Home દેશ - NATIONAL Zerodhaને AMC માટે SEBI નું લાઇસન્સ મળ્યું, મ્યુચ્યુઅલ ફંડ લોન્ચ કરવાની મંજુરી...

Zerodhaને AMC માટે SEBI નું લાઇસન્સ મળ્યું, મ્યુચ્યુઅલ ફંડ લોન્ચ કરવાની મંજુરી મળી

24
0

(GNS),12

દેશની સૌથી મોટી બ્રોકરેજ ફર્મ્સમાંની એક ઝેરોધા(Zerodha)ને AMC માટે સેબી(SEBI) તરફથી લાઇસન્સ મળ્યું છે. આ સાથે જ કંપનીને મ્યુચ્યુઅલ ફંડ(mutual fund) લોન્ચ કરવાની લીલી ઝંડી મળી ગઈ છે. કંપનીએ તેની કમાન વિશાલ જૈનને સોંપી છે. ઝેરોધાના ફાઉન્ડર અને સીઈઓ નીતિન કામતે (Zerodha founder and CEO Nitin Kamat)ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. તે એસેટ મેનેજમેન્ટ કંપની ઝેરોધા બ્રોકિંગ લિમિટેડ અને વેલ્થ મેનેજમેન્ટ કંપની(Zerodha Broking Ltd and wealth management company) સ્મોલકેસ વચ્ચેનું સંયુક્ત સાહસ છે. કામતે કહ્યું કે તેમનું લક્ષ્ય 100 લાખ રોકાણકારોને પોતાની સાથે જોડવાનું છે. આ બિઝનેસમાં કંપની મુકેશ અંબાણી(Mukseh Ambani)ને ટક્કર આપશે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે(Reliance) તાજેતરમાં જ તેના નાણાકીય કારોબારને ડીમર્જ કર્યું છે અને તે જિયો ફાઇનાન્સિયલ સર્વિસીસ(Jio Financial Services) નામ હેઠળ તેની listingની તૈયારી કરી રહી છે.

ઝેરોધાના ફાઉન્ડર નીતિન કામતે ટ્વીટ કરીને કહ્યું, ‘અમને ઝેરોધા AMC માટે અંતિમ મંજૂરી મળી ગઈ છે. અમે સ્મોલકેપ સાથે ભાગીદારી કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે મ્યુચ્યુઅલ ફંડ શરૂ કરવાની અમારી પ્રેરણા બે ગણી હતી. ભારતીય બજારમાં છીછરી ભાગીદારી એ સૌથી મોટો પડકાર અને તક છે. ત્રણ વર્ષ પછી પણ અમારી પાસે છથી આઠ કરોડ અનન્ય મ્યુચ્યુઅલ અને ઇક્વિટી રોકાણકારો છે. બીજો પડકાર એ છે કે જો આપણે આગામી 10 મિલિયન રોકાણકારોને લાવવાના હોય, તો તેમને એવા ઉત્પાદનોની જરૂર છે જે તેઓ સરળતાથી સમજી શકે. મ્યુચ્યુઅલ ફંડ આ માટે સૌથી યોગ્ય સાધન છે. અમે સરળ ફંડ અને ETF બનાવવા માંગીએ છીએ જે તમામ રોકાણકારો સમજી શકે. કામતે કહ્યું કે વિશાલ જૈન AMCના CEO હશે. અગાઉ સેબીએ હેલિયોસ કેપિટલને મ્યુચ્યુઅલ ફંડ બિઝનેસ શરૂ કરવા માટે લાયસન્સ પણ આપ્યું હતું. કંપનીના મુખ્ય સ્થાપક સમીર અરોરાએ આ માહિતી આપી હતી.

Helios Capital Management Pvt Ltd એ મ્યુચ્યુઅલ ફંડ બિઝનેસ લાઇસન્સ મેળવવા માટે ફેબ્રુઆરી, 2021માં સેબીને અરજી કરી હતી. હેલિયોસ કેપિટલના ફંડ મેનેજર અરોરાએ ટ્વીટ કર્યું કે સેબીએ હેલિયોસ મ્યુચ્યુઅલ ફંડને મંજૂરી આપી છે. આ નવા સાહસની સફળતા માટે અમને તમારા સમર્થનની જરૂર છે. 20 વર્ષ પહેલા એલાયન્સ કેપિટલ છોડ્યા બાદ અરોરા ફરી એકવાર મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં પરત ફરી રહ્યા છે. તેઓ એલાયન્સ કેપિટલના ઈન્ડિયા મ્યુચ્યુઅલ ફંડ બિઝનેસના ચીફ ઈન્વેસ્ટમેન્ટ ઓફિસર હતા. હેલિયોસ કેપિટલને મ્યુચ્યુઅલ ફંડ બિઝનેસ માટે સપ્ટેમ્બર 2022માં સેબી તરફથી સૈદ્ધાંતિક મંજૂરી મળી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleબાબા રામદેવની કંપનીનો નફો 64% ઘટ્યો, ડિવિડન્ડની જાહેરાત કરાઈ
Next articleમાત્ર 1 દિવસમાં 3 ફિલ્મોના 75 કરોડનું કલેક્શન થતા બોક્સઓફિસ છલકાઈ ગઈ