Home ગુજરાત VGGS-૨૦૨૪ અંતર્ગત ગાંધીનગર ખાતે ૧૭મી MoU શૃંખલા સંપન્ન

VGGS-૨૦૨૪ અંતર્ગત ગાંધીનગર ખાતે ૧૭મી MoU શૃંખલા સંપન્ન

15
0

પ્રતિષ્ઠિત કંપનીઓ સાથે ગુજરાતના ઈતિહાસમાં સૌથી વધુ કુલ રૂ.૭.૧૭ લાખ કરોડના ૫૮ MoUs કરાયા: અંદાજે ૩.૭૦ લાખથી વધુ પ્રત્યક્ષ-પરોક્ષ રોજગારીની તકો ઉપલબ્ધ થશે: મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ

 નાણા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ,ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત, ઉદ્યોગ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિ

(જી.એન.એસ),તા.૦૩

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં આગામી જાન્યુઆરી-૨૦૨૪માં ૧૦મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ- VGGS યોજાવા જઈ રહી છે. આ VGGS ૨૦૨૪ના ભાગરૂપે આજે ગાંધીનગર ખાતે કેન્દ્ર-ગુજરાત સરકારના વિવિધ વિભાગો- સાહસો અને પ્રતિષ્ઠિત ઉદ્યોગગૃહો વચ્ચે  ગુજરાતના ઈતિહાસમાં સૌથી વધુ કુલ રૂ. ૭,૧૭,૭૯૦ કરોડના ૫૮ MOUs સાઈન-એક્સચેન્જ કરવામાં આવ્યા હતા તેમ, મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું.

MOUs સાઇનિંગની આ ૧૭મી શૃંખલામાં નાણા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ,ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ  રાજપૂત અને ઉદ્યોગ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિ રહ્યા હતા.

મુખ્યમંત્રી શ્રી પટેલે કહ્યું હતું કે, આજે રૂ. ૨,૦૦૦ કરોડ સુધીના ૨૧ MoUs, રૂ. ૨,૦૦૦થી ૫,૦૦૦ કરોડ સુધીના ૧૨, રૂ.૫,૦૦૦ થી રૂ. ૧૦,૦૦૦ કરોડના ૮ તેમજ રૂ. ૧૦,૦૦૦ કરોડથી વધુના ૧૭ એમ કુલ ૫૮ MoUs કરવામાં આવ્યા હતા.આ MoUના અમલીકરણ થકી ગુજરાતમાં વિવિધ ક્ષેત્રે અંદાજે ૩,૭૦,૪૧૫થી વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકો ઉપલબ્ધ થશે.

તેમણે કહ્યું હતું કે,તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલી સફળ વાઇબ્રન્ટ સમિટની આ વર્ષે ૧૦ની શૃંખલા યોજાવા જઈ રહી છે જે વૈશ્વિક રોકાણકારોએ ગુજરાત પર મુકેલો વિશ્વાસ પ્રસ્થાપિત કરે છે. વિશ્વના રોકાણકારોએ ગુજરાતમાં રોકાણ માટે વિશ્વાસ મૂક્યો છે,પસંદગી ઉતારી છે ત્યારે તેમને બિઝનેસ માટે કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે જ વાઇબ્રન્ટની સાચી સફળતા છે. વડાપ્રધાનશ્રીના નેટ ઝીરોના લક્ષ્યાંકને ધ્યાન રાખીને  ગુજરાતમાં આ વર્ષે સૌથી વધુ ૫૦% જેટલા એમઓયુ ગ્રીન એનર્જી ક્ષેત્રે થયા છે જે ગ્રીન એનર્જી ક્ષેત્રે આગળ વધવાની ગુજરાતની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

મુખ્યમંત્રીશ્રી આ પ્રસંગે આગામી વાઇબ્રન્ટ સમિટ- ૨૦૨૪માં સૌને ઉપસ્થિત રહેવા આમંત્રિત કરીને વડાપ્રધાનશ્રીની વિકસિત ભારત ૨૦૪૭ની સંકલ્પના સાકાર કરવા વિકસિત ગુજરાત થકી આગળ વધવા સૌને આહ્વાન કર્યું હતું.

ઉદ્યોગ મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂતે સૌને આવકારતાં કહ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ ૨૦૦૩થી શરૂ કરાયેલી આ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની ૧૦મી સફળ શૃંખલા ૨૦૨૪માં યોજાવા જઈ રહી છે જેના ભાગરૂપે આજે  ગુજરાતમાં સૌથી વધુ રૂ.૭ લાખ કરોડથી વધુના વિવિધ ક્ષેત્રોમાં એમઓયુ થયા છે જે રોકાણ ક્ષેત્રે ગુજરાત માટે અનેરો દિવસ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ગેરંટી  અને  ગુજરાતમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રોકાણકારોનો વિશ્વાસ વધ્યો છે ત્યારે ગુજરાત આજે વિકાસનું નંબર વન રોલ મોડેલ બન્યું છે. રાજ્ય સરકારે રોકાણકારો માટે સિંગલ વિન્ડો સિસ્ટમ શરૂ કરીને રોકાણ માટે વધુ સરળતાથી ઉપલબ્ધ કરાવી છે તેમ, જણાવી મંત્રીશ્રીએ રોકાણકારોને ગુજરાતમાં રોકાણ બદલ શુભેચ્છાઓ પાઠવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે VGGS ૨૦૨૪ હેઠળ આજે સમજૂતી કરાર થયા તેમાં મુખ્યત્વે પાવર,ઓઇલ અને ગેસ, એન્જિનિયરિંગ,ઓટો, ટેક્સટાઇલ એન્ડ એપેરલ, કેમિકલ- પેટ્રોકેમિકલ, જીઆઇડીસી લાર્જ પ્રોજેક્ટ, સાયન્સ એન્ડ ટેકનોલોજી, લોજિસ્ટિક એન્ડ મલ્ટી મોડેલ કાર્ગો ટર્મિનલ, અર્બન ડેવલપમેન્ટ તેમજ  હેલ્થ એન્ડ ફાર્માસ્યુટિકલ જેવા ક્ષેત્રનો સમાવેશ થાય છે.

આ MOUs સાઈનિંગ કાર્યક્રમમાં મુખ્ય સચિવ શ્રી રાજકુમાર, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કે. કૈલાસનાથન, ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિક મુખ્યસચિવ શ્રી એસ. જે. હૈદર સહિત સંબંધિત વિભાગોના ઉચ્ચ સનદી અધિકારીઓ તેમજ વિવિધ પ્રતિષ્ઠિત કંપનીઓના પ્રતિનિધિઓ સહભાગી થયા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવિકસિત ભારત સંકલ્પ યાત્રા લાખો લોકોને સશક્ત બનાવે છે: દરેક ખૂણા સુધી પહોંચ, દરેક જીવનને સ્પર્શ
Next articleનવસારી કૃષિ યુનિવર્સિટીનો ૧૯મો વાર્ષિક  દીક્ષાંત સમારોહ યોજાયો