLUENZA LIKE ILLNESS) / SARI (SEVERE ACUTE RESPIRATORY INFECTION)ના કેસોની સઘન સર્વેલન્સની કામગીરી કરવામાં આવી છે. વિડીયો કોન્ફરન્સના માધ્યમથી તમામ કર્મીઓને (HMPV) રોગ અટકાયતી અને નિયંત્રણની કામગીરી બાબતે માર્ગદર્શન અપાયું.

આ ઉપરાંત મંત્રી શ્રી પટેલે કહ્યું કે, (HMPV) થી બચવા માટે શું કરવું અને શું ન કરવું તે અંગે પ્રચાર પ્રસાર કરાય છે રાજ્યની તમામ જિલ્લા હોસ્પિટલ અને મેડીકલ કોલેજને (HMPV)ના શંકાસ્પદ લક્ષણો ધરાવતા વ્યક્તિઓનું કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ ટેસ્ટીંગ કરાય છે. સરકાર દ્વારા વખતો-વખત જાહેર કરવામાં આવતી માર્ગદર્શિકા અનુસાર નિયંત્રણના પગલાં અને સારવાર વ્યવસ્થા સુનિશ્વિત કરાય છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field