Home દેશ - NATIONAL નિફટી ફ્યુચર ૨૨૪૭૪ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

નિફટી ફ્યુચર ૨૨૪૭૪ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

8
0

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૧.૦૨.૨૦૨૫ ના રોજ

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૫૭૩૫ સામે ૭૫૬૧૨ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૫૧૧૨ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૬૩૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૨૪ પોઈન્ટના ઘટાડા સાથે ૭૫૩૧૧ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૨૯૪૨ સામે ૨૨૮૮૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૨૭૫૭ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૮૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૧૯ પોઈન્ટના ઘટાડા સાથે ૨૨૮૨૨ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

સપ્તાહના અંતિમ દિવસે ભારે વોલેટિલિટી વચ્ચે ભારતીય શેરબજાર સતત ત્રીજા દિવસે ઘટાડા સાથે બંધ રહ્યું હતું. ઓટોમોબાઈલ ઉદ્યોગને અમેરિકામાં નિકાસ પર ટ્રમ્પની ૨૫% ટેરિફ લાદવામાં આવવાના સંજોગોમાં નેગેટીવ અસર સાથે ઈવી ઉત્પાદક ટેસ્લાની ભારતમાં એન્ટ્રીના અહેવાલો વચ્ચે ઓટો શેર્સમાં મોટાપાયે વેચવાલી સાથે ટ્રમ્પના વર્લ્ડ ટ્રેડ વોરમાં ડ્રગ્ઝ-ફાર્મા, ચીપ્સની અમેરિકામાં આયાત પર ૨૫% ટેરિફના સંકેતે અને યુક્રેન મામલે અમેરિકા અને રશીયા એક થઈને કબજો કરવાના ઈરાદાએ ફરી જીઓપોલિટીકલ ટેન્શન ઊભું થવાની દહેશત વચ્ચે વૈશ્વિક બજારોમાં સતત સાવચેતી સાથે ભારતીય શેરબજારમાં ફંડોએ સપ્તાહના અંતે ઈન્ડેક્સ બેઝડ સાવચેતી બતાવી હતી.

ભારતીય શેરબજારમાં કોવિડ બાદની સૌથી મોટી મંદી જોવા મળી રહી છે. તેમાં પણ ફેબ્રુઆરી માસ સૌથી નિરાશાજનક રહ્યો છે. ચાલુ કેલેન્ડર વર્ષના બે માસમાં બીએસઈ સેન્સેક્સમાં અંદાજીત ૩%થી વધુનો ઘટાડો જોવા મળ્યો છે, જયારે બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સમાં અંદાજીત ૯૨૦૦ પોઈન્ટથી વધુનો ઘટાડો નોંધાયો છે. ઉપરાંત વિદેશી રોકાણકારોએ ફેબ્રુઆરી માસમાં અત્યારસુધીમાં રેકોર્ડ રૂ.૬૪.૭૮ લાખ કરોડની વેચવાલી કરી છે. ચાલુ કેલેન્ડર વર્ષમાં જોઈએ તો અત્યારસુધીમાં જ એફઆઈઆઈએ રૂ.૧.૦૭ લાખ કરોડની વેચવાલી નોંધાવી છે.

કરન્સી માર્કેટની વાત કરીએ તો, આજે રૂપિયા સામે ડોલરના ભાવ ઝડપી ઘટતાં જોવાયા હતા, જ્યારે ક્રૂડઓઈલના ભાવ વધ્યા મથાળેથી ઘટાડા પર રહ્યા હતા. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૧૮% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૪૩% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર મેટલ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૬૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૨૪૬ અને વધનારની સંખ્યા ૧૭૦૧ રહી હતી, ૧૧૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં ટાટા સ્ટીલ ૧.૮૮%, લાર્સેન લી. ૧.૧૦%, એચસીએલ ટેકનોલોજી ૦.૭૫%, એશિયન પેઈન્ટ ૦.૩૫%, એચડીએફસી બેન્ક ૦.૩૧%, એનટીપીસી લી. ૦.૨૫%, ટીસીએસ લી. ૦.૨૧%, નેસ્લે ઇન્ડિયા ૦.૧૪ અને બજાજ ફિનસર્વ ૦.૦૩% વધ્યા હતા, જયારે મહિન્દ્રા & મહિન્દ્રા ૬.૦૭%, અદાણી પોર્ટ ૨.૫૭%, ટાટા મોટર્સ ૨.૪૬%, સન ફાર્મા ૧.૬૦%, પાવર ગ્રીડ કોર્પોરેશન ૧.૫૨%, ઝોમેટો લિ. ૧.૪૮%, આઈસીઆઈસીઆઈ બેન્ક ૧.૪૬%, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ૧.૧૧% અને અલ્ટ્રાટેક સિમેન્ટ ૧.૦૨% ઘટ્યા હતા.

બજારની ભાવિ દિશા….

મિત્રો, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને કારણે ભારત સહિત અનેક દેશો મુશ્કેલીમાં મુકાયા છે. તેમણે ઘણાં દેશો પર ટેરિફ લગાવવાની અને વધારવાની જાહેરાત કર્યા બાદ અનેક દેશોના અર્થતંત્ર સહિત શેરબજારમાં પણ ઘટાડો નોંધાયો છે. મૂડીઝ એનાલિટિક્સના રિપોર્ટ મુજબ, અમેરિકાના નવા ટેરિફ અને વૈશ્વિક માંગમાં નરમાઈના કારણે વર્ષ ૨૦૨૫માં ભારતીય અર્થતંત્રને પણ નુકશાન થવાની શક્યતા છે. નવા અમેરિકન ટેરિફ અને વૈશ્વિક માંગ ધીમી થવાથી નિકાસ પર અસર પડી રહી છે. નવા ટેરિફ અને વૈશ્વિક માંગમાં નરમાઈને કારણે નિકાસ પર અસર સમગ્ર વૃદ્ધિને ધીમી કરશે. મૂડીઝના અંદાજ મુજબ ચીનનો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ વૃદ્ધિ દર ૨૦૨૪માં ૫%થી ઘટીને ૨૦૨૫માં ૪.૨% અને ૨૦૨૬માં ૩.૯% પર પહોંચશે. એશિયા-પેસિફિક માટેના તેના અનુમાન મુજબ, ૨૦૨૪-૨૫ અને ૨૦૨૫-૨૬ બંને નાણાકીય વર્ષોમાં ભારતનો વિકાસ દર ૬.૪%ના દરે વધવાની ધારણા છે.

The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read Disclaimer and related all the documents carefully before investing / trading, mentioned on www.nikhilbhatt.in

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field