રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૬.૦૩.૨૦૨૪ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૨૮૩૧.૯૪ સામે ૭૨૩૯૬.૯૭ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૨૩૬૩.૦૩ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૩૪૨.૨૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૬૧.૬૪ પોઈન્ટના ઘટાડા સાથે ૭૨૪૭૦.૩૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૨૧૬૫.૪૫ સામે ૨૨૦૨૬.૨૫ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૧૮૫૦.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૩૦૦.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૭૦.૪૫ પોઈન્ટના ઘટાડા સાથે ૨૨૦૯૫.૦૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
વૈશ્વિક આઈટી જાયન્ટ એસેન્ચર દ્વારા ચાલુ નાણાકીય વર્ષ માટે આવક વૃદ્વિનો અંદાજ અગાઉના ૨ થી ૫ ટકાની તુલનાએ ઘટાડીને ૧ થી ૩% ની રેન્જમાં મૂકતાં વોલસ્ટ્રીટમાં એસેન્ચરનો ભાવ ૯ ટકા તૂટી જતાં વૈશ્વિક આઈટી શેરોમાં ઘટાડા સાથે આજે સપ્તાહના બીજા અને પ્રથમ ટ્રેડીંગ દિવસે ભારતીય શેરબજારમાં ઘટાડો નોંધાયો હતો. આ સાથે બજાજ ફાઈનાન્સ, લાર્સેન લિ. અગ્રેસરતા તેમજ એનટીપીસી લિ., એક્સિસ બેન્ક, ટાટા મોટર્સ, ઇન્ડસઇન્ડ બેન્ક, બજાજ ફિનસર્વ શેરોમાં આક્રમક ખરીદી તેમજ એચસીએલ ટેકનોલોજી, નેસલે ઈન્ડિયા તેમજ ટાટા સ્ટીલમાં ફંડોની તેજી સામે પાવર ગ્રીડ કોર્પોરેશન, ભારતી એરટેલ, વિપ્રો લિ., એચડીએફસી બેન્ક, કોટક બેન્ક, અલ્ટ્રાટેક સિમેન્ટ, ઇન્ફોસિસ, એશિયન પેઇન્ટ, ટીસીએસ લિ., ટેક મહિન્દ્ર તેમજ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા શેરોમાં ભારે વેચવાલીએ બજાર નેગેટીવ ઝોનમાં બંધ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૭૧% વધીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૧૧% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ટેક, આઈટી, બેન્કેકસ, એફએમસીજી, ફાઇનાન્સિયલ સર્વિસીસ, ટેલેકોમ્યુંનીકેશન અને ઓટો શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૧૦૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૫૪૫ અને વધનારની સંખ્યા ૧૪૧૫ રહી હતી, ૧૪૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૩૫૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૨૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઘટાડા સાથે સ્મોલકેપ શેરોમાં વેચવાલી સામે લાર્જકેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૦.૨૩ લાખ કરોડ વધીને ૩૮૨.૫૨ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૧૦ કંપનીઓ વધી અને ૨૦ કંપનીઓ ઘટી હતી.
બજારની ભાવિ દિશા….
મિત્રો, ગત સપ્તાહે અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વાર વ્યાજ દર યથાવત રાખીને વર્ષ દરમિયાન ત્રણ વખત વ્યાજ દરમાં ઘટાડાની યોજનામાં કોઈ ફેરફાર નહીં હોવાનું જણાવીને વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારમાં ઘટાડાને જરૂરી ટેકો આપ્યો છે. જયારે સ્થાનિક સ્તરે શેરબજારમાં નાણા વર્ષ ૨૦૨૩-૨૪ માટે ૨૮, માર્ચ ૨૦૨૪ અંતિમ ટ્રેડીંગ દિવસ હોવાથી આ ત્રણ દીવસના ટૂંકા ટ્રેડીંગ સપ્તાહમાં આગામી દિવસોમાં કેશ સેગ્મેન્ટમાં શેરોમાં મોટી અફડા તફડી જોવાઈ શકે છે. જ્યારે ઘટાડે ફંડો સારા ફંડામેન્ટલ ધરાવતા શેરોમાં ખરીદીની તક ઝડપતાં જોવાઈ શકે છે. લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ હોઈ હવે ઈલેકશન ફિવર સાથે બજારમાં ઊંચા મથાળે અથડાઈ જવાની પૂરી શકયતા રહેશે. જેથી નવી મોટી ખરીદીમાં સાવચેતી જરૂરી બની રહેશે. ઉપરાંત એફપીઆઈઝની શેરોમાં સતત વેચવાલી સામે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની અવિરત ખરીદીના આંકડાએ આગામી દિવસોમાં વૈશ્વિક બજારો પર નજર સાથે ક્રુડ ઓઈલ અને રૂપિયા-ડોલરના મૂલ્યના વધઘટ પર પણ ભારતીય શેરબજારની નજર રહેશે.
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે.
ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!
email :- hellonikhilbhatt@gmail.com
The securities quoted are for illustration only and are not recommendatory.Investment in securities market are subject to market risks. Read Disclaimer and related all the documents carefully before investing / trading, mentioned on www.nikhilbhatt.in
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.