Home દેશ - NATIONAL શેરબજારના કિંગ રાકેશ ઝૂનઝૂનવાલા હવે એરલાઈન્સ ચાલુ કરશે

શેરબજારના કિંગ રાકેશ ઝૂનઝૂનવાલા હવે એરલાઈન્સ ચાલુ કરશે

118
0

(જી.એન.એસ) , તા.૧૭
નવી દિલ્હી
રાકેશ ઝુનઝુનવાલા દેશના શેરબજારમાં દિગ્ગજ રોકાણકાર છે, જેને બિગ બુલ કહેવામાં આવે છે. તેમના દરેક પગલા પર કરોડો રોકાણકારોની નજર હોય છે. માનવામાં આવે છે કે રાકેશ જે શેરને હાથ લગાડે છે એ સોનાનો થઈ જાય છે. હારુન ઈન્ડિયાની તાજેતર દ્વારા રજૂ કરવામાં આવેલી અમીરોની યાદી પ્રમાણે રાકેશ ઝુનઝુનવાલા અને તેમના પરિવારની નેટવર્થ અંદાજે ૨૨,૩૦૦ કરોડ રૂપિયા છે. દેશની ઘણી મોટી સંપત્તિઓમાં તેમનો હિસ્સો પણ છે. તેઓ ટૂંક સમયમાં એરલાઈન્સ શરૂ કરવાનું પણ વિચારે છે. રાકેશ ઝુનઝુનવાલા લો-કોસ્ટ એરલાઈન્સમાં રોકાણની યોજના બનાવી રહ્યા છે. લોકોની વધતી જતી હવાઈ મુસાફરીને ધ્યાનમાં રાખીને રાકેશ ઝુનઝુનવાલા આગામી ચાર વર્ષમાં ૭૦ એરક્રાફ્ટ સાથે લો-કોસ્ટ એરલાઈન્સ શરૂ કરવાની તૈયારી કરી રહ્યા છે. આ યોજના માટે તેમની વિદેશી રોકાણકારો સાથે પણ વાતચીત ચાલી રહી છે. માનવામાં આવે છે કે આ વેન્ચરમાં ઇત્ન અંદાજે રૂ. ૨૬૦ કરોડનું રોકાણ કરશે.શેરબજારના બિગબુલ રાકેશ ઝુનઝુનવાલાની અલ્ટ્રા લો કોસ્ટ એરલાઈન અકાસા એર દ્વારા ૭૨ બોઇંગ ૭૩૭ મેક્સ જેટનો ઓર્ડર આપવામાં આવ્યો છે. આ ઓર્ડર દુબઈમાં યોજાયેલા એક એર શોમાં આપવામાં આવ્યો છે. આ વિમાનોની કુલ કિંમત ૯ અબજ ડોલર છે. એરક્રાફ્ટની ડિલિવરી આગામી વર્ષથી શરૂ થશે. અકાસાને ભારતમાં નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ મળી ગયું છે. હવે એરલાઈન કંપની ડિરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન પાસે એર ઓપરેટર પરમિટ માટે અરજી કરશે. આગામી વર્ષે ગરમીમાં, એટલે કે ઉનાળામાં એરલાઈનની શરૂઆત થવાની શક્યતા છે. ૭૩૭ મેક્સ જેટ લાંબા સમયથી પ્રશ્નોના ઘેરાવામાં રહી છે. ૫ મહિનામાં બે દુર્ઘટના બાદ માર્ચ ૨૦૧૯માં ૭૩૭ મેક્સને વિશ્વભરમાં બંધ કરી દેવામાં આવેલી. આ દુર્ઘટનામાં ૩૪૬ લોકોનાં મોત થયાં હતાં. ૭૩૭ મેક્સ બંધ થવાને લીધે બોઇંગની આર્થિક સ્થિતિ ખરાબ થઈ ગઈ હતી. કોવિડ-૧૯ મહામારીને લીધે આ સંકટ વધારે ઘેરું બની ગયું. જોકે આ વર્ષની શરૂઆતમાં ડ્ઢય્ઝ્રછએ મેક્સને ભારતની અંદર અને બહાર ઉડાન ભરવાની મંજૂરી આપી દીધી છે. ભારતમાં અત્યારે સ્પાઈસજેટ એકમાત્ર ઈન્ડિયન કેરિયર છે, જેની પાસે મ્૭૩૭ મેક્સ વિમાન છે. આ પૈકી કોઈપણ વિમાન ઉડ્ડાન ભરતાં નથી. ૭૨ વિમાનની ડિલિવરી બાદ અકાસા એરલાઈન પણ આ લિસ્ટમાં સામેલ થઈ જશે. મહામારીને પગલે એવિએશન સેક્ટર આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે, જેમ કે કિંગફિશર એક સમયે દેશની બીજા ક્રમની સૌથી મોટી એરલાઈન બની હતી, પણ વર્ષ ૨૦૧૨માં કંપનીનો કારોબાર ઠપ થઈ ગયો હતો. આ રીતે જેટ એરવેઝ પણ વર્ષ ૨૦૧૯થી ગ્રાઉન્ડેડ છે, જે હવે ફરી એક વખત ઉડાન ભરવાની તૈયારીમાં છે. ટાટા ગ્રુપ અને સિંગાપોર એરલાઈન લિમિટેડના સંયુક્ત સાહસવાળી કંપની વિસ્ટારા અને ઈન્ડિગો પણ કોરોના મહામારીને પગલે આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહી છે. ભારતીય શેરબજારના બિગ બુલ કહેવાતા રાકેશ ઝુનુઝુનવાલાનાં વડાપ્રધાન મોદીએ ખૂબ વખાણ કર્યાં હતા. વડાપ્રધાન મોદી અને રાકેશ ઝુનઝુનવાલાની ૫ ઓક્ટોબરે દિલ્હીમાં મુલાકાત થઈ હતી. આ મુલાકાત પછી વડાપ્રધાને ટ્‌વીટ કરીને રાકેશને વન એન્ડ ઓનલી કહ્યા હતા. તેમણે કહ્યું હતું કે મળીને ખૂબ જ ખુશી થઈ.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકોવિડના હજુ પણ પગ છે
Next articleવૈશ્વિક સ્તરે અનેક પ્રતિકૂળ અહેવાલો અને સ્થાનિક સ્તરે ઉછાળે નફારૂપી વેચવાલીના દબાણ પાછળ ભારતીય શેરબજારમાં નોંધપાત્ર ઘટાડો…!!