રોકાણકારમિત્રો, આનંદ ને…!! તા.૨૯.૦૯.૨૦૨૩ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૬૫૫૦૮.૩૨ સામે ૬૫૭૪૩.૯૩ પોઈન્ટના મથાળેથી ખુલીને ૬૫૫૭૦.૩૮ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૫૮૧.૨૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૨૦.૦૯ પોઈન્ટના ઉછાળા સાથે ૬૫૮૨૮.૪૧ પોઈન્ટ ઉછાળા સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલાબંધ ૧૯૬૩૭.૧૦ સામે ૧૯૬૭૫.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૯૬૩૮.૦૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૫૬.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૭૬.૯૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૯૭૧૪.૦૦ પોઈન્ટ આસપાસ ઉછાળા સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો...
છેલ્લા સત્રમાં જે શેરબજારમાં તેજી જોવા મળી હતી તે શુક્રવારે તેની ભવ્યતામાં પાછી આવી હતી.વૈશ્વિક બજારોના હકારાત્મક વલણો વચ્ચે શુક્રવારે ભારતીય સ્થાનિક શેરબજારમાં ઉછાળો નોંધાયો હતો. સેન્સેક્સ ૩૨૦ પોઈન્ટ વધીને અને નિફ્ટી ૧૯૭૯૦ની પાર બંધ થયો. ગ્લેનમાર્કનો શેર ૧૦% અને વેદાંત ૭% વધ્યો હતો. એનટીપીસી અને ટાટા મોટર્સના શેરમાં વધારો થયો હતો. તે જ સમયે, ટાટા ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશનમાં ૫%નો ઘટાડો નોંધાયો હતો. યુએસ માર્કેટમાં ઉછાળા બાદ એશિયન બજારો ટોક્યો, શાંઘાઈ અને હોંગકોંગ પોઝીટીવ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા છે. વૈશ્વિક પોઝિટિવ ટ્રેન્ડની અસર ભારતીય શેરબજારમાં જોવા મળી હતી.સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે, BSE સેન્સેક્સ ૩૨૦.૦૯ પોઈન્ટ અથવા ૦.૪૯%ના વધારા સાથે ૬૫૮૨૮.૪૧ પર બંધ થયો હતો. તે જ સમયે, NSE નિફ્ટી ૭૬.૯૦ અંક અથવા ૦.૩૯% ના વધારા સાથે ૧૯૭૧૪.૦૦ ના સ્તર પર બંધ થયો. તે જ સમયે, વૈશ્વિક તેલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૦.૦૫% વધીને US $ ૯૫.૪૩ પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે.
BSE સેન્સેક્સ પર ગ્લેનમાર્ક ફાર્માના શેર ૧૦.૧૧% અને ઓમેક્સ લિમિટેડ ૯.૯૪% વધ્યા હતા.અશોકા બિલ્ડકોઈનના શેર ૯.૦૯% અને વેદાંતના શેર ૬.૮૧% ,NTPC ૩.૨૬% વધ્યો, ટાટા મોટર્સ ૨.૭૭% વધ્યો. તેવી જ રીતે JSW સ્ટીલ, ટાટા સ્ટીલ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, લાર્સન એન્ડ ટુબ્રો, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ, સન ફાર્મા, ભારતી એરટેલ અને આઈટીસીના વધારો નોંધાયો હતો.જયારે બીજી તરફ BSE સેન્સેક્સ પર ઇન્ફોસિસ, વિપ્રો, એશિયન પેઇન્ટ્સ, એચસીએલ ટેક્નોલોજીસ, ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ, ટાઇટન, પાવરગ્રીડ અને એક્સિસ બેન્કના શેર ઘટાડો જોવા મળ્યો હતો.
સેન્સેક્સ,નિફટી બેઝડ ફંડોની મંદી સાથે બીએસઈ મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ ઘટાળા પર બંધ થયા છે.બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૭૮૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૨૭૮ અને વધનારની સંખ્યા ૨૩૫૦ રહી હતી,૧૫૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલજોવાયો ન હતો.BSE મિડકેપ ઈન્ડેક્સમાં ૧.૧૯% અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં ૦.૩૪% નો ઘટાડો જોવા મળ્યો હતો.
બજારની ભાવિ દિશા….
મિત્રો, ઘર આંગણે શેર બજારોમાં ઐતિહાસિક તેજી પછી જી-૨૦ મીટિંગ બાદ અપેક્ષિત મોટું કરેકશન આવ્યું છે.મિડ કેપ કંપનીઓ-શેરોમાં બેફામ તેજી બાદ ઓવર વેલ્યુએશને ફંડો,લાલબત્તી બતાવી અનેક શેરોમાં ઓવરબોટ પોઝિશનને હળવી થતા અનેક શેરોમાં મોટા ગાબડાં પડતાં જોવાયા છે.જ્યારે સ્મોલ, મિડ કેપ ફોક્સ ફંડો હવે લાર્જ કેપ શેરો તરફ કેટલુંક ફંડ શિફ્ટ કરતાં જોવાયા છે. આ બદલાતાં પ્રવાહમાં અત્યારે બજારમાં અનિવાર્ય કરેકશન આવી શકે છે. વૈશ્વિક મોરચે ફરી ફુગાવા-મોંઘવારીના પરિબળે વિવિધ દેશોની સેન્ટ્રલ બેંકોને સાવચેત કરી દઈ હાલ તુરત વ્યાજ દરમાં ઘટાડો કરતાં અટકાવી ફરી નવો વધારો કરવા માટે વિચારતા કરી દીધા છે. યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વાર ગત સપ્તાહમાં વ્યાજ દર અપેક્ષિત યથાવત રાખવામાં આવ્યા છતાં પરિસ્થિતિ હજુ સાનૂકુળ નહીં હોવાથી ચાલુ વર્ષમાં ૦.૨૫%નો એક વધુ વધારો શકય હોવાનું અને વર્ષ ૨૦૨૪માં એક ટકાના બદલે હવે અડધા ટકાનો જ વ્યાજ દર ઘટાડો કરવાના સંકેત આપીને સાવચેતી બતાવી છે.જેની અસર સાથે ચાઈના સ્ટીમ્યુલસ પર સ્ટીમ્યુલસ પગલાં લઈને અર્થતંત્રને પટરી પર લાવવાના પ્રયાસો કરી રહ્યું છે.પરંતુ આ છતાં અનિશ્ચિતતા સાથે અસ્થિરતાની પરિસ્થિતિ હજુ કાયમ છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.