Home દેશ - NATIONAL Yes Bankના શેરમાં સતત ચોથા દિવસે ઘટાડો જોવા મળ્યો

Yes Bankના શેરમાં સતત ચોથા દિવસે ઘટાડો જોવા મળ્યો

32
0

(જી.એન.એસ),તા.૨૧

મુંબઈ,

21 ફેબ્રુઆરીના રોજ બુધવારે યસ બેન્કના શેરના ભાવમાં અંદાજે 4 ટકાનો ઘટાડો થયો હતો. શેર છેલ્લા ચાર ટ્રેડિંગ સેશનથી ઘટી રહ્યા છે. યસ બેન્કના શેર 3.95 ટકાના ઘટાડા સાથે 25.55 રૂપિયાના સ્તર પર બંધ થયા હતા. આજે યસ બેન્કના લગભગ 40 કરોડ ઈક્વિટી શેરનું ટ્રેડિંગ થયું હતું, જ્યારે તેનું એક અઠવાડિયાનું એવરેજ વોલ્યુમ 43 કરોડ હતું. યસ બેંકના શેરના ભાવ 9 ફેબ્રુઆરી, 2024ના રોજ 32.85રૂપિયાની 52 સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. તે ભાવથી અત્યાર સુધીના 8 ટ્રેડિંગ સેશનમાં યસ બેંકના શેરમાં અંદાજે 22 ટકાનો ઘટાડો નોંધાયો છે. ભાવમાં ઘટાડો થયો હોવા છતાં યસ બેંકના શેર છેલ્લા 3 મહિનામાં લગભગ 30 ટકા ઉપર છે.

15 ફેબ્રુઆરીએ વૈશ્વિક રોકાણ કંપની કાર્લાઈલ ગ્રૂપે ઓપન માર્કેટ ટ્રાન્ઝેક્શન દ્વારા યસ બેન્કમાં 1.3 ટકા હિસ્સો 1,057 કરોડ રૂપિયામાં વેચ્યો હતો. યુએસ સ્થિત કાર્લાઈલ ગ્રૂપની પેટાકંપની સીએ બાસ્ક ઈન્વેસ્ટમેન્ટ્સે BSE પર યસ બેન્કના 39 કરોડ શેર વેચ્યા હતા. યસ બેંકમાં કાર્લાઈલ ગ્રુપનો હિસ્સો 6.43% થી ઘટીને 5.08% થયો છે. મોર્ગન સ્ટેનલી એશિયા સિંગાપોર Pte એ તે જ દિવસે બલ્ક ડીલ દ્વારા યસ બેંકના 30 કરોડ શેર 830 કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા, જે કુલ ઈક્વિટીના 1.06 ટકા જેટલા હતા. ટ્રાન્ઝેક્શન 27.1 રૂપિયા પ્રતિ શેરના ભાવે થયું હતું. યસ બેન્કે ડિસેમ્બર 2023 ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં 231 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો, જે એક વર્ષ પહેલા 51.5 કરોડ રૂપિયા હતો. બેંકની ચોખ્ખી વ્યાજ આવક નાણાકીય વર્ષના ત્રીજા ક્વાટરમાં વાર્ષિક ધોરણે 2.3 ટકા વધીને 2,016.8 કરોડ રૂપિયા છે. ગ્રોસ નોન-પર્ફોર્મિંગ એસેટ્સ 2 ટકા પર સ્થિર રહી, જ્યારે નેટ એનપીએ 0.9 ટકા પર સુધરી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleખેડૂતોના આંદોલનની અસર વેપાર-ધંધા પર પડી, ૩૦૦ કરોડનું નુકશાન થયું
Next articleડ્રોન બનાવતી કંપનીને ભારતીય રક્ષા મંત્રાલયે મોટો ઓર્ડર આપતા શેરનો ભાવ 826.10 રૂપિયાના સ્તર પહોંચ્યા