રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૩.૦૩.૨૦૨૧ ના રોજ…..
સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૪૯૭૭૧.૨૯ સામે ૪૯૮૭૬.૨૧ પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૯૬૬૧.૯૨ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૬૦૨.૭૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૪૬.૪૬ પોઈન્ટના ઉછાળા સાથે ૫૦૦૧૭.૭૫ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૪૭૪૧.૬૦ સામે ૧૪૭૫૨.૧૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૪૭૧૩.૫૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૮૬.૪૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૮૫.૪૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૪૮૨૭.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
ભારતીય શેરબજારમાં સપ્તાહના બીજા દિવસે ટ્રેડિંગની શરૂઆત ગઇકાલના ઘટાડા બાદ તેજી સાથે થઈ હતી. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો કોરોના મહામારી બાદ ભારતીય શેરબજારના અર્થતંત્રમાં ઝડપી રિકવરીનો અંદાજ મૂકીને વર્કફ્રોમ હોમને લઈને આઈટી સર્વિસિઝ બિઝનેસને મળેલા વેગ અને આગામી દિવસોમાં કોર્પોરેટ ઈન્ડિયાની કામગીરી સારી નીવડવાની અપેક્ષાએ ફંડોની આજે શેરોમાં નવી ખરીદીએ ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હતી.
વિશ્વભરમાં કોરોનાના બીજા વેવમાં પોઝિટીવ કેસો સતત વધવા લાગતાં અને સ્થાનિક સ્તરે પરિસ્થિતિ ચિંતાજનક બનવા લાગતાં મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્ય પ્રદેશ, કર્ણાટક, કેરળ સહિતના રાજયોમાં રાત્રી કર્ફયુ સહિતના અનેક અંકુશના પગલાં લેવાની ફરજ પડતાં ફરી આર્થિક મોરચે ભારતને મોટો ફટકો પડવાના અને બેરોજગારી વધવાના સંકેતે આજે બે-તરફી અફડાતફડી બાદ તેજી તરફી ચાલ જોવા મળી હતી. બીજી તરફ પશ્ચિમ બંગાળ, આસામ સહિત ચાર રાજયોમાં આવી રહેલી વિધાનસભા ચૂંટણીઓને લઈ અનિશ્ચિતતા સાથે વધતી મોંઘવારીની પરિસ્થિતિને લઈ સરકાર માટે આગામી દિવસો પડકારરૂપ નીવડવાના સંકેતની નેગેટીવ અસર પણ જોવાઈ હતી.
બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૯૫% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૭૫% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર એફએમસીજી, ટેલિકોમ, મેટલ અને ઓઇલ એન્ડ ગેસ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૧૭૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૨૯૪ અને વધનારની સંખ્યા ૧૬૬૩ રહી હતી, ૨૧૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૬૫ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૨૨ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, ભારતમાં ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટરો દ્વારા ઇક્વિટી રોકાણ વધીને ૩૬ અબજ ડોલરની સપાટીએ પહોંચ્યું છે જે આઠ વર્ષની ઉંચી સપાટી છે. એફપીઆઇ દ્વારા ભારતીય ઇક્વિટી સેગમેન્ટમાં વર્ષ ૨૦૧૨- ૧૩ પછી સર્વાધિક રોકાણ જોવા મળ્યું છે. જો કે, કેટલીક પ્રતિકૂળતાએ રોકાણ પાછું પણ ખેંચ્યું હતું. આમ છતાં ય, ચાલુ નાણાકીય વર્ષે વિક્રમી સપાટીએ પહોંચ્યું છે. બીજી તરફ જાન્યુઆરી માસના અંત સુધીમાં સીધું વિદેશી રોકાણ પણ વધીને ૪૪ અબજ ડોલર પહોંચ્યું છે. જે એક વર્ષ અગાઉ ૩૬.૩ અબજ ડોલરની સપાટીએ હતું. ગત નવેમ્બર અને ડિસેમ્બર માસમાં એફડીઆઇમાં પણ મોટા પાયે વધારો નોંધાયો હતો. જો કે જાન્યુઆરી ૨૦૨૧માં તેમાં ઘટાડો જોવા મળ્યો હતો.
એફપીઆઇએ ચાલુ નાણાકીય વર્ષમાં ઇક્વિટીમાં રોકાણ કર્યું છે તો બીજી તરફ ડેટ અને બોન્ડ બજારમાં તેઓએ વેચવાલી હાથ ધરી હતી. આમ, ૧૦ માર્ચ સુધીમાં ભારતીય ઇક્વિટીમાં ૩૬ અબજ ડોલરનું રોકાણ જોવા મળ્યું છે, પરંતુ આર્થિક મોરચે હજુ અનેક પડકારો હોવાથી અને કોરોના સંક્રમણના નવા વેવમાં પરિસ્થિતિ કથળવાના સંજોગોમાં પ્રોફિટ બુકિંગની સંભાવના પણ જોવાઈ રહી છે ત્યારે આગામી દિવસોમાં એફપીઆઈ કેવો અભિગમ અપનાવે છે તે જોવાનું રસપ્રદ બની રહેશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.