રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૪.૦૬.૨૦૨૧ ના રોજ…..
સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૨૩૦૬.૦૮ સામે ૫૨૫૧૪.૫૭ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૨૩૮૫.૦૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૪૫.૬૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૯૨.૯૨ પોઈન્ટના ઉછાળા સાથે ૫૨૬૯૯.૦૦ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૫૬૯૫.૯૦ સામે ૧૫૭૨૨.૫૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૫૬૮૭.૨૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૩૨.૩૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૯૪.૧૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૫૭૯૦.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
ભારતીય શેરબજારમાં તેજીનું વર્તમાન તોફાન અતિરેક હોવાનો સંકેત આપીને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ આગામી દિવસોમાં મોટી અફડાતફડી જોવાશે એવું નિવેદન અને લાંબા સમયથી ચાલી રહેલાં તેજીના અતિરેક બાદ મોંઘવારીમાં સતત વધારાએ આર્થિક મોરચે બેરોજગારીમાં થઈ રહેલા વધારાને પરિણામે ગઇકાલે ભારતીય શેરબજારમાં ઓવરબોટ પોઝિશન હળવી થઈ હતી, જોકે આજે ડેરિવેટીવ્ઝમાં જૂન વલણના અંત સાથે તમામ નેગેટીવ પરબિળોને અવગણીને ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હતી.
સ્થાનિક સ્તરે ફયુલ-પેટ્રોલ, ડિઝલના સતત વધતાં જતાં ભાવની નેગેટીવ અસર આગામી દિવસોમાં પડવાની ધારણા છતાં ચોમાસાની દેશમાં સારી પ્રગતિ થઈ રહી હોવા સાથે કોરોના મહામારીનું સંક્રમણ મંદ પડતાં અને બીજી તરફ અનલોક સાથે દેશમાં ઔદ્યોગિક – આર્થિક પ્રવૃતિ ધમધમવા લાગતાં આગામી દિવસોમાં આર્થિક વિકાસને વેગ મળવાની અપેક્ષા સાથે સપ્તાહના ચોથા દિવસે ફંડો દ્વારા તેજી કરતા ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૫૧% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૨૨% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર એનર્જી, હેલ્થકેર, ટેલિકોમ, યુટિલિટીઝ, કંઝ્યુમર ડ્યુરેબ્લસ, ઓઈલ એન્ડ ગેસ, પાવર અને રિયલ્ટી શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે બેઝિક મટિરિયલ્સ, સીડીજીએસ, એફએમસીજી, ફાઈનાન્સ, ઈન્ડસ્ટ્રિયલ્સ, આઈટી, ઓટો, બેન્કેક્સ, કેપિટલ ગુડ્સ, મેટલ અને ટેક શેરોમાં લેવાલી જોવા મળી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૩૫૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૭૪૬ અને વધનારની સંખ્યા ૧૪૫૪ રહી હતી, ૧૫૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૮૧ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪૨૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, કોરોનાની બીજી લહેરને કારણે ભારતમાં એપ્રિલ તથા મે માસમાં કોરોનાએ આર્થિક પ્રવૃત્તિ પર અસર કરતા વર્તમાન કેલેન્ડર વર્ષ માટે ભારતનો આર્થિક વિકાસ દરનો અંદાજ મૂડી’સ ઈન્વેસ્ટર્સ સર્વિસીઝે ઘટાડીને ૯.૬૦% કર્યો છે. આ અગાઉ મૂડી’સે ૧૩.૯૦%નો અંદાજ મૂકયો હતો. જુન ત્રિમાસિકમાં આર્થિક નુકસાનને મર્યાદિત રાખવું હશે તો વેક્સિનેશનને ઝડપી બનાવવું પડશે એમ તેના દ્વારા જારી કરાયેલા એક રિપોર્ટમાં જણાવાયું હતું.
કોરોનાની બીજી લહેરની અસર પ્રથમ લહેર જેવી ગંભીર નહીં હોય પરંતુ હાઈ ફ્રીકવન્સી ઈકોનોમિક ઈન્ડીકેટર્સ સૂચવે છે કે બીજી લહેરને કારણે વર્ષ ૨૦૨૧ માટેના ભારતના આર્થિક વિકાસ પર પડી છે પરંતુ આ અસર એપ્રિલથી જુન ત્રિમાસિક સુધી જ મર્યાદિત રહેવા વકી છે. હાલની સ્થિતિને જોતા વર્તમાન કેલેન્ડર વર્ષમાં ભારતનો આર્થિક વિકાસ દર ૯.૬૦% તથા વર્ષ ૨૦૨૨માં ૭% રહેવાની મૂડી’સ ઈન્વેસ્ટર્સ સર્વિસીઝે ધારણાં મૂકી છે. ગત નાણાકીય વર્ષ ૨૦૨૦ – ૨૦૨૧માં ભારતના આર્થિક વિકાસ દરમાં ૭.૩૦%નો ઘટાડો નોંધાયો હતો.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.