Home વ્યાપાર જગત - BUSINESS ભારતીય શેરબજારમાં દરેક ઉછાળે સાવચેતી વચ્ચે ફંડોની અપેક્ષિત નફારૂપી વેચવાલી…!!

ભારતીય શેરબજારમાં દરેક ઉછાળે સાવચેતી વચ્ચે ફંડોની અપેક્ષિત નફારૂપી વેચવાલી…!!

99
0

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૩.૦૨.૨૦૨૨ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૯૫૫૮.૩૩ સામે ૫૯૫૨૮.૧૬ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૮૬૫૩.૯૪ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૯૦૩.૯૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૭૭૦.૩૧ પોઈન્ટના ઘટાડા સાથે ૫૮૭૮૮.૦૨ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૭૯૫.૯૦ સામે ૧૭૭૮૦.૦૫ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૭૫૦૦.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૮૪.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૮૮.૯૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૭૫૦૭.૦૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

વિશ્વભરમાં ફુગાવા – મોંઘવારીની વિકરાળ બનતી જતી સમસ્યા અને એના પરિણામે યુ.એસ.ફેડરલ રિઝર્વ દ્વારા આગામી મીટિંગમાં વ્યાજ દરમાં વધારો કરવામાં આવે એવી શકયતાની અટકળો અને યુક્રેન મામલે રશીયા અને અમેરિકા વચ્ચે ફરી યુદ્વના ભણકારાં સાથે વૈશ્વિક બજારોમાં સાવચેતી વચ્ચે ભારતીય શેરબજારમાં બજેટ બાદ સતત તેજીના અંતે આજે ઉછાળે નફારૂપી વેચવાલી જોવા મળી હતી. કોર્પોરેટ ઈન્ડિયાના ડિસેમ્બર ૨૦૨૧ના અંતના ત્રીજા ત્રિમાસિકના પરિણામોની એકંદર સારી થવા છતાં બિઝનેસ એક્વિટીવિટી ધીમી પડયાની ચિંતા અને કેન્દ્રિય બજેટ બાદ સતત શેરોમાં સિલેક્ટિવ તેજી કર્યા સામે ફ્રન્ટલાઈન શેરોમાં પ્રોફિટ બુકિંગ કરતાં અને આઇટી, ટેક, રિયલ્ટી, કેપિટલ ગુડ્સ અને એનર્જી શેરોમાં ભારે વેચવાલીએ ભારતીય શેરબજારમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો.

કોરોના – ઓમિક્રોનના સંક્રમણમાં દેશમાં મહાનગરો મુંબઈ, દિલ્હી સહિતમાં કેસોમાં ઝડપી ઘટાડા સામે પશ્ચિમ બંગાળ – કોલકતા, કેરળ, ગુજરાત સહિતના રાજયોમાં પરિસ્થિતિ વણસી રહી હોઈ અને વૈશ્વિક મોરચે પણ સંક્રમણ કૂદકે ને ભૂસકે વધી રહ્યો હોઈ આ જોખમી પરિબળ સાથે ક્રુડ ઓઈલના સતત વધતાં ભાવને લઈ ભારતમાં આર્થિક મોરચે મોટા પડકારના એંધાણે ફંડો, મહારથીઓએ આજે શેરોમાં ઈન્ડેક્સ બેઝડ વેચવાલી કરતાં ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું. વૈશ્વિક બજારોમાં સાવચેતી અને ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ સતત વધીને વર્ષ ૨૦૧૪ બાદની ઊંચી સપાટીએ પહોંચી જતાં કેન્દ્રિય બજેટમાં અનેક રાહતો છતાં આગામી દિવસોમાં ફરી ફુગાવા – મોંઘવારીની સમસ્યા વકરવાની શકયતા અને રાજયોની આવી રહેલી ચૂંટણીઓની સાથે કોરોના – ઓમિક્રોનના પરિણામે વૈશ્વિક અર્થતંત્ર પર માઠી અસર પડી રહી શેરોમાં ફંડોએ આજે હેમરીંગ કર્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૯૦% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૩૮% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ઓટો અને કંઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૩૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૬૫૩ અને વધનારની સંખ્યા ૧૭૦૪ રહી હતી, ૮૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૬૦ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪૬૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….

