રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૨.૦૩.૨૦૨૪ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૨૬૪૧.૧૯ સામે ૭૨૨૩૧.૬૬ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૨૧૭૨.૦૯ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૯૪૩.૫૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૯૦.૭૫ પોઈન્ટના ઉછાળા સાથે ૭૨૮૩૧.૯૪ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૨૧૦૨.૫૦ સામે ૨૨૦૬૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૧૯૫૩.૮૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૦૪.૧૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૫૨.૫૦ પોઈન્ટના ઉછાળા સાથે ૨૨૧૫૫.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દર જાળવી રાખીને ચાલુ વર્ષમાં વ્યાજ દરમાં ત્રણ વખત ઘટાડાની યોજના યથાવત હોવાના સ્પષ્ટ સંકેતે વૈશ્વિક બજારોમાં સાર્વત્રિક તેજી સપ્તાહના અંતે ભારતીય શેરબજારમાં પણ લોકલ ફંડો, મહારથીઓ, ખેલંદાઓએ નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪નો અંત નજીક હોવાથી અને શેરબજારમાં હવે તાજેતરમાં ઘટી ગયેલા અને ફરી આકર્ષક વેલ્યુએશને મળતાં સ્મોલ, મિડ કેપ શેરોમાં મોટી ખરીદી કરતાં સેન્ટીમેન્ટ તેજીનું બન્યું હતું.
ફંડોએ આઈટી શેરોમાં ઈન્ફોસીસલિ., ટીસીએસ લિ., એચસીએલ ટેકનોલોજી, વિપ્રો લિ. તેમજ એચડીએફસી બેન્ક શેરોમાં વેચવાલી સામે લાર્સેન લિ., આઈટીસી લિ., મારુતિ સુઝુકી, આઈસીઆઈસીઆઈ બેન્ક, સન ફાર્મા, ભારતી એરટેલ, ટાઈટન કંપની લિ., તેમજ ફ્રન્ટલાઈન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ટાટા મોટર્સ અને ઇન્ડસઇન્ડ બેન્કની આગેવાનીએ ફંડોએ ખરીદી કરતાં સેન્સેક્સ, નિફટી આરંભિક ઘટાડો પચાવી પોઝિટીવ ઝોનમાં બંધ રહ્યા હતા. ફંડો, ખેલંદાઓ, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોએ ટેલિકોમ્યુનિકેશન, રિયલ્ટી, ઓટો, કંઝ્યુમર ડિસ્ક્રીશનરી, કેપિટલ ગુડ્સ, ઈન્ડસ્ટ્રીયલ્સ, હેલ્થકેર અને કોમોડિટીઝ શેરોમાં ભારે ખરીદી કરતાં માર્કેટબ્રેડથ પોઝિટીવ રહી હતી.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૩૮% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૦૬% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર આઈટી અને ટેક શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૯૦૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૩૭૫ અને વધનારની સંખ્યા ૨૪૩૦ રહી હતી, ૧૦૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં મારુતી સુઝુકી ઈન્ડિયા ૩.૫૫%, સન ફાર્માસ્યુટિકલ ઈન્ડસ્ટ્રીઝ ૩.૫૫%, ટાઈટન કંપની ૨.૨૧%, આઈટીસી ૧.૭૧% અને ઈન્ડસઈન્ડ બેન્ક ૧.૭૦% વધ્યા હતા, જ્યારે ઈન્ફોસિસ ૨.૯૮%, વિપ્રો ૨.૭૩%, એચસીએલ ટેક્નોલોજી ૨.૪૬%, ટીસીએસ ૧.૫૩% અને ટેક મહિન્દ્રા ૧.૩૩% ઘટ્યા હતા. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઉછાળા સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૨.૪૦ લાખ કરોડ વધીને ૩૮૨.૨૯ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૨૧ કંપનીઓ વધી અને ૯ કંપનીઓ ઘટી હતી.
બજારની ભાવિ દિશા….
મિત્રો, અમેરિકન ફેડરલ રિઝર્વની ફેડરલ ઓપન માર્કેટ કમિટિએ બે દિવસની બેઠકના અંતે સતત પાંચમી વખત વ્યાજ દર યથાવત રાખવાનો નિર્ણય કર્યો હતો અને સાથોસાથ વર્તમાન વર્ષના અંત સુધીમાં વ્યાજ દરમાં પોણો ટકો ઘટાડો થવાની શકયતા અકબંધ હોવાના પણ સંકેત આપ્યા છે. ફેડરલ રિઝર્વ ફુગાવો ઘટી રહ્યો છે તેના સ્પષ્ટ સંકેત મેળવવા માગે છે. ફેડરલ રિઝર્વને ફુગાવો બે ટકા સુધી લાવવાનો ટાર્ગેટ અપાયો છે. વ્યાજ દર હાલમાં ૫.૨૫ થી ૫.૫૦%ની રેન્જમાં છે. વર્ષ ૨૦૨૪ના અંત સુધીમાં વ્યાજ દર ઘટાડી ૪.૫૦ થી ૪.૭૫%ની રેન્જમાં લાવવાની ધારણાંને પણ જાળવી રખાઈ હતી.
ફેબ્રુઆરીમાં ફુગાવો ૩.૨૦% જ્યારે જાન્યુઆરીમાં ૩.૧૦% રહ્યો હતો. વ્યાજ દરમાં ઘટાડાના સંકેત ડિસેમ્બરની બેઠકમાં પણ અપાયા હતા. દરમિયાન અન્ય અહેવાલ પ્રમાણે સ્વિસ નેશનલ બેન્કે એક આશ્ચર્યકારક પગલાંમાં વ્યાજ દર પા ટકા ઘટાડી દોઢ ટકો કર્યો છે જ્યારે બેન્ક ઓફ ઈન્ગલેન્ડે તેનો ૫.૨૫% વ્યાજ દર જાળવી રાખ્યો છે. વર્તમાન વર્ષમાં અમેરિકાના આર્થિક વિકાસ દરના અંદાજને ૧.૪૦% પરથી નોંધપાત્ર વધારી ફેડરલે ૨.૧૦% કર્યો છે. ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલના નિવેદનમાં જૂન માસમાં વ્યાજ દરમાં ઘટાડો શરૂ થવાના સંકેત મળી રહ્યા છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.