રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૯.૦૭.૨૦૨૧ ના રોજ…..
સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૨૪૪૩.૭૧ સામે ૫૨૬૯૩.૫૩ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૨૫૬૧.૩૯ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૧૫.૭૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૦૯.૩૬ પોઈન્ટના ઉછાળા સાથે ૫૨૬૫૩.૦૭ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૫૭૦૯.૧૦ સામે ૧૫૭૪૧.૦૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૫૭૩૦.૫૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૮૧.૯૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૭૧.૧૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૫૭૮૦.૨૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
વિશ્વમાં કોરોના સંક્રમણ ડેલ્ટા અને કપ્પા સહિતના નવા સ્વરૂપે ફેલાઈ રહ્યાના અને યુ.કે., ઓસ્ટ્રેલિયામાં કેસો વધવા લાગતાં અને ટોક્યોમાં ઓલમ્પિક વચ્ચે કેસો વધી રહ્યાના અહેવાલ વચ્ચે વૈશ્વિક બજારો પાછળ ભારતીય શેરબજારમાં તોફાની વધઘટના અંતે આજે ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હતી. વૈશ્વિક મોરચે ચાઈનીઝ સરકાર દ્વારા એક તરફ આઈટી કંપનીઓ સામે કાર્યવાહી, પ્રતિબંધોના પગલાંએ ફોરેન ઈન્વેસ્ટરો ખાસ અમેરિકી ફંડોએ ચાઈનીઝ, હોંગકોંગની એસેટ્સમાં મોટું વેચવાલી કર્યાની નેગેટીવ અસર બાદ આજે વૈશ્વિક બજારોમાં તેજી નોંધાતા ભારતીય શેરબજારમાં ફંડોએ આજે ડેરિવેટીવ્ઝમાં જુલાઇ વલણના અંતે તેજી કરી હતી.
ભારતમાં ચોમાસાની સારી પ્રગતિ અને કોરોના સંક્રમણમાં ઘટાડાના પોઝિટીવ પરિબળો સાથે વેક્સિનેશન મુદ્દે સરકાર દ્વારા વર્ષાન્ત સુધીમાં તમામને રસીના આશાવાદ સાથે કોરોના સંક્રમણની બીજી લહેર બાદ દેશમાં આર્થિક, ઔદ્યોગિક પ્રવૃતિ વધવા લગતા અર્થતંત્રમાં ઝડપી રિકવરીનો અંદાજ મૂકીને આગામી દિવસોમાં કોર્પોરેટ ઈન્ડિયાની કામગીરી સારી નીવડવાની અપેક્ષાએ તેજી કરતા ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૩૯% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૯૦% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર એફએમસીજી, ટેલિકોમ, પાવર, ઓઇલ એન્ડ ગેસ, ઓટો, હેલ્થકેર અને યુટિલિટીઝ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૩૩૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૨૫૨ અને વધનારની સંખ્યા ૧૯૩૮ રહી હતી, ૧૪૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૨૦ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪૮૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, પ્રાઇમરી બજાર હાલમાં ધમધમી રહ્યું છે. રોકાણકારોના જોરદાર પ્રતિસાદને કારણે કંપનીઓ આ સમયે આઇપીઓ મારફતે શેરબજારમાં પ્રવેશ કરી રહી છે. થોડા મહિનાઓથી ચાલી રહેલ ધુમ ચાલુ નાણાકીય વર્ષના અંત સુધી જારી રહેવાની શક્યતા છે. દિવાળી સુધીમાં પેટીએમનો આઈપીઓ આવશે અને તે પછી અંતિમ ક્વાર્ટરમાં ભારતીય જીવન વીમા નિગમ (LIC) સૌથી મોટો આઈપીઓ લઈને આવશે. જો કે તેના પહેલા ૧૬ ઓગસ્ટ સુધીમાં ૯ કંપનીઓ પોતાનો આઈપીઓ લઈને આવશે. આ તમામ મળીને રૂ.૧૬ હજાર કરોડ એકઠા કરી શકે છે. વર્ષ ૨૦૨૧માં અત્યાર સુધીમાં ૨૮ આઈપીઓ થકી અંદાજીત રૂ.૩૮,૦૦૦ કરોડથી વધુ એકત્ર કર્યા છે.
આ બીજું શ્રેષ્ઠ વર્ષ છે જેમાં વધુ નાણાં એકત્ર કરવામાં આવ્યા છે. વર્ષ૨૦૧૭માં કંપનીઓએ આઇપીઓના માધ્યમથી અંદાજીત રૂ.૬૭,૧૬૭ કરોડ રૂપિયા એકઠા કર્યા હતા. ઓગસ્ટમાં પહેલા ઈશ્યૂ તરીકે ૩ કંપનીઓ એક સાથે બજારમાં પ્રવેશ કરી રહી છે. ૪ ઓગસ્ટે દિવ્યાની ઇન્ટરનેશનલ, કાર્ટ્રેડ અને વિન્ડ ગ્લાસ બાયો આઈપીઓ લોન્ચ કરશે. જ્યારે વિન્ડ ગ્લાસ રૂ.૭૦૦ કરોડ એકત્ર કરશે, જ્યારે દિવ્યાની ઇન્ટરનેશનલ રૂ.૧,૪૦૦ કરોડ એકત્ર કરશે. કારટ્રેડ રૂ.૨૦૦૦ કરોડ માટે બજારમાં આવી રહી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.