Home દેશ - NATIONAL નિફટી ફ્યુચર ૨૩૪૦૪ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

નિફટી ફ્યુચર ૨૩૪૦૪ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

76
0
Bull and Bear -Stock Market Trends

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૮.૦૩.૨૦૨૫ ના રોજ

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૭૬૯૦ સામે ૭૭૬૦૬ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૭૧૮૫ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૫૮૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૯૧ પોઈન્ટના ઘટાડા સાથે ૭૭૪૧૪ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૩૭૭૭ સામે ૨૩૭૭૫ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૩૫૬૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૪૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૪૦ પોઈન્ટના ઘટાડા સાથે ૨૩૬૩૭ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં આયાત થતાં તમામ ઓટોમોબાઈલ – વાહનો પર ૨૫% ટેરિફ લાદવાનું જાહેર કરતાં અને અમેરિકાના ભારત પર ડયુટી ઘટાડવાના દબાણને લઈ કેન્દ્ર સરકાર પરની આયાત ડયુટી ઘટાડવા વિચારણા કરીને રહ્યાના અહેવાલે ભારતીય ઓટો ઉદ્યોગને ફટકો પડવાના અંદાજોએ ઓટો શેરોમાં ફંડોનું હેમરિંગ સાથે અમેરિકાના ભારત પર ક્રુડ ઓઈલની ખરીદીનું દબાણ વધારતી તાજેતરની બન્ને દેશો વચ્ચેની ડિલ અને બીજી તરફ ઓપેક દેશો દ્વારા એપ્રિલ પૂર્વે ક્રુડ ઓઈલના ઉત્પાદનમાં વધારો નહીં કરવાના નિર્ણયે આજે વૈશ્વિક બજારોમાં ઘટાડા સાથે ભારતીય શેરબજારમાં પણ ઉછાળે નફારૂપી વેચવાલી જોવા મળી હતી.

હજુ ૨, એપ્રિલના અનેક દેશો પર તોળાતા રેસિપ્રોકલ ટેરિફને લઈ વૈશ્વિક બજારોમાં સાવચેતી સાથે આજે સપ્તાહના અંતે ભારતીય શેરબજારમાં પણ ફંડો વેચવાલ બનતા ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું. કરન્સી માર્કેટની વાત કરીએ તો, અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે ઓટો ટેરીફ જાહેર કરતાં વૈશ્વિક સ્તરે ટ્રેડ વોર વધવાની ભીતિ વચ્ચે રૂપિયા સામે ડોલર ઇન્ડેક્સમાં ફરી વધારો જોવા મળ્યો હતો, જયારે ક્રૂડઓઈલના ભાવ વધ્યા મથાળેથી ઘટયા હતા.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૬૮% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૩૫% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર એફએમસીજી, બેન્કેકસ અને ઓઈલ એન્ડ ગેસ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૧૧૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૪૯૯ અને વધનારની સંખ્યા ૧૪૯૭ રહી હતી, ૧૨૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૧ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં કોટક બેન્ક ૧.૮૮%, હિન્દુસ્તાન યુનીલીવર ૧.૦૧%, આઈસીઆઈસીઆઈ બેન્ક ૦.૮૭%, ટાટા મોટર્સ ૦.૮૨%, નેસ્લે ઇન્ડિયા ૦.૭૫%, ભારતી એરટેલ ૦.૪૪%, એકસિસ બેન્ક ૦.૩૧%, એચડીએફસી બેન્ક ૦.૧૮ અને આઈટીસી લિ. ૦.૧૦% વધ્યા હતા, જયારે ઇન્ડસઇન્ડ બેન્ક ૩.૫૭%, મહિન્દ્રા & મહિન્દ્રા ૨.૪૫%, એચસીએલ ટેકનોલોજી ૨.૨૦%, મારુતિ સુઝુકી ૨.૧૦%, ઇન્ફોસિસ લિ. ૨.૦૭%, ઝોમેટો લિ. ૨.૦૭%, પાવર ગ્રીડ કોર્પોરેશન ૧.૫૧%, અદાણી પોર્ટ ૧.૩૩% અને ટીસીએસ લિ. ૧.૨૯% ઘટ્યા હતા.

બજારની ભાવિ દિશા….

મિત્રો, જુલાઈ – સપ્ટેમ્બર અને ઓક્ટોબર – ડિસેમ્બર ક્વાર્ટરમાં નરમ કોર્પોરેટ કમાણી અને વૈશ્વિક પડકારોને કારણે રોકાણકારોનું સેન્ટિમેન્ટ નબળું પડયું છે. આનાથી ઈક્વિટી અને પ્રાયમરી બંને બજાર પર અસર પડી છે. વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો દ્વારા કરવામાં આવેલા વેચાણથી બજારમાં ઘટાડો વધુ લંબાયો હતો. છેલ્લા ૬ મહિનામાંથી ૫ મહિના સુધી તે ચોખ્ખા વેચાણકર્તા રહ્યા હતા. નવેમ્બર ૨૦૨૪માં ડોનાલ્ડ ટ્રમ્પે યુએસ રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા પછી, યુએસ નીતિઓમાં ફેરફાર અને ડોલરના મજબૂત થવાની ચિંતાને કારણે વિદેશી રોકાણકારોએ ભારત જેવા ઉભરતા બજારોમાંથી તેમના રોકાણો પાછુ ખેંચી રહ્યા છે.

ફેબ્રુઆરી માસમાં મોટા પાયે વેચવાલીથી ઘણી કંપનીઓને તેમની લિસ્ટિંગ યોજનાઓ મુલતવી રાખતા માર્ચ માસ એક પણ આઈપીઓ બજારમાં આવ્યો ન હતો, જો કે માર્ચ માસના અંતે ભારતીય શેરબજારમાં નીચા મથાળેથી સુધારો જોવા મળ્યો હતો અને જો સુધારો ચાલુ રહેશે, તો એપ્રિલ માસમાં આઈપીઓ જોવા મળી શકે છે. ઓક્ટોબર-ડિસેમ્બરમાં, નિફ્ટી ૮.૪%, નિફ્ટી મિડકેપ ૪.૯% અને સ્મોલકેપ ૨.૨% ઘટયો હતો. જોકે, જાન્યુઆરી – માર્ચ ૨૦૨૫ દરમિયાન, નિફ્ટી મિડકેપમાં ૯% અને સ્મોલકેપમાં ૧૫%નો ઘટાડો થયો હતો. ગત સપ્તાહે, બજારમાં સુધારા વચ્ચે, નિફ્ટી ૪.૨%, નિફ્ટી મિડકેપ ૭.૭% અને સ્મોલકેપ ૮% વધ્યા હતા. આમ છતાં બેંકરોનું વલણ હજુ પણ સાવધ છે.

Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field