Home દેશ - NATIONAL નિફટી ફ્યુચર ૨૨૪૭૪ પોઈન્ટ ઉપર જ તેજી યથાવત રહેશે..!!

નિફટી ફ્યુચર ૨૨૪૭૪ પોઈન્ટ ઉપર જ તેજી યથાવત રહેશે..!!

4
0

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૮.૦૨.૨૦૨૫ ના રોજ

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૪૬૧૨ સામે ૭૪૨૦૧ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૩૧૪૧ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૧૧૪૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૪૧૪ પોઈન્ટના ઘટાડા સાથે ૭૩૧૯૮ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૨૬૮૩ સામે ૨૨૫૩૨ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૨૨૩૩ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૩૪૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૪૦૩ પોઈન્ટના ઘટાડા સાથે ૨૨૨૮૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

ભારતીય શેરબજારમાં છેલ્લાં ઘણા સમયથી કડાકાની સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે આજે સપ્તાહના અંતે પણ સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. અમેરિકાના ભારત પર ડયુટી ઘટાડવાના દબાણને લઈ કેન્દ્ર સરકાર પરની આયાત ડયુટી ઘટાડવા વિચારણા કરીને રહ્યાના અહેવાલે ભારતીય ઓટો ઉદ્યોગને ફટકો પડવાના અંદાજોએ ઓટો શેરોમાં ફંડોનું હેમરિંગ સાથે અમેરિકાના ભારત પર ક્રુડ ઓઈલની ખરીદીનું દબાણ વધારતી તાજેતરની બન્ને દેશો વચ્ચેની ડિલ અને બીજી તરફ ઓપેક દેશો દ્વારા એપ્રિલ પૂર્વે ક્રુડ ઓઈલના ઉત્પાદનમાં વધારો નહીં કરવાના નિર્ણય અને એપ્રિલથી અમેરિકા દ્વારા રેસિપ્રોકલ ટેરિફ લાદવાના નેગેટીવ પરિબળોએ આજે વૈશ્વિક બજારોમાં ઘટાડા સાથે ભારતીય શેરબજારમાં પણ ઉછાળે નફારૂપી વેચવાલી જોવા મળી હતી.

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ૪ માર્ચથી મેક્સિકો અને કેનેડા સામે ટેરિફની શરૂઆતની જાહેરાત કરતા અને ચીન સામેનું ટેરિફ પણ વધારાશે તેવી જાહેરાત બાદ અમેરિકી બજારમાં કડાકો નોંધાતા તેની આજે એશિયન બજારમાં જોવા મળી હતી અને ભારતીય શેરબજારમાં પણ અંદાજીત ૧૪૦૦ પોઈન્ટથી વધુનો કડાકો જોવા મળ્યો હતો. કરન્સી માર્કેટની વાત કરીએ તો, આજે ડોલર ઈન્ડેક્સ તથા બોન્ડ યીલ્ડ વધતાં રૂપિયા સામે ડોલરના ભાવમાં બેતરફી મૂવમેન્ટ જોવા મળી હતી, જયારે ક્રૂડતેલના ભાવમાં બે મહિનાની નીચી સપાટીએ થી ફરી ઉચાળો જોવા મળ્યો હતો.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૨.૧૬% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૨.૩૩% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર ટેક, ફોકસ્ડ આઈટી, આઈટી, ટેલિકોમ્યુનિકેશન, ઓટો, કંઝ્યુમર ડિસ્ક્રીશનરી, એફએમસીજી અને કંઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૮૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૩૨૩૪ અને વધનારની સંખ્યા ૭૫૯ રહી હતી, ૮૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૫ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૨ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં એચડીએફસી બેન્ક ૧.૮૬% વધ્યો હતો, જયારે ટેક મહિન્દ્ર ૬.૧૯%, ઇન્ડસઇન્ડ બેન્ક ૫.૪૮%, મહિન્દ્રા & મહિન્દ્રા ૫.૨૧%, ભારતી એરટેલ ૪.૮૬%, ઈન્ફોસીસ લી. ૪.૩૨%, ટાટા મોટર્સ ૪.૨૭%, ટાઈટન કંપની ૪.૧૭%, નેસ્લે ઇન્ડિયા ૩.૮૮% અને ટીસીએસ લી. ૩.૫૬% ઘટ્યા હતા.

બજારની ભાવિ દિશા….

મિત્રો, કેલેન્ડર વર્ષ ૨૦૨૫માં એફઆઈઆઈની ભારતીય ઈક્વિટી કેશમાં વેચવાલીનો આંક ફેબ્રુઆરીમાં જ રૂપિયા ૧ લાખ કરોડની પાર પહોંચી ગયો છે. વર્ષ ૨૦૨૪માં રૂપિયા એક લાખ કરોડની વેચવાલીનો આંક મે માસમાં પાર થયાનું જોવા મળ્યું હતું. વર્તમાન વર્ષના જાન્યુઆરીમાં ભારતીય ઈક્વિટી કેશમાં નેટ વેચવાલ રહ્યા બાદ વિદેશી સંસ્થાકીય રોકાણકારો વર્તમાન મહિનાના પણ ઈક્વિટી કેશમાં નેટ વેચવાલ રહ્યા છે. જાન્યુઆરી માસમાં ઈક્વિટી કેશમાં એફઆઈઆઈએ રૂ.૮૭૩૭૪.૬૬ કરોડની નેટ વેચવાલી કરી હતી. ફેબ્રુઆરી માસમાં અત્યાર સુધીમાં એફઆઈઆઈએ કેશમાં રૂ.૪૭૩૪૯.૦૬ કરોડની નેટ વેચવાલી કરી છે. વર્ષ ૨૦૨૫માં અત્યારસુધી ઈક્વિટી કેશમાં રૂ.૧,૩૪,૭૨૩.૭૨ કરોડની વેચવાલી કરી છે.

વર્ષ ૨૦૨૫માં એફઆઈઆઈ દ્વારા વેચવાલીની ગતિ જળવાઈ રહેશે તો ૨૦૨૪ના સંપૂર્ણ વર્ષના રૂ.૩૦૪૨૧૭ કરોડની વેચવાલીનો આંક ટૂંકા ગાળામાં જ પાર થઈ જવાનું માની રહ્યા છે. ડોલર ઈન્ડેકસમાં મજબૂતાઈ તથા અમેરિકન બોન્ડ યીલ્ડસમાં વૃદ્ધિને કારણે વિદેશી રોકાણકારો ભારતીય ઈક્વિટીસમાંથી રોકાણ પાછા ખેંચી રહ્યા છે. જો કે ડોલર ઈન્ડેકસ તથા બોન્ડ યીલ્ડ ઘટવા લાગતા આગળ જતા એફઆઈઆઈની વેચવાલી પણ ધીમી પડવા શકયતા છે. આગામી નાણાં વર્ષના બજેટમાં આકર્ષક દરખાસ્તો અને રિઝર્વ બેન્ક દ્વારા વ્યાજ દરમાં કપાતને જોતા શેરબજારમાં તબક્કાવાર સુધારો જોવા મળવાની અપેક્ષા છે. જો કે આર્થિક વિકાસ દર તથા કંપનીઓના પરિણામો બજારની લાંબા ગાળાની દિશા નિશ્ચિત કરનારા પરિબળો બની રહેશે.

The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read Disclaimer and related all the documents carefully before investing / trading, mentioned on www.nikhilbhatt.in

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field