Home રમત-ગમત Sports T20માં 7 બોલરોએ વિકેટ લઈને બનાવ્યા છે રેકોર્ડસ

T20માં 7 બોલરોએ વિકેટ લઈને બનાવ્યા છે રેકોર્ડસ

13
0

(GNS),17

ટી20 ફોર્મેટમાં 100થી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ માત્ર કેટલાક ખેલાડીઓ પાસે છે. આમાં પહેલું નામ બાંગ્લાદેશી સ્ટાર ઓલરાઉન્ડર શાકિબ અલ હસનનું આવે છે. આ સમાચાર લખાયા ત્યાં સુધીમાં તેની ટીમ માટે કુલ 117* T20 મેચ રમી અને આ દરમિયાન તેને 115 ઇનિંગ્સમાં 20.49ની એવરેજથી 140 સફળતા મળી હતી.. બીજા સ્થાને ન્યુઝીલેન્ડના ફાસ્ટ બોલર ટિમ સાઉથીનું નામ આવે છે. સાઉદીએ 2008થી કિવી ટીમ માટે 107 મેચ રમી છે, જેમાં તેણે 105 ઇનિંગ્સમાં 23.72ની એવરેજથી 134 વિકેટ ઝડપી છે. ત્રીજા સ્થાને અફઘાનિસ્તાનના સ્ટાર સ્પિનર ​​રાશિદ ખાનનું નામ આવે છે. રાશિદે પોતાની ટીમ માટે 82* T20 મેચ રમીને 81 ઇનિંગ્સમાં 14.66ની એવરેજથી 130 સફળતા હાંસલ કરી છે.

કિવી સ્પિનર ​​ઈશ સોઢી ચોથા સ્થાન પર છે. સોઢીએ ન્યૂઝીલેન્ડ માટે 98 ટી20 મેચ રમી છે, જેમાં તેણે 95 ઇનિંગ્સમાં 22.88ની એવરેજથી 118 વિકેટ લીધી છે. કિવી સ્પિનર ​​ઈશ સોઢી ચોથા સ્થાન પર છે. સોઢીએ ન્યૂઝીલેન્ડ માટે 98 ટી20 મેચ રમી છે, જેમાં તેણે 95 ઇનિંગ્સમાં 22.88ની એવરેજથી 118 વિકેટ લીધી છે. પાકિસ્તાનનો સ્ટાર સ્પિનર ​​શાદાબ ખાન છઠ્ઠા સ્થાને છે. શાદાબે 2017થી પાકિસ્તાન માટે 92 T20 મેચ રમી છે. આ દરમિયાન તેને 88 ઇનિંગ્સમાં 22.12ની એવરેજથી 104 સફળતા મળી છે. બાંગ્લાદેશનો વર્તમાન ઝડપી બોલર મુસ્તાફિઝુર રહેમાન T20માં 100થી વધુ વિકેટ લેનારો વિશ્વનો સાતમો બોલર છે. 2015 થી સમાચાર લખાય છે ત્યાં સુધી રહેમાન 85* T20 મેચ રમી ચુક્યો છે. આ દરમિયાન તેને 84 ઇનિંગ્સમાં 22.46ની એવરેજથી 102 સફળતા મળી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleબૉલીવુડમાં ફ્લોપ રહ્યા આ સ્ટાર્સ, પણ વિદેશમાં કર્યો બમણી કમાણી કરી
Next articleધનંજય ડિસિલ્વાની લડતની મદદથી વાપસી, પાક. સામે પ્રથમ ટેસ્ટમાં શ્રીલંકા 242/6