રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૯.૦૬.૨૦૨૧ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૨૭૩૫.૫૯ સામે ૫૨૭૯૫.૭૬ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૨૪૭૭.૭૭ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૩૩૮.૬૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૮૫.૯૩ પોઈન્ટના ઘટાડા સાથે ૫૨૫૪૯.૬૬ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૫૮૫૪.૯૫ સામે ૧૫૮૪૩.૧૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૫૭૫૮.૭૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૦૧.૩૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૬૨.૯૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૫૭૯૨.૦૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત મજબૂતીએ થઈ હતી. દેશમાં ચોમાસાની સારી પ્રગતિ અને નાણા પ્રધાન નિર્મલા સીતારામને ગઇકાલે કોરોના અસરગ્રસ્ત આઠ ક્ષેત્રો માટે રૂ.૧.૧ લાખ કરોડની લોન ગેરંટી સ્કિમ સહિતના પ્રોત્સાહનો જાહેર કર્યાના પોઝિટીવ પરિબળોની આજે બજાર ખાસ અસર જોવાઈ નહોતી. કોરોના સંક્રમણની બીજી લહેર પૂરી થયા બાદ હવે ત્રીજી લહેરની ચિંતા અને કેસો વધતાં ફરી લોકડાઉનના અંકુશો લાગુ કરવાની શરૂઆત વચ્ચે આજે શેરોમાં ફંડો, મહારથીઓએ ઈન્ડેક્સ બેઝડ ઉછાળે નફો બુક કરતાં ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.
નાણાપ્રધાને આત્મનિર્ભર ભારત પેકેજના ભાગરૂપ આપેલી ક્રેડિટ લાઈન ઈમરજન્સી ક્રેડિટ લાઈન ગેરંટી સ્કિમ(ઈસીએલજીએસ)ને વધુ રૂ.૧.૫ લાખ કરોડ સુધી લંબાવી છે. આ સાથે ૧૧,૦૦૦ રજીસ્ટર્ડ ટુરિસ્ટ ગાઈડોને ટ્રાવેલ એન્ડ ટુરિઝમ હિસ્સેદારો(ટીટીએસ)ને નાણાકીય મદદ પૂરી પાડવામાં આવશે, જેમાં ટીટીએસને રૂ.૧૦ લાખ સુધીની લોન અને લાઈસન્સ્ડ ટુરિસ્ટ ગાઈડોને રૂ.૧ લાખ સુધીની લોન આપવામાં આવશે. આ પેકેજ હેઠળ હેલ્થકેર ક્ષેત્રને રૂ.૫૦,૦૦૦ કરોડની રાત આપવામાં આવતાં હેલ્થકેર શેરોમાં તેજી જોવા મળી હતી.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૪૨% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૦૭% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર એફએમસીજી, હેલ્થકેર અને યુટીલીટીઝ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૩૫૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૫૮૭ અને વધનારની સંખ્યા ૧૬૪૪ રહી હતી, ૧૨૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૬૧ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪૯૨ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, કોરોના સંક્રમણની બીજી લહેર પૂરી થયા બાદ દેશ ઝડપી અનલોક થઈ રહ્યો હતો, ત્યાં હવે ફરી ત્રીજી લહેરની ચિંતા અને તકેદારીમાં ફરી લોકડાઉનના પગલાં લાગુ કરવાની થઈ રહેલી કવાયતને ધ્યાનમાં લેતાં આગામી દિવસોમાં સાવચેતી વચ્ચે આર્થિક પ્રવૃતિ ફરી રૂંધાવાના સંજોગોમાં ભારતીય શેરબજારમાં પણ ઉછાળે સાવચેતીમાં બજાર કરેકશન ઝોનમાં આવી શકે છે. ફુગાવા-મોંઘવારીના વધતાં જોખમી પરિબળ સામે ચોમાસાની પ્રગતિ એકંદર સારી રહી હોવા છતાં ફંડોએ પાછલા સપ્તાહમાં સાવચેતીમાં વિક્રમી ઊંચા મથાળે તેજીનો વેપાર હળવો કર્યો છે. તેજીના લાંબા સમયથી જોવાઈ રહેલા અતિરેકના અંતની શરૂઆત છેલ્લા અઠવાડિયામાં થઈ ગયા સાથે આગામી દિવસોમાં ભારતના મે મહિના માટેના ઈન્ફ્રાસ્ટ્રકચર ઉત્પાદનના ૩૦,જૂનના જાહેર થનારા આંક તેમજ જૂન મહિના માટેના મેન્યુફેકચરીંગ પીએમઆઈના ૧,જુલાઈ ૨૦૨૧ના જાહેર થનારા આંક તેમજ ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય વધતાં જતાં ભાવ સાથે રૂપિયા સામે અમેરિકી ડોલરના મૂલ્ય પર બજારની નજર રહેશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.