રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૮.૦૧.૨૦૨૨ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૭૨૭૬.૯૪ સામે ૫૭૭૯૫.૧૧ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૭૧૧૯.૫૮ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૯૬૫.૦૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૭૬.૭૧ પોઈન્ટના ઘટાડા સાથે ૫૭૨૦૦.૨૩ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૧૪૯.૫૫ સામે ૧૭૨૦૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૭૦૯૫.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૦૦.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૬.૧૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૭૧૩૩.૪૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત પ્રત્યાઘાતી ઉછાળા સાથે થઈ હતી, પરંતુ યુ.એસ.ફેડરલ રિઝર્વ દ્વારા બે દિવસીય મીટિંગના અંતે ૪૦ વર્ષની ઊંચી સપાટીએ પ્રવર્તિ રહેલા ફુગાવા-મોંઘવારીના આંકને લઈ ફરી ચિંતા વ્યકત કરીને ચાલુ વર્ષમાં ટૂંક સમયમાં જ માર્ચમાં વ્યાજ દરમાં ૦.૨૫%નો વધારો કરવામાં આવશે એવા અપાયેલા સંકેત અને ક્રુડ ઓઈલમાં તેજીની આગ વધુ ભભૂકી ઊઠી બ્રેન્ટ ૯૦ ડોલરની સપાટી કુદાવી જતાં વૈશ્વિક બજારોમાં સાવચેતી વચ્ચે ભારતીય શેરબજારમાં પણ આજે બે તરફી અફડાતફડીના અંતે ઘટાડો નોંધાયો હતો. આઈટી – સોફટવેર સર્વિસિઝ, ટેકનોલોજી કંપનીઓના શેરોમાં સતત ફંડોના ઓફલોડિંગ બાદ આજે બેંકિંગ-ફાઈનાન્સ, ઓટો અને કેપિટલ ગુડ્સ શેરોમાં હેમરીંગે બીએસઇ સેન્સેક્સ આરંભમાંનો તમામ ઉછાળો ભૂસીને ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.
અમેરિકન ફેડરલ રિઝર્વે માર્ચમાં વ્યાજ દર વધારવાના સંકેત આપ્યા હતા તથા બોન્ડ બાઈંગ કાર્યક્રમનો પણ જલદીથી અંત લાવવાના નિર્ણયને દોહરાવ્યો હતો. અમેરિકામાં ફુગાવો ચાલીસ વર્ષની ઊંચી સપાટીએ છે ત્યારે વ્યાજ દર વધારવાનું આવશ્યક બની જાય છે. કોરોના સામેથી અર્થતંત્રને બચાવવા ફેડરલ રિઝર્વે ૨૦૨૦માં જાહેર કરેલી હળવી નાણાં નીતિનો આ સાથે અંત આવશે. માર્ચમાં વ્યાજ દરમાં સૂચિત વધારો ત્રણ વર્ષમાં પહેલી વખત જોવા મળશે. હાલમાં ફુગાવો બે ટકાની ઉપર છે અને લેબર માર્કેટ પણ મજબૂત છે ત્યારે વ્યાજ દરને ટૂંકમાં ફેડરલના ટાર્ગેટ રેન્જ સુધી વધારવાનું યોગ્ય છે એમ કમિટિ માની રહી છે. ૧૫-૧૬ માર્ચના મળનારી કમિટિની હવે પછીની બેઠકમાં વ્યાજ દરમાં વધારો જાહેર થવાની રોકાણકારો અપેક્ષા રાખી રહ્યા છે.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૦૨% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૦૭% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર બેન્કેક્સ, ઓટો, ફાઈનાન્સ, કેપિટલ ગુડ્સ અને કંઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૫૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૪૧૭ અને વધનારની સંખ્યા ૧૯૪૭ રહી હતી, ૯૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૮૩ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૭૨ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા….
મિત્રો, નિફટી ૫૦૦ ઈન્ડેકસ કંપનીના સ્ટોકસમાં વિદેશી રોકાણકારોનું હોલ્ડિંગ્સ ડિસેમ્બર ત્રિમાસિકમાં ઘટીને ૬ ત્રિમાસિકની નીચી સપાટીએ રહ્યું હતું. ડિસેમ્બર ત્રિમાસિક દરમિયાન વિદેશી રોકાણકારોએ ભારતીય ઈક્વિટીઝમાંથી પાંચ અબજ ડોલરનું રોકાણ પાછું ખેંચ્યું હતું. નિફટી ૫૦૦ ઈન્ડેકસ કંપનીમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોનું હોલ્ડિંગ્સ સપ્ટેમ્બર ત્રિમાસિકમાં જે ૨૧.૫૦% હતું તે ડિસેમ્બર ત્રિમાસિકમાં ઘટી ૨૦.૯૦% રહ્યું હોવાનું એક રિસર્ચ રિપોર્ટમાં જણાવાયું હતું. વિશ્વના અન્ય બજારોની સરખામણીએ ભારતીય ઈક્વિટીઝના મૂલ્યાંકનો ઊંચા હોવાની ચિંતા વચ્ચે એફપીઆઈના હોલ્ડિંગ્સમાં સતત ચોથા ત્રિમાસિકમાં ઘટાડો થયો છે. ભારતમાં માલ વેચીને વિદેશી રોકાણકારો અન્ય બજારોમાં સારી તકનો લાભ લઈ રહ્યા છે. વિદેશી રોકાણકારોનું વધુ પડતું વેચાણ નાણાંકીય સેવા ક્ષેત્રની કંપનીમાં જોવા મળ્યું છે. નાણાંકીય સેવા ક્ષેત્રમાં એફપીઆઈનું હોલ્ડિંગ્સ ડિસેમ્બર ત્રિમાસિકમાં ઘટી ૨૦ ત્રિમાસિક ગાળાની નીચી સપાટીએ રહ્યું છે.
બે વર્ષ અગાઉ ડિસેમ્બર ત્રિમાસિકમાં નાણાંકીય સેવા ક્ષેત્રમાં હોલ્ડિંગ્સ જે ૪૫.૨૦% હતું તે ઘટી ૩૫% પર આવી ગયું છે. નાણાંકીય સેવા કંપનીઓ ઉપરાંત, વિદેશી રોકાણકારોએ ટેલિકોમ, આઈટી, રિટેલ, સિમેન્ટ ક્ષેત્રની કંપનીઓમાં પણ પોતાના હિસ્સાનો ઘટાડો કર્યો હોવાનું રિપોર્ટમાં જણાવાયું છે. ડિસેમ્બર ત્રિમાસિકમાં એક તરફ એફઆઈઆઈની વેચવાલી રહી હતી જ્યારે ઘરેલું રોકાણકારોએ આઠ અબજ ડોલરની ખરીદી કરી હતી. આને કારણે ઘરેલું સંસ્થાકીય રોકાણકારોનું નિફટી ૫૦૦ કંપનીમાં હોલ્ડિંગસ વધીને ૧૪% આવી ગયું છે. આ સાથે આગામી સપ્તાહમાં ડિસેમ્બર ૨૦૨૧ના અંતના ત્રીજા ત્રિમાસિકના કોર્પોરેટ પરિણામોની અને કેન્દ્રિય બજેટ પર ભારતીય શેરબજારની નજર રહેશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.