Home Uncategorized દિલ્લી મેટ્રોના કર્મચારીએ 16 કલાકમાં 254 સ્ટેશનોને કવર કરી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

દિલ્લી મેટ્રોના કર્મચારીએ 16 કલાકમાં 254 સ્ટેશનોને કવર કરી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

96
0

(જી.એન.એસ),તા.૧૭


નવીદિલ્હી


ગિનીઝ વર્લ્ડ રેકોર્ડસની વેબસાઈટ પર અનેક નવા નવા રેકોર્ડ બનાવ્યાનો અનેક કિસ્સાઓ પર બનેલા હોય છે ગિનીઝ વર્લ્ડ રેકોર્ડસની સોશિયલ મીડિયામાં એક પોસ્ટ શેર કર્યો જેમાં એક વ્યક્તિનો સૌથી ઝડપથી યાત્રા કરવાનો ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બાનાવ્યો છે. દિલ્લી મેટ્રોએ પોતાના સોશિયલ મીડિયા પોસ્ટમાં દાવો કર્યો છે કે, મેટ્રોના કર્મચારી પ્રફુલ સિંહે માત્ર 16 કલાકમાં 348 કિલોમીટર કાપીને 254 સ્ટેશનો કવર કર્યા છે. પ્રફુલે આ યાત્રે 29 ઓગષ્ટ 2021ના દિવસે શરૂ કરી હતી. દિલ્લી મેટ્રોએ દાવો કર્યો છે કે ડીએમઆરસીના એક કર્મચારીએ દરેક મેટ્રો સ્ટેશનો પર સૌથી ઝડપથી યાત્રા કરવાનો ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બાનાવ્યો છે. પોતાના સોશિયલ મીડિયા હોન્ડલ પર પોસ્ટમાં, દિલ્લી મેટ્રોએ એક મેટ્રો સ્ટેશનના પ્લેટફોર્મ પર ઉભા રહેવા દરમિયાન કર્મચારીનો એક ફોટો શેર કર્યો. જેમાં રેકોર્ડ બનાવવામાં આવ્યો તોનો પત્ર તેના હાથમાં હતો. ગિનીઝ વર્લ્ડ રેકોર્ડસની વેબસાઈટે પ્રફુલ સિંહની પોસ્ટ શેર કરી જે અંગે પ્રફુલે જણાવ્યું કે, ‘ હું લાંબા સમયથી દિલ્લી મેટ્રોનો ઉપયોગ કરી રહ્યો છું. જે કારણથી મને દરેક લાઈનો વિશેની જાણકારી છે. મારો પ્લાન હતો કે મારે કયા સ્ટેશન અને લઈનથી શરૂ કરવાનું છે પૂર્ણ કરવાનું છે જેથી સમયથી પહેલા હું પોતાનો રેકોર્ડ પૂર્ણ કરી શકું.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleચીનમાં કોરોના ટેસ્ટિંગ મેડિકલ સંસાધનોની અછત, ત્રણ જ દિવસનો મેડિકલ સપ્લાય ઉપલબ્ધ
Next articleગૃહપ્રધાન અમિત શાહે ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ની ટીમ સાથે બ્રેકફાસ્ટ કર્યો