રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૧.૦૮.૨૦૨૩ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૬૪૯૪૮.૬૬ સામે ૬૪૮૫૨.૭૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૬૪૮૫૨.૭૩ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૬૩.૩૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૬૭.૪૩ પોઈન્ટના ઉછાળા સાથે ૬૫૨૧૬.૦૯ પોઈન્ટ ઉછાળા સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલાબંધ ૧૯૩૩૧.૫૦ સામે ૧૯૩૨૫.૬૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૯૩૧૦.૦૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૨૧.૯૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૬૭.૫૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૯૩૯૯.૦૦ પોઈન્ટ આસપાસ ઉછાળા સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારની શરૂઆત સાવચેતી સાથે થઇ હતી. ચાઈનામાં પ્રોપર્ટી કંપનીઓની નાદારી સાથે એવરગ્રાન્ડે અમેરિકામાં નાદારી નોંધાવતા અને બેંકિંગ – ફાઈનાન્શિયલ ક્ષેત્રે લાંબા સમયથી ધરબાયેલું સંકટ સામે આવવા લાગતાં મોટી મંદીના અહેવાલ વચ્ચે નોમુરાએ ચાઈનાના આર્થિક વિકાસનો અંદાજ ઘટાડી ૪.૬% મૂકી ડાઉનગ્રેડ કરતા વિશ્વના માથે તોળાઈ રહેલા મહા મંદીના સંકટને પગલે વૈશ્વિક બજારોમાં સતત ધોવાણે આજે ભારતીય શેરબજારમાં પણ સાવચેતીનો માહોલ જોવા મળ્યો હતો.
અનિશ્ચિતતાના આ દોરમાં વૈશ્વિક બજારોની સાથે આજે ભારતીય શેરબજારમાં પણ સતત વોલેટાઈલીટી જોવા મળી હતી, જો કે જિયો ફાઈનાન્શિયલ સર્વિસિઝ લિમિટેડના શેરોનું લિસ્ટિંગ ફંડોની નીચા મથાળે નવી લેવાલીએ તેમજ યુટિલિટીઝ, પાવર, મેટલ, કેપિટલ ગુડ્સ, રિયલ્ટી અને ટેક શેરોમાં મજબૂતીએ બજારે વોલેટીલિટી બતાવી અંતે ઉછાળા સાથે બંધ રહ્યું હતું. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, ફ્યુચર નિફટીમાં ઉછાળા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં લેવાલી રહેતા રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન વધીને રૂ.૩૦૬.૯૫ લાખ કરોડ નોંધાયું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૮૭% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૭૧% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર કોમોડિટીઝ, ઈન્ડસ્ટ્રીયલ્સ, આઈટી, હેલ્થકેર, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, એફએમસીજી, ટેલિકોમ્યુનિકેશન અને કંઝ્યુમર ડિસ્ક્રીશનરી શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૯૦૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૬૭૫ અને વધનારની સંખ્યા ૨૦૬૨ રહી હતી, ૧૭૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.
બજારની ભાવિ દિશા….
મિત્રો, વિશ્વની અને વૈશ્વિક બજારોની નજર અત્યારે ચાઈના પર મંડાઈ છે. વૈશ્વિક અર્થતંત્ર પર મોટી અસર કરનારી મહાસત્તા ચાઈના અત્યારે ઐતિહાસિક આર્થિક કટોકટીમાંથી પસાર થઈ રહ્યું છે. પ્રોપર્ટી માર્કેટમાં ચાઈનામાં અધોગતિ સાથે પ્રોપર્ટી જાયન્ટ એવરગ્રાન્ડે અમેરિકામાં નાદારી નોંધાવવાની ફરજ પડતાં અને શેડો બેંક કટોકટી બહાર આવતાં મોટા નાણાકીય જોખમના ભય સાથે નોમુરા સહિતે ચાઈનાની આર્થિક વૃદ્વિના અંદાજને ઘટાડીને ૪.૭% મૂકવા સહિતના ડેવલપમેન્ટે વૈશ્વિક બજારોમાં ઘમાસાન મચાવવાનું શરૂ કર્યું છે.
બીજી તરફ તાજેતરમાં અમેરિકાએ ચાઈનાના પ્રમુખ ટેકનોલોજી ક્ષેત્રે રોકાણને મર્યાદિત કરતાં ટેકનોલોજી – આઈટી ક્ષેત્રે પણ વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે ફંડો આઈટી શેરોમાં વેચવાલ બન્યા છે. ફુગાવા – મોંઘવારીના હજુ વૈશ્વિક જોખમી પરિબળે વૈશ્વિક ઊંચા પ્રવર્તિ રહેલા વ્યાજ દરો અને ચાઈનાની કટોકટીએ માર્ચ બાદ વૈશ્વિક બજારોમાં સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો બતાવ્યો છે. ઊંચા વ્યાજ દરોના પરિણામે જોખમી એસેટ્સ પરનું દબાણ વધતાં બિટકોઈન્સમાં પણ સપ્તાહમાં મોટો કડાકો બોલાઈ ગયો છે. ચાઈના આવી પડેલી આ કટોકટીમાં ડામાડોળ થયેલા બજારોને સ્થિર કરવા પગલાં લઈને વિશ્વાસ પુન:પ્રસ્થાપિત કરવા પ્રયાસો કરી રહ્યું છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.