રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૩૦.૦૭.૨૦૨૧ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૨૬૫૩.૦૭ સામે ૫૨૭૯૨.૩૬ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૨૫૩૩.૯૧ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૩૭૬.૩૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૬૬.૨૩ પોઈન્ટના ઘટાડા સાથે ૫૨૫૮૬.૮૪ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૫૮૦૬.૩૫ સામે ૧૫૭૩૫.૨૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૫૭૩૫.૨૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૩૭.૧૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૧.૩૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૫૭૮૫.૦૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના અંતે ભારતીય શેરબજારમાં ટ્રેડિંગની શરૂઆત ગઇકાલના નોંધપાત્ર ઘટાડા બાદ તેજી સાથે થઈ હતી. વિશ્વમાં કોરોના સંક્રમણ યુ.કે., ઓસ્ટ્રેલિયામાં કેસો વધવા લાગ્યા છતાં આ નેગેટિવ પરિબળને અવગણીને વૈશ્વિક બજારો સાથે ભારતીય શેરબજારમાં સુધારો જોવાયો હતો. ભારતમાં ચોમાસાની સારી પ્રગતિ અને કોરોના મહામારી બાદ ભારતીય શેરબજારના અર્થતંત્રમાં ઝડપી રિકવરીનો અંદાજ મૂકીને આગામી દિવસોમાં કોર્પોરેટ ઈન્ડિયાની કામગીરી સારી નીવડવાની અપેક્ષાએ ફંડોએ આજે ઘટાડે પસંદગીના શેરોમાં લેવાલી કરી હતી.
દેશભરમાં કોરોના મહામારીથી સર્જાયેલી ભયંકર હેલ્થ કટોકટી દરમિયાન ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓ દ્વારા દવાઓની માંગમાં અસાધારણ વધારાને લઈ સતત ફાર્મા શેરોમાં તેજી કર્યા કોર્પોરેટ ઈન્ડિયાના જૂન ૨૦૨૧ના અંતના ત્રિમાસિક પરિણામોમાં સન ફાર્માના પરિણામ અપેક્ષાથી મુજબ આવતાં કંપનીના શેરમાં ૧૦%ની ઉપલી સર્કિટની પોઝિટિવ અસરે ફંડોએ આજે ફાર્મા શેરોમાં કરી હતી, જોકે ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ઊંચા મથાળે જળવાઈ રહેતા પેટ્રોલ, ડિઝલના ભાવ વિક્રમી ઊંચાઈએ રહ્યાના નેગેટીવ પરિબળ અને મેટલ-માઈનીંગ શેરોમાં આજે ફંડોએ વેચવાલી કરતાં ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૫૨% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૬૯% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર એનર્જી, ફઇનાન્સ, ટેલિકોમ, બેન્કેક્સ, કેપિટલ ગુડ્સ, મેટલ અને ઓઇલ ગેસ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૩૬૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૩૯૭ અને વધનારની સંખ્યા ૧૮૩૭ રહી હતી, ૧૩૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૯૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪૭૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, કોરોના સંક્રમણની બીજી લહેરમાંથી બહાર આવી દેશમાં આર્થિક-ઔદ્યોગિક પ્રવૃતિ વેગ પકડી રહી છે ત્યારે આ સાથે મોંઘવારીનું પરિબળ રોજબરોજ જોખમી બની અત્યારે ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવમાં વધારાની સાથે પેટ્રોલ, ડિઝલના સતત વધતાં વિક્રમી ભાવો અને અમેરિકી ડોલર સામે નબળો પડતો જતો ભારતીય રૂપિયો ભારતીય શેરબજારમાં સેન્ટીમેન્ટને આગામી દિવસોમાં ખરાબ કરી શકે છે. આ સાથે સતત ખરીદી કર્યા બાદ ફોરેન ફંડો ભારતીય શેરબજારમાં પ્રોફિટ બુકિંગ સાથે ઓવરબોટ પોઝિશન હળવી કરી રહ્યા છે. જેથી આગામી દિવસોમાં શકય છે ફંડોની એક્ઝિટને પગલે કરેકશન જોવા મળી શકે છે, જેથી સાવચેતી જરૂરી બની રહેશે. ઉપરાંત આંતરરાષ્ટ્રીય મોરચે અમેરિકામાં બોન્ડ યીલ્ડ સાથે વૈશ્વિક બજારો પર નજર અને સ્થાનિક સ્તરે મોંઘવારીને કાબૂમાં લેવા માટે લેવાઈ રહેલા વિવિધ પગલાં પર ભારતીય શેરબજારની નજર રહેશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.