Home વ્યાપાર જગત - BUSINESS ભારતીય શેરબજારમાં ફંડોની દરેક ઉછાળે અપેક્ષિત નફારૂપી વેચવાલી યથાવત્…!!

ભારતીય શેરબજારમાં ફંડોની દરેક ઉછાળે અપેક્ષિત નફારૂપી વેચવાલી યથાવત્…!!

50
0

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૯.૦૧.૨૦૨૨ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૬૦૭૫૪.૮૬ સામે ૬૦૮૪૫.૫૯ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૯૯૪૯.૨૨ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૯૨૦.૯૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૬૫૬.૦૪ પોઈન્ટના ઘટાડા સાથે ૬૦૦૯૮.૮૨ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૮૧૨૪.૩૫ સામે ૧૮૦૯૪.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૭૯૦૬.૫૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૦૩.૪૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૪૮.૮૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૭૯૭૫.૫૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત સાવચેતીએ થઈ હતી. કોરોના – ઓમિક્રોન સંક્રમણમાં એક તરફ દેશના મહાનગરો મુંબઈ, દિલ્હી સહિતમાં કેસોમાં ઘટાડો થવા સામે દેશના અન્ય ભાગોમાં કેસો ઝડપી વધી રહ્યાની ચિંતા અને કેન્દ્રિય બજેટની તૈયારી પૂર્વે વિવિધ નેગેટીવ અટકળો વચ્ચે આજે સતત બીજા દિવસે શેરોમાં કડાકો બોલાઈ ગયો હતો. યુટિલિટીઝ, પાવર, મેટલ, ઓઇલ એન્ડ ગેસ, ઓટો, કેપિટલ ગુડ્સ, એનર્જી અને ઈન્ડસ્ટ્રીયલ શેરોમાં સિલેક્ટિવ મજબૂતી જોવાઈ હતી. પરંતુ આઈટી – સોફટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરો સાથે એફએમસીજી, ફાઈનાન્સ, બેન્કેક્સ અને રિયલ્ટી શેરોમાં ફંડો, મહારથીઓ, ખેલંદાઓએ ઓલ રાઉન્ડ ઓફલોડિંગ કર્યું હતું.

આંતરરાષ્ટ્રીય મોરચે એક તરફ અમેરિકા અને યુરોપના અન્ય દેશો દ્વારા વ્યાજ દરમાં વધારો કરવાની અને ફુગાવાને અંકુશમાં લેવાની તજવીજ સામે ચાઈનાએ તેના અર્થતંત્રની પીછેહઠને લઈ વ્યાજ દરમાં ઘટાડો કરતાં વૈશ્વિક પરિસ્થિતિ કથળવાના અંદાજોએ વૈશ્વિક બજારોમાં એકંદર નરમાઈ રહી હતી. આઈટી-સોફટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં ઓવરબોટ પોઝિશન આજે મોટાપાયે હળવી થતાં અને કોર્પોરેટ ઈન્ડિયાના ત્રીજા ત્રિમાસિકની સીઝનની સારી શરૂઆતે ભારતીય શેરબજારમાં સતત તેજી જોવા મળી હતી, જો કે કોરોના – ઓમિક્રોન સંક્રમણમાં ઝડપી વધારો, ઉપરાંત અમેરિકામાં બોન્ડ યીલ્ડમાં વધારો અને ફંડોની ઉછાળે નફારૂપી વેચવાલી નોંધાતા આજે સતત બીજા દિવસે ભારતીય શેરબજાર નોંધપાત્ર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૩૪% ઘટીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૦૩% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર યુટિલિટીઝ, પાવર, મેટલ, ઓઇલ એન્ડ ગેસ, ઓટો, કેપિટલ ગુડ્સ, એનર્જી અને ઈન્ડસ્ટ્રીયલ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૯૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૯૧૭ અને વધનારની સંખ્યા ૧૪૯૪ રહી હતી, ૮૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૩૩૮ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૩૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….

