રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૨.૦૪.૨૦૨૪ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૩૦૮૮.૩૩ સામે ૭૩૬૬૬.૫૧ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૩૨૨૭.૩૨ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૪૯.૪૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૬૦.૨૯ પોઈન્ટના ઉછાળા સાથે ૭૩૬૪૮.૬૨ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૨૧૨૮.૭૦ સામે ૨૨૨૬૧.૨૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૨૧૮૬.૦૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૧૧.૯૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૬૪.૬૫ પોઈન્ટના ઉછાળા સાથે ૨૨૩૯૩.૩૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
ઈઝરાયલ – ઈરાન યુદ્ધ તેમજ મધ્ય – પૂર્વીય તણાવ ઠંડા પડતાં બીજી બાજુ સ્થાનીય સ્તરે ટોચની આઈટી કંપનીઓએ અપેક્ષા કરતાં મજબૂત પરિણામો જારી કરતાં કોર્પોરેટ કમાણી સકારાત્મક રહેવાનો આશાવાદ સાથે ભારતીય બજારમાં સપ્તાહની શરૂઆત સુધારા સાથે કરી છે. વૈશ્વિક બજારોમાં સુધારા સાથે ચાલુ વર્ષે ભારતમાં ચોમાસું સામાન્યથી સારૂ રહેવાના આઈએમડીના અંદાજો એ આર્થિક આંકડાઓમાં મજબૂતી સાથે લોકસભા ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન થયા બાદ વોટિંગ પોલના આધારે અપેક્ષિત સરકાર બનવાની શક્યતાને ધ્યાનમાં રાખતાં રોકાણકારોએ નીચા મથાળે ઈન્ફ્રા અને પ્રાઈવેટ બેન્કોના શેરોમાં મોટાપાયે ખરીદી જોવા મળી છે. મીડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ સુધારા તરફી આગેકૂચ જોવા મળી છે. આ સપ્તાહે અમેરિકાના ગ્રોથ ડેટા અને ફેડ રિઝર્વ દ્વારા ફુગાવાની નવી આંકરણી તેમજ ઓસ્ટ્રેલિયા અને મલેશિયાના ફુગાવા સંબંધિત આંકડાઓ પર ભારતીય શેરબજારની નજર રહેશે.
ફંડોની એચડીએફસી બેન્ક, એનટીપીસી લિ., જેએસડબલ્યુ સ્ટીલ, ઇન્ડસઇન્ડ બેન્ક અને ટાટા સ્ટીલ શેરોમાં વેચવાલી સામે બેન્કીંગ શેરોમાં આઈસીઆઈસીઆઈ બેન્ક, એક્સિસ બેન્ક, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, કોટક બેન્ક તેમજ ફ્રન્ટલાઈન લાર્સેન લિ., ઇન્ફોસિસ લિ., રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, બજાજ ફાઈનાન્સ, ટીસીએસ લિ. ની આગેવાનીએ ફંડોએ ખરીદી કરતાં બીએસઇ સેન્સેક્સ, નિફટી ફ્યુચર પોઝિટીવ ઝોનમાં બંધ રહ્યા હતા. ફંડો, ખેલંદાઓ, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરો દ્વારા કંઝ્યુમર ડ્યુરેબલ્સ, ઇન્ડસ્ટ્રીયલ, કેપિટલ ગુડ્સ, સર્વિસીસ, ટેલિકોમ્યુનિકેશન, હેલ્થકેર, ફાઈનાન્શિયલ સર્વિસીસ અને કંઝ્યુમર ડિસ્ક્રીશનરી શેરોમાં ભારે ખરીદી કરતાં માર્કેટબ્રેડથ પોઝિટીવ રહી હતી.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૯૩% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૨૬% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર યુટીલીટીઝ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૫૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૨૮૩ અને વધનારની સંખ્યા ૨૬૨૧ રહી હતી, ૧૫૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા….
મિત્રો, ફુગાવાને લઈને અનિશ્ચિતતા હજુ ચાલુ છે અને આગળ જતા ખાધાખોરાકીના ભાવ ફુગાવાના આઉટલુક પર દબાણ ચાલુ રાખશે તેવો બેઠકનો સામાન્ય મત રહ્યો હતો. એમપીસીના એક બહારી સભ્ય જયંત શર્મા સિવાય દરેક સભ્યોએ રેપો રેટ જાળવી રાખવાની તરફેણ કરી હતી. ખાધાખોરાકીના ઊંચા ભાવ ફુગાવાને નીચે લાવવાના રિઝર્વ બેન્કના પગલાંમાં ખલેલ પહોંચાડી રહ્યા છે. એપ્રિલના પ્રારંભમાં યોજાઈ ગયેલી એમપીસીની બેઠકમાં સતત સાતમી વખત રેપો રેટ ૬.૫૦% જાળવી રખાયો હતો. કલાયમેટ ચેન્જના આંચકા ખાધાખોરાકીના ભાવમાં વધારા તરફી જોખમને બળ આપી રહ્યા છે. એપ્રિલના પ્રારંભમાં યોજાઈ ગયેલી વર્તમાન નાણાં વર્ષની પ્રથમ દ્વીમાસિક બેઠકમાં રિઝર્વ બેન્કની મોનિટરી પોલિસી કમિટિ (એમપીસી)ના મોટાભાગના સભ્યોએ ફુગાવા સામે લડત ચાલુ રાખવાનો મત વ્યકત કર્યો હતો અને ફુગાવો ટાર્ગેટ સ્તર સુધી નીચે નહીં આવે ત્યાંસુધી સખત નાણાં નીતિ ચાલુ રહેશે એમ બેઠકની જારી થયેલી મિનિટસ પરથી કહી શકાય એમ છે.
Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read Disclaimer and related all the documents carefully before investing / trading, mentioned on www.nikhilbhatt.in
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.