Home વ્યાપાર જગત - BUSINESS ભારતીય શેરબજારમાં ઈન્ડેક્સ બેઝડ અફડાતફડીના અંતે ફંડોની ઉછાળે નફારૂપી વેચવાલી…!!

ભારતીય શેરબજારમાં ઈન્ડેક્સ બેઝડ અફડાતફડીના અંતે ફંડોની ઉછાળે નફારૂપી વેચવાલી…!!

130
0

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૦.૦૯.૨૦૨૧ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૯૦૧૫.૮૯ સામે ૫૮૬૩૪.૬૯ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૮૩૮૯.૬૯ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૮૧૨.૮૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૨૪.૯૬ પોઈન્ટના ઘટાડા સાથે ૫૮૪૯૦.૯૩ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૬૦૩.૧૫ સામે ૧૭૪૬૦.૨૫ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૭૩૫૫.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૬૩.૨૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૪૭.૩૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૭૩૫૫.૮૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

કોરોના સંક્રમણની ત્રીજી લહેરની ચિંતા છતાં દેશમાં વિવિધ રાજયોમાં ઔદ્યોગિક-આર્થિક પ્રવૃતિ વેગ પકડી રહી હોઈ અને ચોમાસાની સારી પ્રગતિ છતાં આજે સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં સતત વિક્રમી – ઐતિહાસિક તેજીને વિરામ આપવામાં આવ્યો હતો. ચોમાસાની સારી પ્રગતિ સાથે કોર્પોરેટ ઈન્ડિયાના પણ પ્રોત્સાહક ડેવલપમેન્ટની પાછલા દિવસોમાં પોઝિટીવ અસરે વિક્રમી તેજીએ ગત સપ્તાહે સેન્સેક્સે ૫૯૭૩૭ પોઈન્ટની અને નિફટી ફ્યુચરે ૧૭૮૦૦ પોઈન્ટની નવી ઐતિહાસિક ઊંચાઈ નોંધાવી હતી, જોકે આજે ફંડોએ શેરોમાં ઉછાળે નફારૂપી વેચવાલી કરીને ઓવરબોટ પોઝિશન હળવી કરતાં ભારતીય શેરબજારમાં ઘટાડો નોંધાયો હતો.

આંતરરાષ્ટ્રીય મોરચે ચાઈનામાં લેહમેન બ્રધર્સની નાદારી અને ફરી કોરોના સંક્રમણ ફેલાવાની શરૂઆત થયાના અહેવાલે ચિંતા વચ્ચે વૈશ્વિક બજારોમાં સાવચેતી સાથે સ્થાનિક સ્તરે ભારતીય શેરબજાર ઈન્ડેક્સ બેઝડ મહત્વના મૂકામ પર આવી પહોંચ્યું હોઈ અને ઈન્ડેક્સ મહત્વની સપાટી કુદાવવી અત્યંત જરૂરી હોવાનું દર્શાવાઈ રહ્યું હોઈ ફંડોએ સાવચેતીમાં આજે ઈન્ડેક્સ બેઝડ તેજીની ઓવરબોટ પોઝિશન હળવી કરવાનું પસંદ કર્યું હતું. કોરોના સંક્રમણની ત્રીજી લહેર કેરળ, મહારાષ્ટ્ર સહિતના રાજયોમાં આવી ગઈ હોઈ ફરી લોકડાઉન સહિતના પગલાંની સાવચેતીએ ફંડોએ આજે મેટલ, બેઝિક મટિરિયલ્સ અને રિયલ્ટી શેરો સાથે યુટિલિટીઝ, પાવર અને ઓઈલ એન્ડ ગેસ શેરોમાં પ્રોફિટ બુકિંગ કરતાં ભારતીય શેરબજાર નોંધપાત્ર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૭૯% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૮૪% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર એફએમસીજી શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૫૦૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૩૩૨ અને વધનારની સંખ્યા ૧૦૪૧ રહી હતી, ૧૩૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૯૫ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૨૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….

મિત્રો, કોરોના મહામારીના કારણે ગત માર્ચ ૨૦૨૦ દરિયાન તળિયે પટકાયેલા ભારતીય શેરબજારમાં અંદાજીત દોઢ વર્ષમાં તેજીનું ઘોડાપૂર જોવા મળ્યું છે. ચાલુ વર્ષે જાન્યુઆરી માસમાં સેન્સેક્સે ૫૦૦૦૦ પોઈન્ટની સપાટી કુદાવી તે પછી માત્ર આઠ માસમાં સેન્સેક્સ ૯૦૦૦ પોઇન્ટથી વધુ વધીને ૫૯૦૦૦ પોઇન્ટની મહત્ત્વની મનોવૈજ્ઞાનિક સપાટી કુદવી ૫૯૭૩૭ પોઈન્ટની ઐતિહાસિક ઊંચી સપાટી નોંધાવી છે. વિવિધ સાનુકુળ પરિબળોના પગલે ચાલુ કેલેન્ડર વર્ષમાં બીએસઇ સેન્સેક્સમાં અત્યાર સુધીમાં અંદાજીત ૨૩.૫૦% વધુનો ઉછાળો નોંધાયો છે. જેના પગલે મુંબઇ શેરબજાર પર લિસ્ટેડ કંપનીઓનું વેલ્યુએશન પણ વધીને ૩.૫૪ લાખ કરોડ ડોલરની ટોચે પહોંચતા વિશ્વમાં સૌથી વધુ માર્કેટ કેપિટલાઇઝેશન ધરાવતા બજારોમાં છઠ્ઠા ક્રમે ભારતીય શેરબજાર પહોંચી ગયું છે.

ભારતીય શેરબજારમાં ઉદ્ભવેલ આ ઐતિહાસિક તેજી પાછળના કારણોમાં મહામારી પર અંકુશ, વેક્સિનેસનની ઝડપી કામગીરી, અર્થતંત્રમાં ધીમી પણ મક્કમ વૃધ્ધિ, બજારોમાં તરલતાની સામાન્ય સ્થિતિ, ફેડરલ દ્વારા સ્ટીમ્યુલસ ચાલુ રાખવાનો નિર્ણય, નીચા વ્યાજદર તથા સરકાર અને રિઝર્વ બેંકના અનેક શ્રેણીબધ્ધ પગલાનો સમાવેશ થાય છે. વિવિધ પ્રોત્સાહક પરિબળોના કારણે ભારતીય શેરબજાર પ્રથમ હરોળની તેજી ભર્યુ માર્કેટ પૂરવાર થયું છે અને આગામી સમયમાં પણ આ તેજી જળવાઈ રહેવાની સંભાવના છે. જો કે દરેક ઉછાળે નફારૂપી વેચવાલી નોંધાતા સાવચેતીનું વલણ અપનાવવું અત્યંત જરૂરી બની રહેશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field