Home દુનિયા - WORLD વિપુલ અમ્રુતલાલ શાહની ‘ધ કેરલા સ્ટોરી’ ટીઝર રિલીઝ કરી ખોલ્યું મોટું રહસ્ય

વિપુલ અમ્રુતલાલ શાહની ‘ધ કેરલા સ્ટોરી’ ટીઝર રિલીઝ કરી ખોલ્યું મોટું રહસ્ય

78
0

(જી.એન.એસ),તા.૨૩


મુંબઈ


દેશના વિવિધ રાજ્યોમાં ‘ઈતિહાસના પાનાઓ’માં છુપાયેલી કહાનીઓને બતાવવા માટે હિન્દી સિનેમામાં શરૂ કરાયેલા અભિયાનમાં ધ કશ્મીર ફાઇલ્સ પછી હવે કેરલનો ઇતિહાસ ખૂલી રહ્યો છે હવું આવનારી આ ફિલ્મ માં કેરલમાં હજારો દિકરીઓ દિવસેને દિવસે ગાયબ થઈ રહી છે અને છેલ્લા 12 વર્ષથી આ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. જેના પર આ ફિલ્મ બનાવવામાં આવી છે. અને એવું પણ માનવમાં આવે છે કે આ દેશના દક્ષિણમાં સ્થિત કેરળનું કનેક્શન આતંકવાદી સંગઠન ISIS સાથે જોડાયેલું છે. તાજેતરમાં વિદ્યુત જામવાલ સાથે ફિલ્મ ‘સનક’ બનાવી હતી જે OTT પર રિલીઝ થઈ હતી. આ સિવાય તેની વેબ સિરીઝ ‘હ્યુમન’ના પણ લોકોએ ખૂબ વખાણ કર્યા છે. વિપુલ અમૃતલાલ શાહની પત્ની શેફાલી શાહની ફિલ્મ ‘જલસા’ પણ ગયા અઠવાડિયે પ્રાઇમ વિડિયો પર રિલીઝ થઈ હતી. સિંઘ ઈઝ કિંગ,ફોર્સ અને કમાન્ડો જેવી ફિલ્મોથી પ્રખ્યાત થયેલા નિર્માતા વિપુલ અમૃત શાહે એવી ફિલ્મ બનાવવાની જાહેરાત કરી છે જેની કહાની સત્ય હકીકત છે. ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ની ફિલ્મ દેશના લોકો પર થયેલા અત્યાચારની કહાનીને એક અલગ દ્રષ્ટિકોણથી જોવાનો પ્રયાસ કર્યો છે. વિપુલ અમ્રુત શાહ દ્વારા કરવામાં આવેલી ધ કેરલા સ્ટોરી ફિલ્મ પણ દેશના થયેલા અત્યાચારની વાર્તા છે. ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’ની વધુ વિગતો હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. વિપુલ અમ્રુત શાહની ‘ધ કેરલા સ્ટોરી’ ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતુ, Teaserની શરૂઆત 2006 થી 2011 સુધી કેરળના મુખ્ય પ્રધાન રહેલા વીએસ અચ્યુતાનંદનના એક કથિત નિવેદનથી શરૂ થાય છે.જેમાં તેઓ કહેતા જોવા મળે છે, લોકપ્રિય મોરચો કેરળને ઇસ્લામિક રાજ્ય બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. પ્રતિબંધિત સંગઠન NDFની જેમ, તેઓ પણ આગામી 20 વર્ષમાં કેરળને મુસ્લિમ રાજ્યમાં રૂપાંતરિત કરવાનું ધ્યેય છે. એ પછી, ટીઝરમાં બતાવવામાં આવ્યું છે કે છેલ્લા 10 વર્ષમાં હજારો છોકરીઓને ISIS અને અન્ય ઇસ્લામિક યુદ્ધ ઝોનમાં તસ્કરી કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મ 32 હજાર છોકરીઓની કહાની પર આધારિત છે જે છેલ્લા 10 વર્ષથી મળી નથી અને આ સંખ્યા સતત વધી રહી છે. ફિલ્મના નિર્માતા વિપુલ અમૃત લાલ શાહ સુદીપ્તો સેન સાથે મળીને આ ફિલ્મનું નિર્માણ કરી રહ્યા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપાકિસ્તાનમાં પેશાવરમાં એરફોર્સનું પ્લેન ક્રેશ થયું, બંને પાયલોટના મોત
Next articleશહીદ ભગતસિંહનું પૈતૃક ઘર પાકિસ્તાનમાં હાજર છે