Home ગુજરાત VGGS 2024: વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 દરમિયાન 12 જાન્યુઆરી, 2024ના રોજ...

VGGS 2024: વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 દરમિયાન 12 જાન્યુઆરી, 2024ના રોજ ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે સર્ક્યુલર ઇકોનોમી પર સેમિનાર યોજાશે

12
0

ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, ભારત સરકારના આવાસ અને શહેરી બાબતોના માનનીય રાજ્ય કક્ષાના મંત્રી શ્રી કૌશલ કિશોર અને ભારતમાં નોર્વેના રાજદૂત મહામહિમ મે-એલિન સ્ટેનર સેમિનારમાં ઉપસ્થિત રહેશે

વર્લ્ડ બેંક ઇન્ડિયાના કન્ટ્રી ડાયરેક્ટર શ્રી ઓગસ્તે તાનો કૌમે અને નીતિ આયોગના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ સુશ્રી સોનિયા પંત સહિત અન્ય પ્રતિષ્ઠિત વક્તાઓ કાર્યક્રમમાં તેમના મૂલ્યવાન મંતવ્યો શેર કરશે

નીતિ આયોગ, NIUA, વર્લ્ડ બેંક, ILO, JICA ઇન્ડિયા, TERI, CEEW, ICLEI- સાઉથ એશિયા, ફિનલેન્ડ દૂતાવાસ અને એબેલો જેવી સંસ્થાઓના વિવિધ વક્તાઓ આ કાર્યક્રમમાં હિસ્સો લેશે

(જી.એન.એસ),તા.૦૩

ગાંધીનગર,

ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી આવાસ વિભાગના અગ્ર સચિવ શ્રી અશ્વિની કુમારે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 દરમિયાન 12 જાન્યુઆરી, 2024ના રોજ સવારે 10.00 થી 13.00 વાગ્યા સુધી ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે સેમિનાર હોલ 2 માં ‘ઓપોર્ચ્યુનિટીઝ થ્રુ સર્ક્યુલર ઇકોનોમી: રિસાયકલિંગ વેસ્ટવોટર એન્ડ વેસ્ટ ટુ એનર્જી’ વિષય પર એક સેમિનાર આયોજિત થશે.

શ્રી અશ્વિની કુમારે જણાવ્યું કે આ સેમિનાર વૈશ્વિક વિચારોનું આદાન-પ્રદાન કરવા, પ્રેક્ટિકલ સોલ્યુશન્સ પ્રદર્શિત કરવા અને હરિત ભવિષ્ય માટે સહયોગ વધારવા માટે એક મહત્વપૂર્ણ મંચ સાબિત થશે, જે માનનીય વડાપ્રધાનશ્રીના ‘વિકસિત ભારત@2047’ ના વિઝનને સાકાર કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે. ભારત અને ગુજરાતની રાષ્ટ્રીય પહેલ અને વૈશ્વિક આકાંક્ષાઓ સાથે સંકલિત આ સેમિનાર વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો અભિન્ન ભાગ હશે, કારણ કે તે ‘કચરાથી સમૃદ્ધિ’ ના ખ્યાલને સાકાર કરવા માટે નવીનતા અને ગુણવત્તાની દેખરેખ પર ભાર મૂકશે.

સેમિનારની વિગતો જણાવતા તેમણે કહ્યું કે, આ સેમિનારમાં ઉદ્ઘાટન સત્ર હશે, જેમાં ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, ભારત સરકારના આવાસ અને શહેરી બાબતોના માનનીય રાજ્ય કક્ષાના મંત્રી શ્રી કૌશલ કિશોર અને ભારતમાં નોર્વેના રાજદૂત મહામહિમ મે-એલિન સ્ટેનર સહિત અન્ય મુખ્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

