રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૩૧.૦૫.૨૦૨૧ ના રોજ…..
સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૧૪૨૨.૮૮ સામે ૫૧૪૭૬.૨૨ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૧૧૭૯.૯૪ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૮૩૩.૨૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૧૪.૫૬ પોઈન્ટના ઉછાળા સાથે ૫૧૯૩૭.૪૪ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૫૪૬૩.૮૫ સામે ૧૫૪૫૮.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૫૪૧૦.૦૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૮૯.૬૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૦૭.૨૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૫૫૭૧.૦૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
ગત સપ્તાહના અંતે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા તેના વાર્ષિક રીપોર્ટમાં ભારતીય શેરબજારમાં વર્તમાન તેજી પરપોટા સમાન હોવાની અને આ પરપોટો ગમે તે ઘડીએ ફૂટી શકે છે અને બજારમાં બે-તરફી મોટી અફડાતફડી જોવાશે એવા સ્પષ્ટ નિવેદન કર્યા છતાં આજે સપ્તાહના પ્રથમ દિવસે ફંડોએ એનર્જી અને મેટલ શેરોની આગેવાનીમાં ઈન્ડેક્સ બેઝડ તેજી તરફી ચાલ ચાલુ રાખી હતી. દેશમાં ચાલુ વર્ષે ચોમાસું સામાન્ય નીવડવાના અંદાજોએ ફરી માંગ વધવાની અપેક્ષાએ ફંડો દ્વારા શેરોમાં સિલેક્ટ્વિ લેવાલીએ ભારતીય શેરબજાર રેકોર્ડ સપાટી નજીક ટ્રેડ થતું જોવા મળ્યું હતું અને નિફ્ટી ફ્યુચરે ૧૫૫૯૯ પોઈન્ટની નવી રેકોર્ડ ઉંચાઈ બનાવી હતી.
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો કોરોના મહામારી બાદ ભારતીય શેરબજારના અર્થતંત્રમાં ઝડપી રિકવરીનો અંદાજ મૂકીને આગામી ત્રિમાસિકમાં કોર્પોરેટ ઈન્ડિયાની કામગીરી સારી નીવડવાની અપેક્ષાએ સતત નવી ખરીદી કરીને નિફટી ફ્યુચરે ઐતિહાસિક નવી ટોચ બનાવી વિક્રમ સર્જયો હતો અને બીએસઇ સેન્સેક્સ વિક્રમી તેજી તરફની કૂચમાં આગળ ધપાવી હતી.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૪૫% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૫૦% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર આઈટી અને ઓટો શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૨૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૪૯૨ અને વધનારની સંખ્યા ૧૭૪૪ રહી હતી, ૧૯૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૮૮ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪૬૨ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, કોવિડ મહામારી વચ્ચે પણ શેરબજારમાં જળવાઈ રહેલી તેજી એ એક આશ્ચર્યજનક બાબત એક તરફ અર્થતંત્રની વૃદ્ધિ ધીમી છે અને બજારમાં તેજી આગળ વધતી હોવાના કારણે રિઝર્વ બેંકે ચિંતા વ્યક્ત કરી હતી. રિઝર્વ બેંક દ્વારા ગત સપ્તાહના અંતે ભારતીય શેરબજારની તેજીનો પરપોટો ગમે ત્યારે ફૂટવાની ભીતિ વ્યક્ત કરી તેના બાદ નવી લેવાલીએ નિફ્ટી ફ્યુચરે નવા વિક્રમની રચના કરી છે પણ બજારની તેજીની ચાલ આડે અનેક અવરોધ ઉભા છે. ફંડોની આગેવાની હેઠળ નીકળેલ નવી લેવાલીએ આજે નિફ્ટી ફ્યુચર ઇન્ટ્રા ડે તેની અગાઉની ૧૫૫૨૩ પોઈન્ટની ઓલટાઇમ હાઇ સપાટી કુદાવીને ૧૫૫૯૯.૭૦ પોઈન્ટની નવી રેકોર્ડ ઉંચાઈ બનાવી હતી.
સેન્સેક્સની ઓલટાઇમ હાઇ સપાટીની વાત કરીએ તો તે ૫૫૫૧૬.૭૬ પોઈન્ટની છે. આ ઐતિહાસિક સપાટીથી સેન્સેક્સ હજુ ૫૦૦ પોઇન્ટ દૂર છે. જો કે મારા મત મુજબ આગામી સમયમાં સેન્સેક્સ ૫૩૦૦૦ને સ્પર્શે તેવી સંભાવના છે. જો કે, આ તેજીની ચાલ સામે અનેક અવરોધો ઉભા છે જેમાં સૌથી મોટો મુદ્દો સતત વધતા ફુગાવાનો છે. આ ઉપરાંત વેક્સિનેશન પ્રોગ્રામની ધીમી ગતિની પણ આગામી સમયમાં અસર જોવા મળે તેવી સંભાવના છે. વિવિધ કોમોડિટીના ભાવમાં એકધારી તેજીની અસરના કારણે માંગમાં ઘટાડો થવા સાથે ઉદ્યોગોને પણ અસર થશે. આ ઉપરાંત આર્થિક ગતિવિધિ રૂંધાતા બેન્કિંગ અને એનબીએફસીની નાણાંકીય તંદુરસ્તી ખરડાય તેવી સંભાવના છે. આમ, આ સંજોગોમાં રોકાણકારોએ સાવચેતીનું વલણ અપનાવવું જરૂરી પુરવાર થશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.