Home વ્યાપાર જગત - BUSINESS નિફટી ફ્યુચર ૨૩૩૦૩ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!

નિફટી ફ્યુચર ૨૩૩૦૩ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!

4
0

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૩૦.૦૧.૨૦૨૫ ના રોજ…

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૬૫૩૨ સામે ૭૬૫૯૮ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૬૪૦૧ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૫૬૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૨૬ પોઈન્ટના ઉછાળા સાથે ૭૬૭૫૯ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૩૨૭૯ સામે ૨૩૩૧૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૩૨૬૯ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૮૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૩૮ પોઈન્ટના ઉછાળા સાથે ૨૩૪૧૮ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

ફયુચર્સ એન્ડ ઓપ્શન્સમાં જાન્યુઆરી વલણના અંત સાથે સપ્તાહના ચોથા અને સતત ત્રીજા દિવસે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું. સપ્તાહની શરૂઆતમાં બીએસઈ સેન્સેક્સ અંદાજીત ૮૨૪ પોઈન્ટ તૂટ્યા બાદ છેલ્લા ત્રણ દિવસમાં અંદાજીત ૧૩૯૩ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે અને રોકાણકારોની મૂડી પણ અંદાજીત ૯ લાખ કરોડ આસપાસ વધી છે. ફેડ રિઝર્વ દ્વારા વ્યાજ દર યથવાત રાખતા તેમજ સ્થાનિક સ્તરે અગામી કેન્દ્રીય બજેટમાં રાહતો જાહેર થવાના આશાવાદ સાથે વપરાશ અને રોજગાર સર્જન પર ફોકસ થાય તેવી સંભાવનાઓના લીધે ભારતીય શેરબજાર સુધારા તરફી ટ્રેડ થઈ રહ્યા છે.

વૈશ્વિક સ્તરે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ફરી ભારત, ચાઈના સહિતના દેશો પર આકરાં ટેરિફ લાદવાની ધમકી ઉચાર્યા સાથે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) ક્ષેત્રે ચાઈનીઝ સ્ટાર્ટઅપ ડીપસીકના અત્યંત સસ્તા એન્જિન લોન્ચિંગે ટેકનોલોજી શેરો પાછળ ઘટાડો નોંધાયા બાદ ભારતીય શેરબજારમાં તેજીના મહારથીઓ, ફંડો, રિટેલ રોકાણકારો દ્વારા કેન્દ્રિય બજેટ પૂર્વે નીચામાં સારા શેરોમાં લેવાલ બની જઈ શેરોમાં આક્રમક ખરીદી કરી હતી. 

કરન્સી માર્કેટની વાત કરીએ તો, ફેડ રિઝર્વ દ્વારા વ્યાજ દર યથવાત રાખતા ડૉલર સામે રૂપિયો આજે ઇન્ટ્રા ડે તૂટ્યા બાદ અંતે સુધરીને ટ્રેડ થઇ રહ્યો હતો, જયારે ક્રુડ ઓઈલના વિવિધ ઉત્પાદક દેશોના સંગઠન ઓપેકની સોમવારે મળનારી મિટિંગ પૂર્વે ક્રૂડ ઓઈલના ભાવ ઘટાડો જોવા મળ્યો હતો.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૦૪% ઘટીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૦૨% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ફોકસ્ડ આઈટી, આઈટી, સર્વિસ, કન્ઝ્યુમર ડીસક્રીસનરી, ટેક અને ઓટો શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૭૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૮૧૨ અને વધનારની સંખ્યા ૨૧૩૮ રહી હતી, ૧૨૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં ભારતી એરટેલ ૨.૭૮%, પાવર ગ્રીડ કોર્પોરેશન ૨.૫૯%, બજાજ ફાઈનાન્સ ૧.૮૨%, નેસ્લે ઇન્ડિયા ૧.૭૩%, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૧.૫૧%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૧.૪૪%, એશિયન પેઈન્ટ ૧.૩૨%, હિન્દુસ્તાન યૂનિલિવર ૧.૧૫%, ઇન્ડસઇન્ડ બેન્ક ૦.૯૨%, એચડીએફસી બેન્ક ૦.૮૯%, આઈટીસી લી. ૦.૭૪% અને એનટીપીસી લી. ૦.૫૯% વધ્યા હતા, જયારે ટાટા મોટર્સ ૭.૩૭%, આઈટીસી હોટેલ ૪.૯૮%, બજાજ ફિનસર્વ ૨.૧૨%, અદાણી પોર્ટ ૧.૮૬%, ઝોમેટો લિ. ૧.૬૬%, ઈન્ફોસીસ લી. ૧.૧૨%, કોટક બેન્ક ૧.૦૧%, લાર્સેન લી. ૦.૮૫%, ટેક મહિન્દ્ર ૦.૬૦% એચસીએલ ટેકનોલોજી ૦.૩૨% ઘટ્યા હતા.

બજારની ભાવિ દિશા….

મિત્રો, દેશના નાણા મંત્રી નિર્મલા સીતારમણ ૧ ફેબ્રુઆરી શનિવારે કેન્દ્રીય બજેટ ૨૦૨૫ રજૂ કરવાના છે. જેમાં વિવિધ ઉદ્યોગ સંગઠનો દ્વારા મધ્યમવર્ગને અનુલક્ષી ઈન્કમ ટેક્સમાં સુધારો, એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો તેમજ સરકારી લાભોમાં વધારો કરે તેવી ભલામણો કરવામાં આવી છે. જેમ કે કેન્દ્ર સરકાર નવી ટેક્સ રિજિમને પ્રોત્સાહન આપવા અનેક સુધારાઓ કરી શકે છે. હાલ ઘણા કરદાતાઓ જૂની ટેક્સ રિજિમને પ્રાધાન્ય આપી રહ્યા છે. જેને ધ્યાનમાં રાખતાં સરકાર નવી ટેક્સ રિજિમ હેઠળ ઘણા લાભો સમાવિષ્ટ કરી શકે છે.

ઉપરાંત ચાલુ નાણાકીય વર્ષમાં મોંઘવારીએ સામાન્ય લોકોને હેરાન છે ત્યારે ક્રૂડના ભાવો વૈશ્વિક સ્તરે ઘટ્યા હોવા છતાં, રૂપિયો નબળો પડતાં ઓએમસીએ પેટ્રોલ-ડિઝલના ભાવમાં ઘટાડાનો લાભ આપ્યો નથી. જેને ધ્યાનમાં રાખી સરકાર ફોસિલ ફ્યુલમાં લાગતી એક્સાઈઝ ડ્યૂટી ઘટાડી શકે છે. સાથે સાથે આ બજેટમાં નાણા મંત્રી સરકારી સહાય યોજનાઓમાં વધારો કરી શકે છે. જેમાં સંસદની સ્થાયી સમિતિએ કિસાન સન્માન નિધિ વધારી રૂ.૧૨ હજાર કરવા ભલામણ કરી હતી. હાલ રૂ.૬૦૦૦ છે. વધુમાં આયુષ્માન ભારત યોજનામાં વધુ સુવિધાઓ આપતા બજેટ ફાળવણી વધારવામાં આવી શકે છે. વર્ષ ૨૦૧૫માં શરૂ થયેલી અટલ પેન્શન યોજનામાં ઘણા સમયથી કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી તેથી કેન્દ્ર સરકાર તેમાં પણ સુધારો – વધારો કરી શકે છે.

The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read Disclaimer and related all the documents carefully before investing / trading, mentioned on www.nikhilbhatt.in

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field