તેમણે જણાવ્યું કે સેમિનાર દરમિયાન બે પેનલ ચર્ચાઓનું આયોજન કરવામાં આવ્યું છે. ‘ઇલેવેટિંગ સર્ક્યુલર સોલ્યુશન્સ: એન્હાન્સિંગ ધ વેસ્ટ વોટર રિયુઝ થ્રુ અવેરનેસ, ઇનોવેશન એન્ડ ફંડિંગ’ (સર્ક્યુલર સોલ્યુશનમાં વધારો: જાગરૂકતા, નવીનીકરણ અને ભંડોળ દ્વારા ગંદા પાણીના પુનઃ ઉપયોગમાં વધારો) વિષય પર થનારી પેનલ ચર્ચા વર્લ્ડ બેંક અને CEPT યુનિવર્સિટી જેવી અગ્રણી સંસ્થાઓનું પ્રતિનિધિત્વ કરતા નિષ્ણાંતોના ટેક્નિકલ પ્રેઝન્ટેશન સાથે શરૂ થશે. આ ચર્ચા ગંદા પાણીના પુનઃ ઉપયોગને નવી ઉંચાઇ પર કેવી રીતે આગળ ધપાવી શકાય તેના પર વિચારોના ગતિશીલ આદાન-પ્રદાન માટે મંચ પૂરો પાડશે. આ સત્રનું સંચાલન ડેલોઇટના પાર્ટનર શ્રી દેબાશિષ બિસ્વાસ કરશે. આ સત્ર ગંદા પાણીના સંસાધનોના ટકાઉ વ્યવસ્થાપનમાં મુખ્ય પરિબળો તરીકે જાગરૂકતા, નવીનીકરણ અને ભંડોળ જેવા મહત્વપૂર્ણ ઘટકોનું અન્વેષણ કરશે. સત્ર દરમિયાન, સહભાગીઓ નવીનતમ પ્રગતિઓ, સફળ કેસ સ્ટડીઝ અને ગંદા પાણીની ટ્રીટમેન્ટ અને પુનઃ ઉપયોગમાં નવીન અભિગમો અંગે ચર્ચા કરશે. સત્ર દરમિયાન ‘પોલિસી એન્વાયર્મેન્ટ એન્ડ એનેબલર્સ ફોર મેઇનસ્ટ્રીમિંગ ટ્રીટેડ યુઝ્ડ વોટર રિયુઝ ઇન ઇન્ડિયા’ (ભારતમાં વપરાયેલા પાણી પર પ્રક્રિયા કરી તેના પુનઃ વપરાશને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે નીતિગત વાતાવરણ અને સમર્થન) વિષય અંગે પણ ચર્ચા કરવામાં આવશે. આ ચર્ચાનો ઉદ્દેશ્ય, ગંદા પાણીના વ્યવસ્થાપનમાં સર્ક્યુલર ઉકેલોના મહત્વ વિશે જાગરૂકતા વધારવાનો, અત્યાધુનિક નવીનતાઓ પ્રદર્શિત કરવાનો અને ટકાઉ પ્રથાઓના અમલીકરણમાં મહત્વની ભૂમિકા ભજવતા નાણાકીય પાસાંઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે. વધુમાં, ચર્ચા દરમિયાન સહભાગીઓ પ્રક્રિયા કરાયેલ ગંદા પાણીના પુનઃ ઉપયોગ અંગેના તેમના યુરોપિયન અનુભવને શેર કરશે અને ચર્ચામાં પોતાનું યોગદાન આપશે. આ યોગદાનથી ભારતીય સંદર્ભમાં લાગુ કરી શકાય તેવી આંતરરાષ્ટ્રીય પ્રથાઓ અને વ્યૂહરચનાઓમાં મૂલ્યવાન આંતરદ્રષ્ટિ પ્રદાન થાય તેવી અપેક્ષા છે.