મિત્રો, રિઝર્વ બેંક દ્વારા ધીમે ધીમે બજારમાંથી નાણાકીય પ્રવાહિતા ઘટાડવાનું શરૂ કર્યું છે, ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા દેશના અર્થતંત્રમાં જંગી મૂડીરોકાણ માટે, ઉંચી નાણા ખાધ રાખી જંગી રકમ બજારમાંથી ઉપાડવાની બજેટ ૨૦૨૨-૨૩માં જાહેરાત કરી હોવાથી આગામી નાણાકીય વર્ષમાં વ્યાજના ડર વધશે એ નિશ્ચિત જણાઈ રહ્યું છે અને સરકારના ૧૦ વર્ષના બોન્ડના યીલ્ડ જુલાઈ ૨૦૧૯ પછીની સૌથી ઉંચી સપાટીએ પહોંચી ગયા છે એ તેનો પ્રથમ સંકેત છે. કેન્દ્ર સરકાર વર્ષ ૨૦૨૨-૨૩માં અંદાજીત રૂ.૧૧.૬૦ લાખ કરોડની રકમ ખર્ચ કરવા માટે બજારમાંથી ઉપાડશે. આ રકમ ૨૦૨૧-૨૨ના રૂ.૮.૭૫ લાખ કરોડ અને મહામારી પહેલા ૨૦૧૯-૨૦ના રૂ.૬.૨ લાખ કરોડથી પણ વધારે છે. બજારમાં આટલી મોટી માત્રમાં જયારે બોન્ડનો પુરવઠો આવે ત્યારે તેની ખરીદી કરનાર ચોક્કસ રીતે ઊંચું વ્યાજ માંગે તે સ્વાભાવિક છે એટલે બોન્ડના યીલ્ડ વધી રહ્યા છે.

ફેડરલ રિઝર્વ વ્યાજના દર વધારવાની શરૂઆત કરી રહ્યું છે અને મહામારીમાં આપેલી નાણા પ્રવાહિતા માર્ચ ૨૦૨૨ સુધીમાં પરત ખેચી લેવાનું છે. આ અસરથી અમેરિકામાં બોન્ડના યીલ્ડ વધશે અને ડોલરમાં ઊંચું વ્યાજ મળશે. વિશ્વમાં સૌથી સલામત ગણાતા ચલણ અને બોન્ડ બન્નેમાં વળતર વધે તો વૈશ્વિક નાણા પ્રવાહિતા ઉપર પણ અસર પડશે અને તેના કારણે ભારત જેવા દેશોમાં વિદેશી પોર્ટફોલિયો રોકાણ ઉપર પણ અસર પડશે. રીવર્સ રેપો રેટ બજારમાં પુષ્કળ નાણા પ્રવાહિતા ઓછી કરવા માટે રિઝર્વ બેંકનો સંકેત હશે. અત્યારે બેંકો પોતાની પાસે ફાજલ નાણા રિઝર્વ બેંકમાં જમા કરાવે તો તેના ઉપર જે વ્યાજ મળે તેને રીવર્સ રેપો કહેવાય અને તે ૩.૩૫% છે. એક અંદાજ મુજબ એપ્રિલ મહિનાની મીટીંગમાં રિઝર્વ બેંક રેપો રેટ ૦.૨૫% વધારશે અને પછી તેમાં બીજા બે વધારા આવશે એટલે વર્તમાન રેપો રેટ જે ૪% છે તે વધીને ૪.૭૫% થઇ જશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકેન્દ્રિય બજેટ બાદ ભારતીય શેરબજારમાં બેંકિંગ – ફાઈનાન્સ સેક્ટરની આગેવાની હેઠળ તેજી તરફી રૂખ…!!
Next articleઢબુડી મા ઉર્ફે ધનજી ઓેડ સામે લેન્ડ ગ્રેબીંગનો ગુનો દાખલ
Nikhil Bhatt is a SEBI registered individual Research Analyst under the SEBI (Research Analysts) Regulations, 2014 is an entrepreneur, global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.