Home રમત-ગમત Sports WPL 2024માં યુપી વોરિયર્સની બીજી જીત, ગુજરાતને 6 વિકેટે હરાવ્યું

WPL 2024માં યુપી વોરિયર્સની બીજી જીત, ગુજરાતને 6 વિકેટે હરાવ્યું

37
0

(જી.એન.એસ),તા.02

મુંબઈ,

યુપી વોરિયર્સની ટીમે ગુજરાત જાયન્ટ્સને હરાવ્યું છે. એલિસા હીલીની કપ્તાનીમાં યુપી વોરિયર્સની આ સતત બીજી જીત છે. જ્યારે બીજી તરફ ગુજરાત જાયન્ટ્સની આ સતત ત્રીજી હાર છે. યુપી વોરિયર્સને જીતવા માટે 143 રનનો ટાર્ગેટ હતો, તેમણે 15.4 ઓવરમાં ટાર્ગેટ હાંસલ કરી મેચ જીટી લીધી હતી. યુપી તરફથી ગ્રેસ હેરિસે સૌથી વધુ 60 રન બનાવ્યા હતા. ગ્રેસ હેરિસે 33 બોલમાં 9 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી દમદાર 60 રન ફટકાર્યા હતા.

યુપી વોરિયર્સની સોફી એક્લેસ્ટોને સૌથી વધુ 3 વિકેટ લીધી હતી અને યુપી વોરિયર્સની જીતમાં મહત્વનું યોગદાન આપ્યું છે. યુપી વોરિયર્સની જીત પછી પોઈન્ટ ટેબલ વધુ જ રોમાંચક બની ગયું છે. દિલ્હી કેપિટલ્સ પોઈન્ટ ટેબલઆમ ટોપ પર છે, જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર બીજા અને યુપી વોરિયર્સ ત્રીજા સ્થાને પહોંચી ગયું છે, જ્યારે ગત વર્ષની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સની ટીમ ચોથા સ્થાને પહોંચી ગઈ છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવડાપ્રધાન મોદીએ બિહારને 34800 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ આપી
Next articleજૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં દેશ અને રાજ્યભરમાંથી પધારતા ભાવિકોને પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓ સાથે ન લાવવા જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રનો અનુરોધ