Home રમત-ગમત Sports T20 વર્લ્ડ કપ માટે રોહિતની કેપ્ટન્સી હેઠળ ટીમ ઇન્ડિયાનું એલાન

T20 વર્લ્ડ કપ માટે રોહિતની કેપ્ટન્સી હેઠળ ટીમ ઇન્ડિયાનું એલાન

64
0

 (જી.એન.એસ) તા. 30

બી સી સી આઈ દ્વારા 1 જુનથી શરુ થનારા ટી20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડીયાનું એલાન કરી દેવામાં આવ્યું છે, ટી20 ટીમ નક્કી કરવા માટે અમદાવાદમાં બીસીસીઆઈના પસંદગીકારોની એક મોટી બેઠક મળી હતી જે પછી ટીમ જાહેર કરાઈ હતી. BCCIએ રોહિત શર્માને કેપ્ટન પદે પર યથાવત રાખવામાં આવ્યો છે.

ભારતની ટીમ:-

રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), શિવમ દુબે, હાર્દિક પંડ્યા (વાઇસ કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, યુજવેન્દ્ર ચહલ, સંજુ સેમસન (વિકેટકીપર), મોહમ્મદ સિરાજ

રિઝર્વ ખેલાડીઓ:-

શુભમન ગીલ, રિંકુ સિંહ, ખલીલ અહમદ, આવેશ ખાન

1 જુનથી વેસ્ટ ઈન્ડીઝ અને અમેરિકામાં ટી 20 વર્લ્ડ કપ:-

ટી20 વર્લ્ડ કપમાં કુલ 20 ટીમો વર્લ્ડ કપમાં રમવાની છે. ટીમોને 4 ગ્રુપમાં વહેંચાઈ છે. દરેક ગ્રુપમાં 5 ટીમ છે. દરેક ગ્રુપની ટોપ-2 ટીમ સુપર 8માં જશે. આ પછી સેમિ ફાઈનલ અને ત્યાર બાદ ફાઈનલ રમાશે. ટી 20 વર્લ્ડ કપ 1 જૂનથી શરૂ થશે અને 29 જૂને સમાપ્ત થશે. ફાઇનલ 29 જૂને બાર્બાડોસમાં રમાશે. પ્રથમ મેચ 1 જૂને અમેરિકા અને કેનેડા વચ્ચે રમાશે.

ટી-20 વર્લ્ડ કપમાં ભારતનો કાર્યક્રમ:-

5 જૂન – ભારત વિ આયર્લેન્ડ

9 જૂન – ભારત વિ પાકિસ્તાન

12 જૂન – ભારત વિ યુએસએ

15 જૂન – ભારત વિ કેનેડા

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleડીસા ખાતે ભારત સરકારના કેન્દ્રીય સંચાર બ્યુરો, પાલનપુર દ્વારા યોજાયો મતદાતા જાગૃતિ કાર્યક્રમ
Next articleમહારાષ્ટ્રમાં પી.એમ મોદીએ એન.સી.પી અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા