રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૩૧.૦૧.૨૦૨૪ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૧૧૩૯.૯૦ સામે ૭૧૦૭૩.૦૪ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૦૮૪૬.૦૪ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૦૦૫.૩૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૬૧૨.૨૧ પોઈન્ટના ઉછાળા સાથે ૭૧૭૫૨.૧૧ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૧૬૩૦.૫૦ સામે ૨૧૬૧૪.૯૪ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૧૫૭૦.૦૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૭૦.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૫૫.૯૫ પોઈન્ટના ઉછાળા સાથે ૨૧૭૮૬.૪૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
આવતીકાલે ગુરૂવારે ૧, ફેબ્રુઆરીના વીકલી એક્સપાયરી અને નાણા પ્રધાન નિર્મલા સીતારામન દ્વારા કેન્દ્રિય બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે તે પૂર્વે આજે ફોરેન ફંડોની ઉછાળે વેચવાલી અટકવા સાથે એચડીએફસી બેન્ક તેમજ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ તોફાની તેજી સાથે આઈસીઆઈસીઆઈ બેન્ક, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, સન ફાર્મા તેમજ ટાટા મોટર્સની આગેવાનીએ શેરોમાં લોકલ ફંડો, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ સાર્વત્રિક તેજી કરતા ભારતીય શેરબજારમાં ઉછાળો નોંધાયો હતો.
કેન્દ્રિય બજેટમાં એક તરફ તમામ વર્ગને ખુશ કરનારી અને વેરાના કોઈ ખાસ નવા બોજ નહીં લાદવામાં આવે એવી અપેક્ષા અને ઉદ્યોગો તેમજ આમ જનતાને લોકસભા ચૂંટણી પૂર્વે અનેક રાહતો – પ્રોત્સાહનો આપવામાં આવશે એવી અપેક્ષાએ લોકલ ફંડો, સંસ્થાકીય રોકાણકારોએ સાવચેતી પૂર્વક સ્પેસીફીક શેરોમાં તેજી કરી હતી. ભારતીય શેરબજારમાં હેલ્થકેર અને રિયલ્ટી શેરોની આગેવાનીમાં ફંડોએ મોટી ખરીદી સાથે શોર્ટ કવરિંગ કર્યું હતું. આ સાથે ઓટો, સર્વિસીસ, કોમોડિટીઝ, કંઝ્યુમર ડિસ્ક્રીશનરી, ફાઈનાન્શિયલ સર્વિસીસ અને બેન્કેક્સ શેરોમાં ફંડો લેવાલ રહ્યા હતા. કેન્દ્રિય બજેટમાં આ વખતે હાઉસીંગ ક્ષેત્રે પ્રોત્સાહનોની અપેક્ષા સાથે સંખ્યાબંધ પોઝિટીવ દરખાસ્તોની અપેક્ષાએ સાથે કોર્પોરેટ પરિણામોની સીઝનમાં એકંદર અપેક્ષિત પરિણામો આવતા તેની પણ પોઝિટીવ અસર જોવાઈ હતી.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૫૭% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૮૩% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર કેપિટલ ગુડ્સ અને ઇન્ડસ્ટ્રીયલ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૯૧૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૩૬૯ અને વધનારની સંખ્યા ૨૪૬૧ રહી હતી, ૮૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૦૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪૭૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં સન ફાર્માસ્યુટિકલ્સ ઈન્ડસ્ટ્રીઝ ૩.૪૨%, ટાટા મોટર્સ ૨.૯૦%, બજાજ ફિનસર્વ ૨.૨૮%, મારુતી સુઝુકી ઈન્ડિયા ૨.૨૭% અને સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ૨.૨૪% વધ્યા હતા, જ્યારે લાર્સન એન્ડ ટુબ્રો ૪.૨૨% અને ટાઈટન કંપની ૧.૦૩% ઘટ્યા હતા. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઉછાળા સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૪.૫૮ લાખ કરોડ વધીને ૩૭૯.૭૮ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓ માંથી ૨૮ કંપનીઓ વધી અને ૦૨ કંપનીઓ ઘટી હતી.
બજારની ભાવિ દિશા….
મિત્રો, મારા મત મુજબ આવતીકાલે ગુરૂવારે ૧, ફેબ્રુઆરીએ રજુ થનારુ આગામી નાણાં વર્ષ માટેનું બજેટ વચગાળાનું હોવાથી તેમાં ખાસ મોટી જાહેરાતો આવવાની શક્યતા જણાતી નથી. નવા વેરા અથવા ખર્ચની બાબતમાં પણ મોટી ઘોષણાની શકયતા ઓછી છે અને માટે બજેટ એક નોન ઈવેન્ટ બની શકે છે. બજેટમાં નીતિ સંબંધિત દિશાઓ છેલ્લા કેટલાક બજેટો પ્રમાણે જ જોવા મળવાની અપેક્ષા છે અને રાજકોષિય શિસ્તતા સાથે વિકાસ સાધવાના સરકારના ધ્યેયને પણ બજેટમાં પ્રતિબિંબિત કરાશે.
વેરાની ચૂકવણીમાં ફરજપાલનને જોતા ભારતની રાજકોષિય સ્થિતિ તંદૂરસ્ત છે ત્યારે વેરા વસૂલી વધારવા કોઈ ખાસ મોટી જાહેરાત આવે તેવી શકયતા જણાતી નહીં. વેરાની મજબૂત વસૂલી, રિઝર્વ બેન્ક તરફથી પ્રમાણસર ડિવિડન્ડ, કેપેકસમાં સાધારણ ઘટાડા જેવા પરિબળોને કારણે અન્ન તથા ફર્ટિલાઈઝર પેટે ઊંચી સબસિડી ખર્ચ, ડિસઈન્વેસ્ટમેન્ટ ટાર્ગેટમાં નબળી સિદ્ધિ વગેરેથી પડેલા માર ભરપાઈ થઈ જશે.
નાણાં વર્ષ ૨૦૨૫માં નેટ બોરોઈંગ રૂ.૧૧.૫૦ લાખ કરોડ રહેવાની ધારણાં મૂકવામાં આવી રહી છે. જે વર્તમાન નાણાં વર્ષમાં રૂ.૧૧.૮૦ લાખ કરોડ રહ્યું છે. નાણાં વર્ષ ૨૦૨૪માં જીડીપીથી ટેકસનું પ્રમાણ મજબૂત રહ્યા બાદ આગામી નાણાં વર્ષમાં જીડીપીથી ટેકસનું પ્રમાણ ૧૧.૪૦% સ્થિર રહેવાની ધારણાં મૂકવામાં આવી રહી છે. લોકસભાની ચૂંટણી અંદાજીત એપ્રિલ – મેમાં નિર્ધારી હોવાથી વર્તમાન સરકાર નવા નાણાં વર્ષના પ્રથમ ચાર મહિના માટે આવક – ખર્ચની દરખાસ્તો મંજુર કરવા વચગાળાનું બજેટ રજુ કરશે. ચૂંટણી બાદ કેન્દ્રમાં સ્થાપિત થનારી નવી સરકાર સંપૂર્ણ નાણાં વર્ષ માટેનું બજેટ રજુ કરશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.