રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૭.૦૧.૨૦૨૫ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૬૧૯૦ સામે ૭૫૭૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૫૨૬૭ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૬૫૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૮૨૪ પોઈન્ટના ઘટાડા સાથે ૭૫૩૬૬ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૩૧૧૩ સામે ૨૨૯૭૨ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૨૮૦૯ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૨૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૬૭ પોઈન્ટના ઘટાડા સાથે ૨૨૮૪૬ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
નબળા કોર્પોરેટ ત્રિમાસિક પરિણામો, અમેરિકાની નીતિ અંગે અનિશ્ચિતતાઓ, એફઆઈઆઈની વેચવાલી ઉપરાંત બજેટ પહેલાં સાવચેતીમાં પ્રોફિટ બુકિંગના સહિતના પરિણમે બજેટ સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં મોટાપાયે વેચવાલીના નોંધાતા બીએસઈ સેન્સેક્સ અંદાજીત ૮૦૦ પોઈન્ટ તેમજ નિફ્ટી ફ્યુચર ૨૫૦ પોઈન્ટથી વધુ તૂટ્યો હતા.
વૈશ્વિક સ્તરે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળતાની સાથે ટેરિફ યુદ્વ અને બીજી તરફ ચાઈનાએ તેના શેરબજારોમાં ઐતિહાસિક જંગી ૧૩૮ અબજ ડોલરના રોકાણનો નિર્ણય લેતાં વૈશ્વિક બજારોમાં રિકવરીથી વિપરીત ભારતીય શેરબજારોમાં વિદેશી ફંડોએ ભારે વેચવાલી કરતાં રહી ઈન્ડિયા એક્ઝિટ અને બેક ટુ ચાઈના સ્ટ્રેટેજી યથાવત રહેતા ભારતીય શેરબજારમાં કડાકો જોવા મળ્યો હતો. કરન્સી માર્કેટની વાત કરીએ, ડોલર ઇન્ડેક્સમાં ઘટાડા છતાં છેલ્લા ૧૪ મહિનાનો સૌથી નબળું સપ્તાહ રહ્યું હતું, જયારે ક્રૂડ ઓઈલના ભાવ ઘટાડો જોવા મળ્યો હતો.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૨.૬૮% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૩.૫૧% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર ટેલિકોમ્યુનિકેશન, ફોકસ્ડ આઇટી, આઇટી, ટેક, મેટલ, હેલ્થકેર અને ઇન્ડસ્ટ્રીયલ શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૨૩૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૩૫૨૨ અને વધનારની સંખ્યા ૫૯૩ રહી હતી, ૧૧૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૫ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં આઈસીઆઈસીઆઈ બેન્ક ૧.૫૩%, હિન્દુસ્તાન યૂનિલિવર ૦.૯૯%, મહિન્દ્રા & મહિન્દ્રા ૦.૯૮%, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ૦.૬૫%, મારુતિ સુઝુકી ૦.૧૫% અને લાર્સેન લી. ૦.૦૭ વધ્યા હતા, જયારે એચસીએલ ટેકનોલોજી ૪.૬૦%, ઝોમેટો લિ. ૪.૪૭%, ટેક મહિન્દ્ર ૪.૦૮%, પાવરગ્રીડ કોર્પોરેશન ૨.૯૪%, ઇન્ફોસિસ લી. ૨.૮૩%, ટાટા મોટર્સ ૨.૮૩%, ટાટા સ્ટીલ ૨.૭૭%, ઇન્ડસઇન્ડ બેન્ક ૨.૫૪%, ટાઈટન કંપની લી. ૨.૩૬%, ભારતી એરટેલ ૨.૩૪%, બજાજ ફાઈનાન્સ ૨.૨૪%, ટીસીએસ લી. ૨.૦૫% અને સન ફાર્મા ૧.૮૧% ઘટ્યા હતા.
બજારની ભાવિ દિશા….
મિત્રો, બજારમાં સતત વેચવાલીને કારણે ભારતના શેરબજારનું વેલ્યુએશન ઓછામાં ઓછા ૩૦ મહિનામાં સૌથી નીચા સ્તરે આવી ગયું છે. હાલમાં બેન્ચમાર્ક સેન્સેક્સ ૨૧.૯ ગણા ભાવથી અર્નિંગ મલ્ટિપલ (પીઈ) પર ટ્રેડ કરી રહ્યો છે જે જૂન ૨૦૨૨ પછી સૌથી નીચો છે. જૂન ૨૦૨૨ સુધીના સમયગાળાને બાદ કરતાં, સેન્સેક્સનું વર્તમાન મૂલ્ય જૂન ૨૦૨૦ પછી સૌથી નીચું છે. તાજેતરના વર્ષોમાં સારી કમાણી વૃદ્ધિ હોવા છતાં ઇન્ડેક્સ વેલ્યુએશન રેશિયોમાં સતત ઘટાડો સૂચવે છે કે રોકાણકારો આગળ જતા કમાણીના અંદાજ અંગે ચિંતિત છે. મોટા રોકાણકારો, ખાસ કરીને વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોને ડર છે કે શેર દીઠ કમાણી વર્તમાન સ્તરોથી વધુ ઘટી શકે છે. આ જ કારણ છે કે તેઓ બજારમાં વેચી રહ્યાં છે.
વર્ષ ૨૦૨૫ના પ્રથમ મહિનામાં પણ વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઈઆઈ)ની ભારતીય ઈક્વિટીસમાં આક્રમક વેચવાલી ચાલુ રહી છે. વર્તમાન મહિનાના મોટાભાગના ટ્રેડિગ દિવસોમાં વિદેશી રોકાણકારો ઈક્વિટી કેશમાં નેટ વેચવાલ રહ્યા છે. ૨૪ જાન્યુઆરી સુધીમાં એફઆઈઆઈએ કુલ રૂ. ૬૯૦૮૦.૧૪ કરોડની નેટ વેચવાલી કરી છે. જ્યારે ઘરેલું સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈ)ની કેશમાં રૂપિયા ૬૬૯૪૪.૫૦ કરોડની નેટ ખરીદી રહી છે. ડોલરમાં મજબૂતાઈને કારણે વિદેશી રોકાણકારો સતત વેચાણ કરી રહ્યા છે. ડોલર ઈન્ડેકસમાં મજબૂતાઈ તથા યુએસ બોન્ડ યીલ્ડ ૪.૫૦%થી ઉપર રહેતા એફઆઈઆઈની વેચવાલી જળવાઈ રહી છે તેથી આગામી દિવસોમાં દરેક ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે.
The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read Disclaimer and related all the documents carefully before investing / trading, mentioned on www.nikhilbhatt.in
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.