રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૯.૦૧.૨૦૨૪ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૦૭૦૦.૬૭ સામે ૭૦૯૬૮.૧૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૦૮૮૦.૫૪ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૧૨૯.૬૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૨૪૦.૯૦ પોઈન્ટના ઉછાળા સાથે ૭૧૯૪૧.૫૭ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૧૪૮૮.૫૫ સામે ૨૧૫૯૧.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૧૫૭૫.૦૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૧૦.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૮૬.૬૫ પોઈન્ટના ઉછાળા સાથે ૨૧૮૭૫.૨૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
અમેરિકાના બોન્ડ યીલ્ડમાં વધારો અને સ્થાનિક સ્તરે બેંકિંગ – ફાઈનાન્સ ક્ષેત્રે એચડીએફસી બેંકના નબળા પરિણામની અસરે સાવચેતીમાં ફંડોની વેચવાલી અને આઈટી કંપની ટેક મહિન્દ્રાના નબળા પરિણામે આઈટી શેરોમાં વેચવાલી પાછળ ગત સપ્તાહના અંતે ભારતીય શેરબજારમાં ઘટાડો નોંધાયો હતો, જો કે આજે સપ્તાહના પ્રથમ દિવસે ચાઈના દ્વારા સ્ટીમ્યુલસ પગલાંમાં બેંકોને ઓછી રિઝર્વ રાખવાની મંજૂરી સાથે વૈશ્વિક બજારોમાં તેજી આવતાં અને બજેટ પૂર્વે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોના હેમરીંગ સામે લોકલ ફંડો, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની બે તરફી અફડાતફડી બાદ ફંગોળાતી ચાલમાં ઈન્ડેક્સ બેઝડ અસાધારણ વોલેટીલિટી બતાવી અંતે બજાર ફરી સંગીન સુધારા સાથે પોઝિટીવ ઝોનમાં બંધ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૬૮% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૦૩% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર આઇટી, એફએમસીજી અને ટેક શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ૬.૮૬%, ટાટા મોટર્સ ૩.૬૨%, પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ૩.૪૦%, લાર્સન એન્ડ ટુબ્રો ૩.૨૫% અને કોટક મહિન્દ્રા બેન્ક ૩.૧૮% વધ્યા હતા, જ્યારે આઈટીસી ૧.૨૦%, ઈન્ફોસિસ ૦.૮૯%, જેએસડબલ્યૂ સ્ટીલ ૦.૫૯%, ટેક મહિન્દ્રા ૦.૫૩% અને ટીસીએસ ૦.૧૮% ઘટ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૬૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૬૫૯ અને વધનારની સંખ્યા ૨૨૬૨ રહી હતી, ૧૪૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૧ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઉછાળા સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૬.૦૫ લાખ કરોડ વધીને ૩૭૭.૧૭ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૨૫ કંપનીઓ વધી અને ૫ કંપનીઓ ઘટી હતી.
બજારની ભાવિ દિશા….
મિત્રો, કેલેન્ડર વર્ષ ૨૦૨૩માં એફપીઆઈઝ દ્વારા ભારતીય શેરોની રૂ.૧.૭૧ લાખ કરોડની ખરીદી થઈ છે અને કુલ રોકાણ પ્રવાહ ડેટ, હાઈબ્રિડ, ડેટ-વીઆરઆર અને ઈક્વિટીઝમાં રૂ.૨.૩૭ લાખ કરોડ થયું હતું, જો કે હવે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો ભારતીય શેરબજારમાં શેરોમાં ફરી જંગી વેચવાલ બન્યા છે. યુ.એસ. બોન્ડ યીલ્ડ્સ ૩.૯%થી વધીને ૪.૧૮% થતાં એફપીઆઈઝની વૈશ્વિક મોરચે શેરોમાં ખરીદી અટકતી જોવાઈ છે. જેમાં ભારત જેવા વિકાસશીલ બજારોમાં શેરોમાં મોટી વેચવાલી થઈ છે. એફપીઆઈઝની જાન્યુઆરી ૨૦૨૪માં ૨૬ તારીખ સુધીમાં અંદાજીત રૂ.૨૪,૭૩૪ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી થઈ છે. વર્ષ ૨૦૨૪ની શરૂઆતમાં એફપીઆઈઝનું વલણ પોઝિટીવ ખરીદીનું રહ્યું હતું. પરંતુ ત્યાર બાદ એચડીએફસી બેંક પાછળ ફોરેન ફંડોએ મોટી વેચવાલી કરી છે.
વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ ગત સપ્તાહમાં દરેક દિવસે વેચવાલ રહી અંદાજીત રૂ.૧૨,૧૯૪.૩૮ કરોડની ચોખ્ખી વેચવાલી કરી હતી, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની છ ટ્રેડીંગ દિવસમાંથી ત્રણ દિવસ રૂ.૯૭૦૧.૪૬ કરોડની કુલ ખરીદી રહી હતી. એફપીઆઈઝ દ્વારા ઓટોમોબાઈલ, ઓટો એનસીલિયરી, મીડિયા અને એન્ટરટેઈન્મેન્ટ અને કેટલાક આઈટી શેરોમાં વેચવાલી કરી છે. જ્યારે ઓઈલ-ગેસ, પાવર અને પસંદગીના ફાઈનાન્શિયલ સર્વિસિઝ શેરોમાં ખરીદદાર રહ્યા હતા ત્યારે આગામી દિવસોમાં બજેટ પૂર્વે એફપીઆઈઝ, ફોરેન ફંડોનું ફંડ એલોકેશન – ફાળવણી વિવિધ વૈશ્વિક બજારો માટે કેટલી કરવામાં આવે છે એના અંદાજો પર ભારતીય બજારોમાં તેજીનો ટ્રેન્ડ આગળ વધશે કે કરેકશનનો ટ્રેન્ડ આગળ વધશે એ મહત્વનું રહેશે જેથી દરેક ઉછાળે સાવધાની બની રહેશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.