ત્યારબાદ, ‘એમ્પાવરિંગ ધ સર્ક્યુલર ઇકોનોમી: ટ્રાન્સફોર્મિંગ વેસ્ટ ઇનટુ એનર્જી થ્રુ પોલિસી ઇન્ટરવેન્શન્સ એન્ડ ઇનોવેટિવ સોલ્યુશન્સ’ (સર્ક્યુલર અર્થવ્યવસ્થાનું સશક્તિકરણ: નીતિગત હસ્તક્ષેપો અને નવીન ઉકેલો દ્વારા કચરાને ઊર્જામાં રૂપાંતરિત કરવું) વિષય પર પેનલ ચર્ચા યોજાશે. NIUA અને ગુજરાત સરકારના નિષ્ણાંતો દ્વારા 5-5 મિનિટના બે ટેક્નિકલ પ્રેઝન્ટેશન્સ સાથે આ પેનલ ચર્ચાની શરૂઆત થશે, જેઓ વૈશ્વિક અને રાષ્ટ્રીય સ્તરે આ ક્ષેત્રમાં નવીનતમ વિકાસ અને પહેલની વ્યાપક ઝાંખી પ્રદાન કરશે. આ પેનલ ચર્ચા નીતિગત હસ્તક્ષેપ અને નવીન ઉકેલો દ્વારા કચરાને ઊર્જામાં રૂપાંતરિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે અને તેનું સંચાલન TERIના ડાયરેક્ટર અને સિનિયર ફેલો ડૉ. સુનીલ પાંડે દ્વારા કરવામાં આવશે. આ ચર્ચાનો ઉદ્દેશ્ય, કચરાને ઊર્જામાં રૂપાંતરિત કરવા માટે પરિવર્તનકારી વ્યૂહરચનાઓનું અન્વેષણ કરીને સર્ક્યુલર અર્થવ્યવસ્થાના માળખાને સશક્ત બનાવવાનો અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ (SWM) ક્ષેત્ર પર વિશેષ ભાર મૂકીને, નીતિગત હસ્તક્ષેપોની ભૂમિકા અને સર્ક્યુલર વિકાસ માટેના ફ્રેમવર્કને વિકસિત કરવા પર ભાર મૂકીને શહેરી સંદર્ભમાં સર્ક્યુલર અર્થવ્યવસ્થાને આવરી લેવાનો છે. પેનલ ચર્ચા દરમિયાન, નિષ્ણાતો સફળ નીતિઓ, નિયમનકારી માળખા અને અભૂતપૂર્વ નવીનતાઓ અંગે તેમના મૂલ્યવાન મંતવ્યો શેર કરશે, જે કચરાને મૂલ્યવાન ઊર્જા સંસાધનોમાં રૂપાંતરિત કરવાની સુવિધા આપે છે.

પેનલ ચર્ચાની વિગતો શેર કરતી વખતે, શ્રી અશ્વિની કુમારે સેમિનારના એક અનોખા પ્રસ્તાવને પણ હાઇલાઇટ કર્યો, જેમાં ચર્ચાઓની સાથે સાથે લાઇવ માઇન્ડિ મેપિંગ કરવામાં આવશે. આ પ્રવૃત્તિ અંતર્ગત, પેનલિસ્ટોની ચર્ચાઓના મુદ્દાઓને માઇન્ડ મેપ તરીકે નોંધવામાં આવશે, જે પેનલ ચર્ચાઓમાં એક વિશિષ્ટ પરિમાણ ઉમેરશે.