મિત્રો, સમાપ્ત થયેલા ૨૦૨૧ના કેલેન્ડર વર્ષમાં વ્યક્તિગત રોકાણકારોના ઈક્વિટી હોલ્ડિંગ્સનું મૂલ્ય ૬૦% જેટલું વધ્યું હોવાનું એક રિસર્ચ પેઢીના રિપોર્ટમાં જણાવાયું છે. કોઈ એક વર્ષમાં દેશના શેરબજારમાં રિટેલ રોકાણકારોનો જંગી ધસારો થયો હોય તેવું ૨૦૨૧માં પ્રથમ જ વખત જોવા મળ્યું છે. વ્યક્તિગત રોકાણકારોના ઈક્વિટી હોલ્ડિંગ્સનું મૂલ્ય રૂપિયા ૨૧ ટ્રિલિયન અથવા તો ૬૦% વધી રૂપિયા પ૫ ટ્રિલિયન રહ્યું હતું. ડિસેમ્બર ૨૦૨૦ના અંતે ઈક્વિટી હોલ્ડિંગ્સનું મૂલ્ય જે રૂ.૩૪.૫૦ ટ્રિલિનય હતું તે ડિસેમ્બર ૨૦૨૧ના અંતે વધી રૂ.૫૫.૪૦ ટ્રિલિયન પહોંચી ગયું હતું. ડીમેટ ખાતાની સંખ્યા પણ  આ ગાળામાં ૪.૯૦ કરોડથી વધી ૭.૯૭ કરોડ પર પહોંચી ગઈ હતી. ડીમેટ ખાતાની સંખ્યા એક વર્ષમાં ત્રણ કરોડ જેટલી વધી છે. ડીમેટ ખાતા દીઠ સરેરાશ હોલ્ડિંગ્સનો આંક જે ડિસેમ્બર ૨૦૨૦ના અંતે રૂ.૭,૦૩,૫૬૫ રહ્યો હતો તે ડિસેમ્બર ૨૦૨૧ના અંતે ૧% જેટલો ઘટી રૂ.૬,૯૪,૯૦૭ રહ્યો હતો. આમ ખાતા દીઠ સરેરાશ હોલ્ડિંગ્સમાં વિતેલા વર્ષમાં ઘટાડો થયો છે. 

બીએસઈમાં લિસ્ટેડ દરેક શેરોની મળીને માર્કેટ કેપ રૂપિયા ૭૮ ટ્રિલિયન વધીને ૨૦૨૧ના અંતે રૂ.૨૬૬ ટ્રિલિયન રહી હોવાનું પણ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. ઈક્વિટીઝ બજારમાં રિટેલ રોકાણકારોનો આ પ્રવાહ તેઓ ગોલ્ડ,રિઅલ એસ્ટેટ અથવા ઋણ સાધનમાંથી ઈક્વિટીઝ તરફ આકર્ષિત થઈ રહ્યાનું સૂચવે છે. સેકન્ડરી માર્કેટની તેજીને કારણે દેશના શેરબજારોમાં પ્રાઈમરી માર્કટ પણ હાલમાં ધમધમી રહી છે. પ્રાઈમરી માર્કેટ તરફ રોકાણકારોના આકર્ષણને કારણે ડીમેટ ખાતાની સંખ્યામાં જોરદાર વધારો જોવા મળ્યો છે. કોરોનાના કાળમાં દેશના પરિવારોએ આવકના એક નવા સાધન તરીકે પણ શેરબજારો તરફ નજર દોડાવી હોવાનો મત પ્રવર્તી રહ્યો છે. આ સાથે આગામી દિવસોમાં કોર્પોરેટ પરિણામોની ડિસેમ્બર ૨૦૨૧ના અંતના ત્રીજા ત્રિમાસિકની સીઝન સાથે હવે કેન્દ્રિય બજેટની તૈયારી અને જોગવાઈ પર ભારતીય શેરબજારની નજર રહેશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅમેરિકન બોન્ડ યીલ્ડમાં વૃદ્ધિને પગલે ભારતીય શેરબજારમાં ફંડોની ઉછાળે નફારૂપી વેચવાલી…!!
Next articleભારતીય શેરબજારમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની આગેવાની હેઠળ નીચા મથાળેથી પ્રત્યાઘાતી ઉછાળો..!!!
Nikhil Bhatt is a SEBI registered individual Research Analyst under the SEBI (Research Analysts) Regulations, 2014 is an entrepreneur, global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.