રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૩.૦૧.૨૦૨૪ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૭૧૪૨૩.૬૫ સામે ૭૧૮૬૮.૨૦ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૨૦૩૯.૨૦ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૧૮૦૪.૬૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૦૫૩.૧૦ પોઈન્ટના ઘટાડા સાથે ૭૦૩૭૦.૫૫ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૧૬૦૪.૧૦ સામે ૨૧૭૬૦.૨૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૧૧૫૩.૨૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૬૨૯.૮૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૪૦૧.૬૦ પોઈન્ટના ઘટાડા સાથે ૨૧૨૦૨.૫૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના બીજા અને પ્રથમ ટ્રેડીંગ દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડિંગ શરૂઆત ઉછાળા સાથે થઇ હતી, પરંતુ છેલ્લાં કેટલાક દિવસોથી બજારમાં ચાલી રહેલી બુલ રન પર આજે ફરી એક વાર એકાએક બ્રેક લાગી હતી અને બીએસઈ સેન્સેક્સમાં અંદાજીત ૧.૪૭%નો અને નિફ્ટી ફ્યુચરમાં અંદાજીત ૧.૮૬%નો ઘટાડો નોંધાયો હતો. વૈશ્વિક મોરચે ચાઈનાની આર્થિક હાલત બાબતે હજુ અનિશ્ચિતતાને લઈ રોકાણકારોના ઘટતાં વિશ્વાસ અને રેડ સીમાં જહાજો પરના હુમલાને લઈ અમેરિકા – ઈરાન વચ્ચે વધતાં ટેન્શન અને બીજી તરફ તાઈવાન મામલે ચાઈનાના વલણે જીઓપોલિટીકલ ટેન્શન વધવાના સંકેતે વૈશ્વિક બજારોમાં સાવચેતી તેમજ સ્થાનિક સ્તરે ભારતીય રૂપિયા સામે ડૉલરમાં મજબૂતી તેમજ કોર્પોરેટ પરિણામોમાં કંપનીઓના અપેક્ષા વિરુધ્ધ પરિણામે નકારાત્મક અસરે ભારતીય શેરબજારમાં નોંધપાત્ર કડાકો નોંધાયો હતો.
ત્રિમાસિકના પરિણામોની સીઝનમાં કંપનીઓના બિઝનેસ આંકડા સ્થિર વેચાણ વૃદ્વિના રહેતાં પરિણામોના નેગેટીવ સંકેત અને બેંકિંગ ક્ષેત્રે ધિરાણ અને થાપણોમાં સતત વૃદ્વિને લઈ બેંકો પર વ્યાજ માર્જિન દબાણ હેઠળ રહેવાની શકયતાએ આજે ફંડોની દરેક ઉછાળે સાવચેતી અને ભારતીય શેરબજારમાં પણ ફોરેન તેમજ સ્થાનિક ફંડોની શેરોમાં સતત ખરીદી બાદ આજે ઉછાળે નફારૂપી વેચવાલી કરતા ભારતીય શેરબજારમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૨.૯૫% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૨.૭૯% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર હેલ્થકેર શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૬૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૯૯૧ અને વધનારની સંખ્યા ૯૩૮ રહી હતી, ૧૩૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૧ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં સન ફાર્માસ્યુટિકલ્સ ઈન્ડસ્ટ્રીઝ ૪.૦૫, ભારતી એરટેલ ૩.૩૭%, આઈસીઆઈસીઆઈ બેન્ક ૨.૧૦%, પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ૦.૨૭% અને બજાજ ફિનસર્વ ૦.૧૩% વધ્યા હતા, જ્યારે ઈન્ડસઈન્ડ બેન્ક ૫.૮૭%, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ૪.૧૯%, હિન્દુસ્તાન યુનિલિવર ૩.૮૧%, એચડીએફસી બેન્ક ૩.૪૫% અને બજાજ ફાઈનાન્સ ૩.૧૬% ઘટ્યા હતા.
ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઘટાડા સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૮.૪૭ લાખ કરોડ ઘટીને ૩૬૫.૯૭ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓ માંથી ૬ કંપનીઓ વધી અને ૨૪ કંપનીઓ ઘટી હતી.
બજારની ભાવિ દિશા….
મિત્રો, ઐતિહાસિક તેજી બાદ ગત સપ્તાહમાં કોર્પોરેટ પરિણામોમાં એચડીએફસી બેન્ક પાછળ બજારમાં ઈન્ડેક્સ બેઝડ અપેક્ષિત બે તરફી અફડાતફડી જોવા મળી હતી અને સપ્તાહના અંતે ફરી લોકલ ફંડો, સંસ્થાકીય રોકાણકારોની અવિરત ખરીદીના આકર્ષણે બજાર તેજીની રાહે આગળ વધ્યું હતું. પરંતુ વૈશ્વિક અર્થતંત્ર અને વૈશ્વિક બજારો અત્યારે અસાધારણ અનિશ્ચિતતાના દોરમાંથી પસાર થઈ રહ્યા છે. ફુગાવાને અંકુશમાં લેવાની કવાયતમાં ઊંચા વ્યાજ દરોના કારણે વૈશ્વિક અર્થતંત્ર માટે મંદીનું જોખમ વધ્યું છે.
આ પરિબળો વચ્ચે એડવાન્ટેજ ભારત હોય એમ ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોનો ભારતમાં સ્થિતિ તુલનાત્મક રીતે ઘણી સારી હોવાથી ભારતીય બજારોમાં રોકાણનો મોટો પ્રવાહ વહેતો જોવાઈ રહ્યો છે. ભારતની આર્થિક વૃદ્વિમાં વિશ્વાસ ડિસેમ્બરમાં ફોરેન ફંડો શેરોમાં મોટાપાયે ખરીદદાર બન્યા બાદ હવે જાન્યુઆ માસરીમાં ફોરેન ફંડો વેચવાલ બન્યા છે. હજુ કરેકશન અનિવાર્ય હોવાનું અને ફંડો દરેક ઉછાળે મોટાપાયે નફો મળતાં શેરોમાં પ્રોફિટ બુકિગ કરે એવી શકયતા છે તેથી અગામી દિવસોમાં ભારતીય શેરબજારમાં દરેક ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.