(જી.એન.એસ),તા.૨૩
નવીદિલ્હી
ભગતસિંહનાં ઘરના સાઈટને હેરિટેજ સાઈટ જાહેર કરવામાં આવી છે. આ સાઈટને સુરક્ષિત કરીને થોડો સમય પહેલાજ પર્યટકો માટે ખોલવામાં આવ્યું છે. ભગતસિંહ મેમોરિયલ ફાઉન્ડેશન સંગઠન ઘણા વર્ષોથી ભગતસિંહની યાદોની તાજા અને સાચવી રાખવાનું કામ કરે છે. એમ પણ કહેવામાં આવે છે કે ભગતસિંહનાં દદાએ આશરે 124 વર્ષ પહેલા અહીં કેરીનો આંબો લગાડેલો જે આજે પણ અહીં છે. જ્યારે પણ દેશની આઝાદી વિશેની વાત કરવામાં આવે છે ત્યારે શહીદ એ આઝમ ભગતસિંહનું નામ જ સામે આવે છે. ભગતસિહે આઝાદી માટે પોતાની જીંદગી ન્યોછાવર કરી દીધી હતી. આજે એટલે કે 23 માર્ચ 1931નાં રોજ ભગતસિંહ, રાજગુરૂ અને સુખદેવને ફાંસી આપવામાં આવી હતી. આજના દિવસને શહીદ દિવસ તરીકે મનાવવામાં આવે છે. ભલે અંગ્રેજોએ ભગતસિંહને આપણી પાસેથી છીનવી લીધા પરંતુ આજે પણ આપણા દિલમાં તેમનું સ્થાન અકબંધ છે. ભગતસિંહનાં ચાહકો ના માત્ર ભારતમાં પણ પાકિસ્તાનમાં પણ ઉપલબ્ધ છે, તેમનું પૈતૃક ઘર આજે પણ પાકિસ્તાનમાં છે. આ જ ઘરમાં શહીદ એ આઝમનો જન્મ થયો હતો અને બાળપણ પણ અહીં વિત્યુ હતું. આ હવેલી પંજાબ પ્રાંતના ખટકડકલા ગામમાં છે અને તે ફગવાડા-રોપડ નેશનલ હાઈવે સ્થિત બંગાથી ત્રણ કિલોમીટર દુર છે. પુરાતત્વ અને સંસ્કૃતિ વિભાગે તેનું સમારકામ કરવા સાથે દેખરેખની જવાબદારી પણ ઉપાડી છે. જ્યારે દેશનાં બાગલા થયા ત્યારે તેમની માતાજી વિધ્યાવતી અને પિતા કિશનસિંહ અહીં જ રહેવા લાગ્યા હતા. કિશનસિંહનું મૃત્યુ અહીં જ થયુ ગયુ હતું તો ભગતસિહની માતાજી 1975ની સાલમાં આ દુનિયાને છોડી ગઈ હતી. જો કે પછી આ ઘરને મ્યૂઝિયમમાં પેરવી નાખવામાં આવ્યુ કે જેમાં જુનો ખાટલો છે, એક રૂમમાં લાકડામાંથી બનેલું કબાટ છે અને થોડો ખેતીમાં વપરાતો સામાન પણ છે. તેમની યાદ સ્વરૂપમાં અમુક જુના વાસણો પણ સાચવી રાખવામાં આવ્યા છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.