રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૫.૦૬.૨૦૨૧ ના રોજ…..
સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૨૬૯૯.૦૦ સામે ૫૨૮૭૭.૧૬ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૨૬૧૪.૪૯ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૫૮.૫૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૨૬.૦૪ પોઈન્ટના ઉછાળા સાથે ૫૨૯૨૫.૦૪ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૫૮૩૨.૪૫ સામે ૧૫૮૫૨.૨૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૫૮૦૨.૨૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૯૭.૮૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૬૧.૮૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૫૮૯૪.૨૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત તેજી સાથે થઈ હતી. કોરોના સંક્રમણની બીજી ઘાતક લહેરમાં અનેકને અસર બાદ આ લહેર ધીમી પડીને હવે કેસો ઘટવા લાગતાં એક તરફ વિવિધ રાજયોમાં અનલોકની તૈયારી થવા લાગતાં અને બીજી તરફ કેન્દ્ર સરકાર દ્વારા સ્ટીમ્યુલસ પેકેજના પગલાં લેવાની શરૂઆત સાથે ચોમાસાની ધમાકેદાર શરૂઆત અને ચાલુ વર્ષે ચોમાસું દેશમાં સફળ રહેવાની હવામાન ખાતાની આગાહીને લઈ ભારતીય શેરબજારોમાં આજે સપ્તાહના અંતે ફંડોએ તેજી કરી હતી.
કોરોના સંક્રમણની બીજી ઘાતક લહેર અંતે ધીમી પડીને દેશ ફરી લોકડાઉનથી અનલોક તરફ વળતાં અને ત્રીજી લહેર પૂર્વે દેશમાં વેક્સિનેશન પ્રોગ્રામને ઝડપી બનાવવા કેન્દ્ર સરકાર દ્વારા લેવાઈ રહેલા પગલાંની સાથે સાથે આર્થિક મોરચે પણ દેશને પુન:વિકાસની પટરી પર લાવવા સરકાર અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા લેવાઈ રહેલા નવા સ્ટીમ્યુલસ પગલાંની પોઝિટીવ અસરે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો દ્વારા શેરોમાં મોટાપાયે ખરીદી કરીતા ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૦૩% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૪૦% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર એનર્જી, એફએમસીજી, યુટીલીટીઝ, કન્ઝ્યુમર ડયુરેબલ, ઓઈલ & ગેસ અને પાવર શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૩૪૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૪૬૮ અને વધનારની સંખ્યા ૧૭૪૭ રહી હતી, ૧૩૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૭૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૯૩ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, મૂડી’સ બાદ હવે એસએન્ડપી ગ્લોબલ રેટિંગ્સે પણ વર્તમાન નાણાં વર્ષ માટે ભારતના આર્થિક વિકાસ દરના અંદાજને ઘટાડી ૯.૫૦% મૂકયો છે જે અગાઉ ૧૧% મુકાયો હતો. કોરોનાની વધુ લહેરો દેશના આઉટલુક સામે જોખમી બની રહેવા પણ ચેતવણી ઉચ્ચારવામાં આવી છે.કોરોનાની બીજી લહેરને કારણે વિવિધ રાજ્યો દ્વારા લાગુ કરાયેલા લોકડાઉનને પરિણામે એપ્રિલ તથા મેમાસમાં આર્થિક પ્રવૃત્તિઓ મંદ પડી હતી જેને ધ્યાનમાં રાખી આર્થિક અંદાજમાં ઘટાડો કરવા ફરજ પડી છે. આ અગાઉ માર્ચ માસમાં એસ એન્ડ પીએ વિકાસ દર ૧૧% રહેવા અંદાજ મૂકયો હતો.
ખાનગી તથા જાહેર ક્ષેત્રની બેલેન્સ શીટસને થયેલા કાયમી નુકસાન આગામી કેટલાક વર્ષો સુધી વિકાસને રૂંધશે એમ જણાવી એસ એન્ડ પીએ નાણાકીય વર્ષ ૨૦૨૩માં ભારતનો આર્થિક વિકાસ દર ૭.૮૦% રહેવા ધારણાં મૂકી છે. દેશની વસતિના ૧૫% લોકોએ જ હજુ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હોવાનું ધ્યાનમાં રાખતા કોરોનાની વધુ લહેરો આઉટલુક સામે જોખમી બની શકે છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.