તેમણે જણાવ્યું કે, દુનિયાભરના લગભગ 400 સહભાગીઓ, જેમાં સર્ક્યુલર ઇકોનોમીને પ્રોત્સાહન આપવામાં મોટા પાયે યોગદાન આપનાર સંસ્થાઓના પેનલિસ્ટ્સ પણ સામેલ છે, તેમની સાથે આ સેમિનારનો ઉદ્દેશ શહેરોના અગ્રણીઓ, પ્રેક્ટિશનર્સ, શિણણવિદો, ઉદ્યોગ નિષ્ણાંતો અને જ્ઞાનપિપાસુઓ એકસાથે લાવવાનો છે. આ વૈવિધ્યપૂર્ણ સહભાગીઓની યાદીમાં નીતિ આયોગ, NIUA, વર્લ્ડ બેંક, ILO, JICA ઇન્ડિયા, TERI, CEEW, ICLEI સાઉથ એશિયા, ફિનલેન્ડ દૂતાવાસ અને એબેલોન જેવી સંસ્થાઓના પ્રતિષ્ઠિત વક્તાઓ સામેલ છે. આ ઉપરાંત, નોંધપાત્ર હસ્તીઓમાં JICA ઇન્ડિયાના ચીફ રિપ્રેઝન્ટેટિવ શ્રી સૈટો મિત્સુનોરી, વર્લ્ડ બેંક ઇન્ડિયાના કન્ટ્રી ડાયરેક્ટર શ્રી ઓગસ્તે તાનો કૌમે, નીતિ આયોગના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ સુશ્રી સોનિયા પંત, ICLEI- સાઉથ એશિયાના ડેપ્યુટી ડાયરેક્ટર સુશ્રી સૌમ્યા ચતુર્વેદુલા, TERI ના એન્વાયર્મેન્ટ અને વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના સિનિયર ફેલો અને ડાયરેક્ટર ડૉ. સુનીલ પાંડે સહિત ઘણા મહાનુભાવોનો સમાવેશ થાય છે, જેઓ ટકાઉ પ્રથાઓ અને સર્ક્યુલર ઇકોનોમીની પ્રગતિ પર વૈવિધ્યસભર અને સમૃદ્ધ વાતચીતમાં યોગદાન આપીને આ સેમિનારમાં તેમના અનુભવ અને કુશળતા પ્રદાન કરશે.

સેમિનારનું સમાપન વેલિડિક્ટરી સેશન (વિદાય સત્ર) સાથે થશે, જેમાં રેતી કલા પ્રદર્શિત કરવામાં આવશે, ત્યારબાદ ‘ધ રોડમેપ ફોર વેસ્ટ વોટર રિયુઝ એન્ડ વેસ્ટ ટુ એનર્જી ઇન ગુજરાત’(ગુજરાતમાં ગંદા પાણીના પુનઃ ઉપયોગ અને કચરામાંથી ઊર્જા માટે રોડમેપ) પર કાર્યક્રમમાં ઉપસ્થિત નિષ્ણાંતો દ્વારા સમાપન ટિપ્પણી કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં, ICLEI સાઉથ એશિયા, JICA ઇન્ડિયા, ધ વર્લ્ડ બેંક, NIUA, Water.org, C40 શહેરો, કાઉન્સિલ ઓન એનર્જી, એન્વાયર્મેન્ટ એન્ડ વોટર (CEEW) અને અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ ઇન ઇન્ડિયા જેવી ભાગીદાર સંસ્થાઓની સહભાગિતા જોવા મળશે, જ્યારે નોર્વે ભાગીદાર દેશની ભૂમિકા નિભાવશે, જે આ કાર્યક્રમની ગહનતા અને વિશિષ્ટતામાં વધારો કરશે.

શ્રી અશ્વિની કુમારે તમામ સંબંધિત હિતધારકો, ઉદ્યોગ નિષ્ણાતો અને નીતિ નિર્માતાઓને આ પ્રભાવશાળી સત્રમાં જોડાવા માટે હાર્દિક આમંત્રણ આપીને પ્રેસ કોન્ફરન્સનું સમાપન કર્યું.

વધુ વિગતો અને રજિસ્ટ્રેશન માટે, કૃપા કરીને https://www.vibrantgujarat.com/ ની મુલાકાત લો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous article૯ લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થયા :  ૭,૫૩,૦૦૦ એકર જમીનમાં પ્રાકૃતિક ખેતી : એક મહિનામાં રાજ્યમાં ૨,૬૨,૯૮૬ ખેડૂતોને તાલીમ
Next articleઅરજી એક , વિકલ્પ અનેક – GCAS (ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ) પોર્ટલ