રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૮.૦૧.૨૦૨૧ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૪૭૪૦૯.૯૩ સામે ૪૬૮૩૪.૫૭ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૪૬૫૧૮.૪૮ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૬૫૩.૫૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૩૫.૫૭ પોઈન્ટના ઘટાડા સાથે ૪૬૮૭૪.૩૬ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૩૯૮૨.૫૫ સામે ૧૩૮૪૯.૯૫ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૩૭૦૬.૩૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૯૦.૬૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૬૩.૧૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૩૮૧૯.૪૫ પોઈન્ટ બંધ થયેલ..!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
કોરોના મહામારી સામે વેક્સિનની શોધ બાદ હવે દેશભરમાં કોરોના વેક્સિનેશનનો પ્રોગ્રામ વેગ પકડી રહ્યો હોવાના પોઝિટીવ પરિબળ છતાં લાંબા સમયથી સતત ઐતિહાસિક તેજીની દોટ નોંધાવતાં ભારતીય શેરબજારોમાં મહત્વનો માઈલસ્ટોન ૫૦,૦૦૦ પાર થઈ ગયા બાદ ઈન્વેસ્ટરો સાથે ફંડોએ સતત તેજીનો મોટો વેપાર હળવો કરવાનું પસંદ કર્યું હતું. આ સાથે કેન્દ્રિય બજેટની થઈ રહેલી તૈયારી અને આ વખતે બજેટમાં રાહતો – પ્રોત્સાહનો અપેક્ષિત હોવાના અહેવાલ અને ડેરિવેટીવ્ઝમાં જાન્યુઆરી વલણના અંત સાથે આજે ઓવરબોટ પોઝિશન હળવી થતાં ઘટાડો જોવા મળ્યો હતો.
કંપનીઓના પરિણામોની સીઝન હાલ ચાલી રહી છે અને અપેક્ષા કરતા સારા પરિણામો રહ્યા છતાં ભારતીય શેરબજારમાં સતત પાંચમા ટ્રેડિંગ સેશનમાં તીવ્ર વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું. ભારત અને ચીન દ્વારા કમાન્ડર સ્તરની વાતચીત છતા સિક્કીમમાં થયેલા ઘર્ષણ અને બજેટ પૂર્વે સાવચેતીએ જોરદાર વેચવાલી નોંધાઈ હતી. આ સાથે લાંબા સમયથી શેરોમાં સતત ખરીદદાર રહેલા ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો હવે શેરોમાં વેચવાલ બનવા લાગતાં ઈન્વેસ્ટરોએ ગભરાટમાં ઓફલોડિંગ કરવાનું શરૂ કરી દેતાં ભારતીય શેરબજારમાં સતત ઘટાડો નોંધાયો હતો.
બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૪૬% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૪૫% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ટેલિકોમ, બેન્કેક્સ, કંઝ્યુમર ડ્યુરેબ્લસ અને ઓઈલ એન્ડ ગેસ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસમાં વેચવાલી જોવા મળી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૦૪૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૩૨૪ અને વધનારની સંખ્યા ૧૫૫૧ રહી હતી, ૧૬૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૬૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૧૩ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, કોરોના સંક્રમણના પરિણામે વિશ્વ ત્રસ્ત છે ત્યારે ઘણાં દેશોના અર્થતંત્ર સંકટમાં છે. વિશ્વભરમાં કોરોના વેક્સિનેશનનો પ્રોગ્રામ વેગ પકડી રહ્યો છે, પણ આ મહામારીમાંથી ક્યારે મુક્ત થઈ શકાશે એ અનિશ્ચિત છે ત્યારે આ પ્રવર્તમાન પરિસ્થિતિમાં અર્થતંત્રની ગાડી પુન:પટરી પર લાવવા આડે અનેક પડકારો છે. આ પડકારો વચ્ચે ભારત સરકાર દ્વારા રજૂ થનારા કેન્દ્રિય બજેટ પર વિશ્વની નજર છે. નેગેટીવ પરિબળો છતાં ગત ૧૦ માસમાં અવિરત મોટી તેજી કર્યા સાથે ગત સપ્તાહમાં ભારતીય શેરબજારે નવો ઈતિહાસ રચીને આ ઐતિહાસિક તેજીના અતિરેકને અપેક્ષિત વિરામ આપીને ફંડોએ શેરોમાં મોટાપાયે પ્રોફિટ બુકિંગ શરૂ કર્યું છે.
વૈશ્વિક મોરચે હજુ અનિશ્ચિતતાના દોર કાયમ રહેવા સાથે અમેરિકામાં સત્તા પરિવર્તન થઈ જઈ હવે કોરોના સંક્રમણને રોકવાના બાઈડેન સરકાર દ્વારા મોટાપાયે પ્રયાસો શરૂ કર્યા સાથે અર્થતંત્રને પટરી પર લાવવા લેવાઈ રહેલા પગલાં પર નજર રહેશે. ઉપરાંત સ્થાનિક સ્તરે બજેટની આશા – અપેક્ષાઓ સાથે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોના રોકાણ પ્રવાહ પર નજર સાથે કોરોના વેક્સિનેશન પ્રોગ્રામ પર નજર રહેશે, ઉપરાંત આંતરરાષ્ટ્રીય મોરચે બ્રેક્ઝિટ ડિલની આસપાસ થઈ રહેલા ડેવલપમેન્ટસ સાથે સ્થાનિક સ્તરે રૂપિયા સામે અમેરિકી ડોલરના મૂલ્યમાં વધઘટ પર વિશ્વની સાથે ભારતીય શેરબજારની નજર રહેશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.